ઘાયલ સિંહની જેમ ન્યુઝીલેન્ડ પર તુટી પડ્યું પાકિસ્તાન, 100 રન પણ ના કરવા દીધા, છેલ્લી T20Iમાં મળી જીત

|

Jan 21, 2024 | 10:32 AM

પાકિસ્તાન ક્રિકેટ ટીમે, ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીની 5મી અને છેલ્લી ટી20 મેચ જીતી લીધી છે. આ સાથે પાકિસ્તાન T20I શ્રેણીમાં ક્લીન સ્વીપથી બચી ગયું. પાકિસ્તાનના નવા T20 કેપ્ટન શાહીન આફ્રિદીના નેતૃત્વમાં પાકિસ્તાનની આ પહેલી જીત છે. આ પહેલા પાકિસ્તાન શાહીનની કપ્તાનીમાં રમાયેલી ચારેય ટી20 મેચ હારી ગયું હતું.

ઘાયલ સિંહની જેમ ન્યુઝીલેન્ડ પર તુટી પડ્યું પાકિસ્તાન, 100 રન પણ ના કરવા દીધા, છેલ્લી T20Iમાં મળી જીત
Pakistan win in last 20I match

Follow us on

એવુ કહેવાય છે કે, જેનો અંત સારો એનુ બધુ સારુ. પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હવે આગળ શું થશે તે જાણી શકાયું નથી. પરંતુ, ન્યુઝીલેન્ડ સામેની તેમની ટી20 શ્રેણી કારમી હાર સાથે સમાપ્ત થઈ. પાકિસ્તાનની ટીમ છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ 42 રને જીતવામાં સફળ રહી છે. આ સાથે, 5 T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં તેનો ક્લીન સ્વીપ થવાથી બચી ગઈ છે. તો પાકિસ્તાનના નવા T20 કેપ્ટન શાહીન આફ્રિદીની જીતનું પણ ખાતું ખુલ્યું છે. તમને જણાવી દઈએ કે શાહીન શાહ આફ્રિદીની ટી20 કેપ્ટનશીપમાં પાકિસ્તાનની આ પહેલી જીત છે.

શાહીન આફ્રિદીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 શ્રેણીમાંથી પાકિસ્તાની ટીમની બાગડોર સંભાળી હતી. મતલબ કે, આ શ્રેણી તેની T20 કેપ્ટનશિપની આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ હતી. શાહીન આફ્રિદી એન્ડ કંપનીને 5 T20 મેચની શ્રેણીની પ્રથમ 4 મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તે શ્રેણીની 5મી અને છેલ્લી મેચ જીતવામાં સફળ રહ્યાં.

પિચ સરખી પણ પરિણામ અલગ

ટી20 મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. આ પહેલા બંને ટીમો વચ્ચે ચોથી T20 મેચ પણ અહીં ક્રાઈસ્ટચર્ચમાં અને એ જ પીચ પર રમાઈ હતી જે આજે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે ચોથી T20 ઈન્ટરનેશનલ મેચ જીતી હતી. પરંતુ, 5મી T20 મેચમાં પાકિસ્તાની બોલરોએ ન્યૂઝીલેન્ડ પર પોતાની પકડ મજબૂત કરી હતી.

શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?
કરીના લાગી કિલર, જન્મદિવસ પર બેબોએ શેર કરી ગ્લેમરસ તસવીરો
સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?

પાકિસ્તાનની નવી ઓપનિંગ જોડી પણ નિષ્ફળ રહી

મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઓપનિંગ જોડીમાં ફેરફાર થયો હતો કારણ કે હસીબુલ્લા ખાને રિઝવાન સાથે અયુબની જગ્યાએ ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ નવી ઓપનિંગ જોડીનો પણ પાકિસ્તાનને કોઈ ફાયદો થયો નહીં. હસીબુલ્લા ખાન પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો.

પાકિસ્તાનનો સ્કોર- 134/8 (20 ઓવર)

આ પછી રિઝવાનને બાબરનો સારો ટેકો મળ્યો. પરંતુ આ જોડી પણ સ્કોર બોર્ડને ગતિ આપવામાં અસફળ જણાઈ હતી. જ્યારે રિઝવાને 38 બોલમાં માત્ર 38 રન બનાવ્યા હતા, જ્યારે બાબર આઝમ બે જીવનદાન મેળવ્યા બાદ પણ 13 રનના સ્કોરથી આગળ વધી શક્યો નહોતો. આ બંને બાદ ફખર ઝમાને 16 બોલમાં 33 રન બનાવ્યા, જેના કારણે પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 134 રન બનાવી શકી.

ન્યુઝીલેન્ડ 100 રન પણ ના બનાવી શક્યું

હવે ન્યુઝીલેન્ડ સામે 135 રનનો ટાર્ગેટ હતો, જે તેની તાકાતને જોતા આસાન જણાતું હતું. પરંતુ, આ વખતે પાકિસ્તાની બોલરોએ કિવિઝ માટે આસાન લાગતી વસ્તુને સરળ રહેવા દીધી નહોતી. પાકિસ્તાને મેચમાં 5 બોલરોને અજમાવ્યા અને બધાએ કિવી ટીમ પર પોતાની પકડ એટલી મજબૂત કરી દીધી કે તેઓ 100 રન પણ બનાવી શક્યા નહીં. તે માત્ર 17.2 ઓવરમાં 92 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું.

પાકિસ્તાની બોલરોએ મચાવ્યો તરખાટ

પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 3.2 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ નવાઝે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. ઇફ્તિખાર અહેમદ બેટિંગમાં નિષ્ફળ રહ્યો હતો પરંતુ તે આ મેચમાં બોલીગથી સૌથી સફળ રહ્યો હતો, તેણે 4 ઓવરમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.

 

Next Article