AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલીથી તુલના નહીં, હજુ તો ક્યાંય દૂર છે બાબર આઝમ, પાકિસ્તાની કેપ્ટનનુ સ્થાન પૂર્વ ઓલરાઉન્ડરે બતાવ્યુ

ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનો દુનિયાભરમાં દબદબો છે. બાબર આઝમ પણ વર્તમાન સમયમાં શ્રેષ્ઠ બેટરોની યાદીમાં સામેલ છે. બાબર આઝમની તુલના અનેકવાર વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. જોકે હવે પાકિલ્તાનના પૂર્વ ખેલાડીએ બાબર પર સવાલ કરી દીધા છે. તેણે કહ્યુ કે, હજુ તે પૂર્વ ભારતીય સુકાનીના તુલનાએ નથી.

વિરાટ કોહલીથી તુલના નહીં, હજુ તો ક્યાંય દૂર છે બાબર આઝમ, પાકિસ્તાની કેપ્ટનનુ સ્થાન પૂર્વ ઓલરાઉન્ડરે બતાવ્યુ
Babar Azam ની તુલના Virat Kohli સાથે નહીં
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 5:17 PM
Share

બાબર આઝમની ટીમ PSL2023 માં ફાઈનલની સફર કરી શકી નહોતી. હાલમાં પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમનુ પ્રદર્શન નબળુ રહ્યાની ચર્ચાઓ ખૂબ છે. ગત T20 વિશ્વકપમાં લીગ તબક્કામાં મુશ્કેલીઓ પાકિસ્તાની અનુભવતા આગળની સફર કિસ્મતે થઈ શકી હતી. બાબર આઝમની તુલના આ દરમિયાન અનેકવાર વિરાટ કોહલી સાથે કરવામાં આવે છે. કેટલાકને એમ પણ છે કે, વિરાટ કોહલીએ જે મુકામ હાંસલ કર્યુ છે ક્રિકેટમાં ત્યાં સુધી બાબર આઝમ પહોંચી શકશે. જોકે આ દરમિયાન પાકિસ્તાનથી જ એક નિવેદન સામે આવ્યુ છે કે, હજુ બાબર આઝમ વિરાટ કોહલીની આસપાસમાં પણ ક્યાંય નથી. તેણે કહ્યુ હતુ કે, વિરાટ કોહલી એક શાનદાર ખેલાડી છે અને તેના નજીક પહોંચવુ પણ બાબર માટે હજુ ઘણું દૂર છે.

આ દરમિયાન હવે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી અબ્દુલ રજ્જાકે આ નિવેદન આપ્યુ છે કે, બાબર કોહલી કરતા ઘણો દૂર છે. તેણે વિરાટ કોહલીને એક શાનદાર ખેલાડી સ્વિકાર્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની આગેવાનીમાં ટીમે કેટલાક ચડાવ ઉતાર જોયા છે. જોકે હજુ એવી સફળતા ટીમને બાબર નથી આપી શકયો કે બાબરને યશ પ્રાપ્ત થઈ શકે. પાકિસ્તાને ઘર આંગણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ અને વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડમાં વર્ષની શરુઆતે હાર મેળવવી પડી હતી. ઈંગ્લેન્ડે ત્રણેય ટેસ્ટમાં પાકિસ્તાનને હાર આપીને ક્લીન સ્વિપ કર્યુ હતુ.

ફિટનેસમાં કોણ છે આગળ?

પૂર્વ ઓલરાઉન્ડર રજ્જાકે એક અંગ્રેજી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુ મુજબ તેણે બંનેને લઈ કેટલીક વાતો કહી હતી. જેમાં તેણે બાબર અને વિરાટ કોહલી બંને શાનદાર ખેલાડી હોવાનુ બતાવ્યુ હતુ. જોકે ફિટનેસના મામલામાં બાબર આઝમ વિરાટ કોહલીની બરાબરી પર નહીં હોવાનુ બતાવ્યુ હતુ. રજ્જાકે કહ્યુ હતુ કે, વિરાટ કોહલી એક શાનદાર ખેલાડી છે અને તે પોતાની ટીમને સાથે લઈને ચાલે છે. તે સકારાત્મક રહે છે.

રજ્જાકે આગળ કહ્યુ હતુ કે, વિરાટમાં મુખ્ય વાત એ છે કે, તેની ફિટનેસ વર્લ્ડ ક્લાસ છે. જ્યારે બાબરની ફિટનેસ વિરાટ જેવી નથી. આમ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબરે પોતાની ફિટનેસ પર કામ કરવાની જરુર છે.

બંને પોતાની ટીમ માટે શાનદાર-રજ્જાક

આ બંને ખેલાડીઓ પોતપોતાની ટીમ માટે મહત્વપૂર્ણ છે અને તેમની સરખામણી કરવી યોગ્ય નથી. રઝાકે કહ્યું કે બાબર રમતના ત્રણેય ફોર્મેટમાં સતત સ્કોર કરી રહ્યો છે. તેણે કહ્યું કે દરેક દેશમાં વિરાટ અને બાબર જેવા ખેલાડીઓ છે, તેથી આપણે તેમની સરખામણી કરવાની જરૂર નથી. તેણે કહ્યું કે આ કપિલ દેવ અને ઈમરાન ખાન વચ્ચે કોણ સારું છે તે પૂછવા સમાન છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">