PM નરેન્દ્ર મોદીએ મિતાલી રાજને નિવૃત્તિ લીધા બાદ મોકલ્યો પત્ર, શાનદાર કરિયર માટે પાઠવી ‘શુભેચ્છા’

મહિલા ક્રિકેટમાં ભારતની સૌથી મોટી ઓળખ મિતાલી રાજે (Mithali Raj) ગયા મહિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તેની 23 વર્ષના લાંબા કરિયરનો અંત આવ્યો હતો.

PM નરેન્દ્ર મોદીએ મિતાલી રાજને નિવૃત્તિ લીધા બાદ મોકલ્યો  પત્ર, શાનદાર કરિયર માટે પાઠવી 'શુભેચ્છા'
Mithali-Raj
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 9:20 PM

ભારતીય મહિલા ક્રિકેટમાં સૌથી મોટું નામ અને સૌથી મોટી ઓળખ બનાવનાર પૂર્વ કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) રમતમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. થોડા દિવસો પહેલા મિતાલીએ આ જાહેરાત કરી હતી અને તેની જાહેરાતે ભારતીય ફેન્સને ભાવુક કરી દીધા હતા. બધાએ મિતાલીને તેના યોગદાન માટે યાદ કરી અને આભાર માન્યો. ભારતીય ફેન્સ બાદ મિતાલીનું હવે દેશના ટોપના નેતા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુભકામનાઓ આપી છે. મિતાલીએ શનિવારે પીએમ મોદી તરફથી મળેલો પત્ર શેયર કર્યો અને કહ્યું કે તે પ્રશંસાથી અભિભૂત છે.

PMના પ્રોત્સાહનથી અભિભૂત

પૂર્વ કેપ્ટન મિતાલીને શનિવારે 2 જુલાઈના રોજ એક ટ્વીટ કર્યું, જેમાં તેણે પીએમ તરફથી મળેલા પત્રની તસ્વીર પણ પોસ્ટ કરી. મિતાલીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આ સન્માન અને ગર્વની વાત છે કે જ્યારે આપણા વડાપ્રધાન તરફથી આટલું પ્રોત્સાહન મળે છે, જે મારા સિવાયના લાખો લોકો માટે આદર્શ અને પ્રેરણાસ્ત્રોત છે. ક્રિકેટમાં મારા યોગદાન માટે તેમના દ્વારા બોલવામાં આવેલા પ્રોત્સાહન ભર્યા શબ્દોથી હું અભિભૂત છું.

આ પણ વાંચો

મિતાલીએ સાથે એમ પણ લખ્યું કે હું હંમેશા તેની પ્રશંસા કરીશ. હું મારી આગળની ઈનિંગ્સ માટે ખૂબ જ પ્રોત્સાહિત છું અને ભારતીય રમતના વિકાસમાં યોગદાન આપવા માટે આપણા માનનીય વડાપ્રધાનની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે સખત મહેનત કરીશ.

PMએ મિતાલીના કર્યા વખાણ

ગયા મહિને મિતાલીએ તેની લગભગ 23 વર્ષની લાંબી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરના અંતની જાહેરાત કરી હતી. આ અવસર પર વડાપ્રધાને તેમને એક અભિનંદન પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે તમે બે દાયકાથી વધુ સમયથી ભારતીય ક્રિકેટની સેવા કરી છે. તમારી પાસે શાનદાર પ્રતિભા, દ્રઢતા અને પરિવર્તન લાવવાની ઇચ્છા છે જે વર્ષોથી બેસ્ટ પ્રદર્શન આપવા માટે જરૂરી છે. આ ઉત્સાહે માત્ર તમને જ મદદ કરી નથી, પરંતુ તેણે ઘણા ઉભરતા ખેલાડીઓને પણ મદદ કરી છે.

‘માત્ર રેકોર્ડ જ નહીં, ટ્રેન્ડ બનાવવાવાળી એથ્લેટ’

પીએમે પત્રમાં આગળ લખ્યું, “તમારા કરિયરને જોવાનો એક રસ્તો સંખ્યા દ્વારા છે. તમારી લાંબી રમતના કરિયર દરમિયાન ઘણા એવા રેકોર્ડ છે જે તમે તોડ્યા છે અને સાથે ઘણા રેકોર્ડ પણ બનાવ્યા છે. આ સિદ્ધિઓ તમારી ક્ષમતાઓ વિશે વાત કરે છે, જેમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોપના રન સ્કોરર હોવાનો સમાવેશ થાય છે.

તેણે લખ્યું, પરંતુ સાથે જ તમારી સફળતા આંકડા અને રેકોર્ડથી પર છે. તમે ટ્રેન્ડ બનાવવા વાળા એવા એથ્લેટ છો, જેમણે ઘણા રેકોર્ડ તોડ્યા છે અને તમે અન્ય લોકો માટે પ્રેરણાના શાનદાર સ્ત્રોત છો.

આવું હતું મિતાલીનું કરિયર

મિતાલીએ 232 મેચોમાં 50થી વધુની એવરેજથી 7,805 વન ડે રન ઉમેર્યા છે. તેણે 89 T20 આંતરરાષ્ટ્રીયમાં 2364 રન અને 12 ટેસ્ટમાં એક સદી અને ચાર અડધી સદી સાથે 699 રન બનાવ્યા છે. મિતાલીએ તેના કરિયરના અંતમાં વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી એક ખેલાડી. તે બીજી સૌથી વધુ રન બનાવનારી ઈંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડ્સ કરતા 1813 રન આગળ હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">