ફિટનેસની ટ્રેનિંગમાં ખેલાડીઓએ બેટ અને બોલ છોડી બંદૂક હાથમાં લીધી, જુઓ વીડિયો
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓ હાલમાં સૈનાની સાથે ફિટનેસ પર કામ કરી રહ્યા છે. આ ટ્રેનિંગ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટરો સેના પાસેથી બંદૂક ચલાવવાની પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આઈસીસી ટી20 વર્લ્ડકપ 2024 પહેલા પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડી પોતાની ફિટનેસને લઈ સેનાની મદદ લઈ રહ્યા છે. ફિટનેસ ટ્રેનિંગ માટે સેના કેમ્પમાં ગયેલા પાકિસ્તાની ક્રિકેટરોએ બેટ અને બોલ છોડી બંદૂક હાથમાં લીધી છે. આ ટ્રેનિંગમાં પાકિસ્તાની ક્રિકેટરો અલગ અલગ એક્ટિવિટી કરતા જોવા મળી રહ્યા છે. ખેલાડીઓના આ ટ્રેનિંગના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વધુ એક વીડિયો સામે આવ્યો છે.
સેના પાસેથી બંદૂક ચલાવવાની ટ્રેનિંગ લીધી
વીડિયોમાં જોવા મળ્યુ કે પાકિસ્તાની ક્રિકેટર ફખર જમા સેના પાસેથી બંદૂક ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યો છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા પર લોકો અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગત્ત મહિને નિર્ણય લીધો હતો કે, ટીમ વિરુદ્ધ પોતાની ફિટનેસને વધુ સારી બનાવવા માટે સેના પાસેથી ટ્રેનિંગ લે. આ ટ્રેનિંગમાં સેના સાથે જોડાયેલી તમમા ડ્રીલ, રોક, ક્લાઈબિંગ અને રનિંગ જેવી એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, વિશ્વ ક્રિકેટમાં પાકિસ્તાનના ખેલાડીઓ સૌથી અનફિટ માનવામાં આવે છે. અનેક વખત તેના ફિટનેસની પણ મજાક બની ચુકી છે.
View this post on Instagram
બંદૂક ચલાવવાનો તેમજ ટ્રેનિંગનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાની ક્રિકેટરના હાથમાં ઈંટો છે અને પહાડો પર ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ વાયરલ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની પહેલી ટક્કર ભારત સામે
આઈસીસી ટી 20 વર્લ્ડકપ માટે સેના પાસેથી ટ્રેનિંગ લઈ રહેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમની પહેલી ટક્કર ભારતીય ટીમ સામે છે. ટૂર્નામેન્ટની શરુઆત 1 જૂનથી થઈ રહી છે. જેનું આયોજન વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં સંયુક્ત રુપે કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
ભારત અને પાકિસ્તાનની ટક્કર 9 જૂનના રોજ છે.
આ પણ વાંચો : IPL 2024 : કે એલ રાહુલે જીતનો શ્રેય કોને આપ્યો ? LSG ડ્રેસિંગ રૂમનો Video જુઓ
