IND vs WI: વેસ્ટ ઇન્ડિઝના ભારત પ્રવાસ દરમિયાન કોરોનાનુ સંકટ, BCCI કોરોનાથી બચવા આ પગલુ ભરી શકે છે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે ફેબ્રુઆરી મહિનામાં 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાશે, જે 6 ફેબ્રુઆરીએ અમદાવાદથી શરૂ થશે.
હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. જેની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ આગામી મંગળવાર થી કેપટાઉન (Cape Town Test) માં શરુ થશે. જે બાદ બંને દેશો વચ્ચે વન ડે સિરીઝ રમાશે. ભારતીય ટીમ (Team India) વન જે સિરીઝ બાદ સ્વદેશ પરત ફરશે. ભારતીય ટીમ પરત પહોંચવા સાથે જ વેસ્ટ ઇન્ડિઝ ટીમ (West Indies Cricket Team) ભારતનો પ્રવાસ ખેડનારી છે. બંને વચ્ચે વન ડે અને T20 સિરીઝ રમાનારી છે. પરંતુ તેની પર કોરોના (Covid19) નુ સંકટ વર્તાઇ રહ્યુ છે.
ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચેની ODI અને T20 શ્રેણી પર પણ કોરોના વાયરસના ચેપની અસર જોવા મળી રહી છે. આ કારણે ભારતમાં ચેપના ઝડપથી વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બંને ટીમો વચ્ચે રમાતી ODI અને T20 શ્રેણીના સ્થળોની સંખ્યામાં ઘટાડો કરી શકે છે.
કોરોના સંકટ વચ્ચે હાલમાં નિયત કાર્યક્રમ મુજબ વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1 ફેબ્રુઆરીએ ભારત આવી પહોંચનાર છે. ત્યારબાદ બંને ટીમો વચ્ચે 3 ODI અને 3 T20 મેચોની શ્રેણી રમાશે. શેડ્યૂલ મુજબ આ તમામ મેચો અલગ-અલગ શહેરોમાં રમાનારી છે. પરંતુ બોર્ડ કોરોનાની વકરતી જતી સ્થિતીનુ નિરીક્ષણ કર્યા બાદ આયોજનને ત્રણ સ્થાન સુધી ઘટાડી શકે છે.
શેડ્યૂલ મુજબના સ્થળો પર નજર
સમાચાર એજન્સી એ બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહ્યું કે, હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અસ્થિર સ્થિતિ છે અને અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને યોગ્ય સમયે નિર્ણય લઈશું. આમ હાલમાં બીસીસીઆઇ દ્વારા કોરોનાની સ્થિતી જે સ્થળો પર મેચ રમાનારી છે એ રાજ્યમાં કેવી છે. તેના આધાર પર મેચના સ્થળોને ઘટાડવા માટે નિર્ણય કરી શકે છે.
આ સ્થળો પર રમાનારી છે મેચ
બંને ટીમો વચ્ચેની મેચ 6 ફેબ્રુઆરીથી અમદાવાદમાં પ્રથમ વનડે મેચથી શરૂ થશે. આ પછી, બીજી ODI (9 ફેબ્રુઆરી) જયપુરમાં અને ત્રીજી ODI (12 ફેબ્રુઆરી) કોલકાતામાં રમાનારી. આ પછી, T20 શ્રેણીની પ્રથમ મેચ કટક (15 ફેબ્રુઆરી), બીજી મેચ વિશાખાપટ્ટનમ (18 ફેબ્રુઆરી) અને છેલ્લી T20 તિરુવનંતપુરમ (20 ફેબ્રુઆરી)માં રમાશે.