AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2022: દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PSL માં રમવા માટે ખેલાડીઓને નહીં આપે મંજૂરી

6 ટીમોની ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ (PSL 2022) ની નવી સિઝન આ મહિનાના અંતમાં 27 તારીખથી શરૂ થઈ રહી છે, પરંતુ આ વખતે દક્ષિણ આફ્રિકા (South Africa) ના ખેલાડીઓ જોવા મળશે નહીં.

PSL 2022: દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, PSL માં રમવા માટે ખેલાડીઓને નહીં આપે મંજૂરી
Pakistan Super League
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 9:24 AM
Share

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board)ની T20 ટૂર્નામેન્ટ પાકિસ્તાન સુપર લીગ (PSL 2022)ની નવી સિઝન શરૂ થવામાં હવે વધુ સમય બાકી રહ્યો નથી. ટૂર્નામેન્ટની સાતમી સિઝન આ મહિનાના અંતમાં 27 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. પરંતુ તે પહેલા PCB ને આંચકો લાગ્યો છે. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) એ તેના ખેલાડીઓ પર પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League)ની આ સિઝનમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂક્યો છે.

CSA એ નિર્ણય લીધો છે કે તે PSLમાં રમવા માટે તેના કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને NOC નહીં આપે. ટીમના ઈન્ટરનેશનલ કેલેન્ડર અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટને ધ્યાનમાં રાખીને બોર્ડે આ ટુર્નામેન્ટને તેના ખેલાડીઓ માટે પ્રાથમિકતા તરીકે નક્કી કરી છે.

મીડિયા રિપોર્ટમાં ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડિરેક્ટર અને ભૂતપૂર્વ અનુભવી કેપ્ટન ગ્રીમ સ્મિથને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બોર્ડે કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને PSLમાં રમવાની મંજૂરી નહીં આપવાનો નિર્ણય લીધો છે.

સ્મિથે કહ્યું, એ વાત સાચી છે કે પ્રોટીઆ ટીમ (South Africa Cricket Team) ના કરારબદ્ધ ખેલાડીઓને પાકિસ્તાન સુપર લીગ માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવામાં આવ્યું નથી કારણ કે આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય કેલેન્ડર અને ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રમવાની છે અને હંમેશા અગ્રતા આપવામાં આવશે.”

ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ શ્રેણીની નજર

દક્ષિણ આફ્રિકાની ટીમે ભારત સામેની ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે અને તે પછી તરત જ ન્યુઝીલેન્ડના પ્રવાસે જવાની છે. જે અંગે વાત કરતાં સ્મિથે કહ્યું, ન્યુઝીલેન્ડના પ્રવાસ અને પછી બાંગ્લાદેશ સામેની ઘરઆંગણાની શ્રેણી સાથે, અમારા કરારબદ્ધ ખેલાડીઓએ પહેલા રાષ્ટ્રીય સેવા માટે ઉપલબ્ધ રહેવું પડશે. આ જ બાબત અમારી ડોમેસ્ટિક ફ્રેન્ચાઈઝી ટુર્નામેન્ટ માટે પણ લાગુ થશે, જે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે.

જો કે, સ્મિથે એ પણ સ્પષ્ટ કર્યું કે જો આગામી સમયમાં કોઈ વિદેશી લીગ રમાશે અને તે સમયે દક્ષિણ આફ્રિકાની ટીમ કે સ્થાનિક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં નહીં આવે તો બોર્ડ ખેલાડીઓને મંજૂરી આપશે.

PSL માં 3 દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ

જો કે, પાકિસ્તાન સુપર લીગની વર્તમાન સિઝનમાં, હાલમાં કોઈપણ ટીમમાં દક્ષિણ આફ્રિકાનો કોઈ કરારબદ્ધ ખેલાડી નથી. દક્ષિણ આફ્રિકાના માત્ર ઝડપી બોલર મર્ચન્ટ ડિલોંગ, રિલે રુસો અને ઈમરાન તાહિર લીગમાં અલગ-અલગ ટીમોનો ભાગ છે. જો કે PSL ફ્રેન્ચાઇઝીસને આગામી સમયમાં ખેલાડીઓના બદલાવની સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને સામેલ કરવાનો વિશ્વાસ હતો, પરંતુ CSAના નિર્ણયથી આ સંભાવના પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.

આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન કોરોનાનુ સંકટ, BCCI કોરોનાથી બચવા આ પગલુ ભરી શકે છે

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉન ટેસ્ટ માટે પ્લેયીંગ ઇલેવન પસંદગી સૌથી મોટી મુશ્કેલી, નિર્ણાયક મેચમાં કોણ રમશે ઉમેશ યાદવ કે ઇશાંત શર્મા ?

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">