Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rinku Singh, IPL 2023: રિંકૂ સિંહના લગ્નમાં ડાંસ કરશે શાહરુખ ખાન, તોફાની બેટરના શહેરની ગલીઓમાં નાચતો આવશે કિંગ ખાન!

IPL 2023: રિંકૂ સિંહે અમદાવાદમાં સળંગ 5 છગ્ગા જમાવ્યા બાદ સૌને પોતાના દિવાના બનાવ્યા છે. શાહરુખ ખાન પણ કોલકાતા નાઈટ રાઈડ્સ ટીમના આ તોફાની બેટરનો દિવાનો થયો છે.

Rinku Singh, IPL 2023: રિંકૂ સિંહના લગ્નમાં ડાંસ કરશે શાહરુખ ખાન, તોફાની બેટરના શહેરની ગલીઓમાં નાચતો આવશે કિંગ ખાન!
Shahrukh Khan એ કર્યો વાયદો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2023 | 10:11 PM

IPL 2023 નો રોમાંચ જબરદસ્ત છે. સૌ કોઈ પૂરો આનંદ ઉઠાવી રહ્યા છે. ખેલાડીઓ પણ રંગ જમાવી રહ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સનો રિંકૂ સિંહ હવે નવા સ્ટાર તરીકે ઉભરી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સ સામે 9 એપ્રિલે તેણે શાનદાર બેટિંગ કરતા અંતિમ ઓવરમાં સળંગ 5 છગ્ગા જમાવીને ટીમને અશક્ય જીત અપાવી હતી. તેની આ રમતને લઈ તે દુનિયાભરમાં છવાઈ ગયો હતો. રિંકૂના નામની ચર્ચા દુનિયાભરમાં છવાઈ ગઈ હતી. ટીમના માલિક અને બોલિવુડ અભિનેતા શાહરુખ ખાન પણ તેનો જબરદસ્ત દિવાનો બન્યો છે અને તેણે રિંકૂ માટે પોતાના તરફથી વચન આપ્યુ છે.

શાહરુખ ખાને રિંકૂ સિંહને તેના લગ્નમાં નાચતો નાચતો આવવાનુ વચન આપ્યુ છે. એટલે તે કિંગ ખાને તેના લગ્નમાં ડાંસ કરવાનો વાયદો કર્યો છે. કોલાકાતાના આ ખેલાડીએ ગુજરાત સામેની મેચમાં શાનદાર ફિનિશર અંદાજમાં બેટિંગ કરતા છગ્ગા જમાવ્યા હતા. અંતિમ ઓવરમાં 29 રનની જરુર હતી અને એવા સમયે તેણે આ કમાલ કર્યો હતો.

Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?
Bael Juice Benefits: ગરમીમાં બીલીનું શરબત પીવાથી થાય છે આ 5 ચમત્કારિક ફાયદા
Plant In Pot : લવંડરના છોડને ઘરે સરળ ટીપ્સથી ઉગાડો
આ રીતે જીરું ખાવાનું શરૂ કરો, તમારું પેટ સ્વસ્થ રહેશે
'મારો બેસ્ટફ્રેન્ડ જ મારો પતિ હશે' ! RJ મહવશની પોસ્ટ વાયરલ, ફેન્સ બોલ્યા-સબંધો પાક્કા?

રિંકૂને કિંગ ખાનનુ વચન

અમદાવાદમાં કમાલ કરનારા રિંકૂ સિંહ પર શાહરુખ ખાન ખૂબ ફિદા છે. રિંકૂએ અમદાવાદ બાદ બેંગ્લુરુમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે શાનદાર ઈનીંગ રમી હતી. આરસીબી સામેની મેચમાં શાનદાર ઈનીંગ વડે કોલકાતાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. જીત બાદ રિંકૂ સિંહે ખુલાસો કર્યો છે કે, શાહરુખ ખાને તેના લગ્નમાં ડાંસ કરવાનો વાયદો કર્યો છે. શાહરુખ ખાને ફોન કરીને રિંકૂ સિંહની સાથે વાત કરી હતી. કિંગ ખાને વાત કરવા દરમિયાન કહ્યુ હતુ કે, તેને લોકો લગ્ન પ્રસંગે બોલાવે છે પરંતુ તે જતો નથી, પરંતુ રિંકુના લગ્નમાં તે ડાંસ કરવા માટે પહોંચશે.

રિંકૂ સિંહ ઉત્તરપ્રદેશના અલીગઢનો છે, જ્યાના રસ્તાઓ પર શાહરુખ ખાનનો જલવો રિંકૂ સિંહના લગ્નમાં જોવા મળવાની આશા તેના શહેરના લોકોને બંધાઈ છે. જોકે રિંકૂના લગ્ન ક્યારે છે એ હજુ નક્કી નથી. જોકે બોલીવુડ સ્ટાર પોતાના વચનને પાળશે તો રિંકૂના લગ્નનો માહોલ જબરદસ્ત બની શકે છે.

આ પણ વાંચોઃ MS Dhoni Angry Video: ધોનીએ જયપુરમાં થયો ગુસ્સે, આ વખતે અંપાયર નહીં ખેલાડી હતો નિશાને!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">