The Hundred: એશિયા કપ માટે પસંદ કરાયેલા પાકિસ્તાની બોલરની પિટાઈ, 10 બોલમાં 26 રન ફટકાર્યા

એશિયા કપ માટે ટીમમાં પસંદગી થયાના થોડા કલાકો બાદ જ રમાયેલી મેચમાં પાકિસ્તાની બોલરે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનનો સામનો કર્યો હતો. ધ હન્ડ્રેડની આ અથડામણમાં પાકિસ્તાની બોલરનો ખરાબ રીતે પરાજય થયો હતો.

The Hundred: એશિયા કપ માટે પસંદ કરાયેલા પાકિસ્તાની બોલરની પિટાઈ, 10 બોલમાં 26 રન ફટકાર્યા
Usama Mir
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 10:37 AM

એશિયા કપ (Asia Cup 2023) માટે ટીમમાં પાકિસ્તાની બોલરની પસંદગીની ઉજવણી યોગ્ય રીતે શરૂ પણ નહોતી થઈ કે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનને તેના હોશ ઉડાવી દીધા હતા. પરિણામ એ આવ્યું કે તે પો  તાની ટીમની હારમાં સૌથી મોટો વિલન બની ગયો કારણ કે તેણે તેના સાથી બોલરોની સરખામણીમાં સૌથી વધુ રન આપ્યા હતા.

પાકિસ્તાની બોલરે 10 બોલમાં 26 રન આપ્યા

9મી ઓગસ્ટે ધ હન્ડ્રેડમાં રમાયેલી ઓવલ ઈન્વિન્સીબલ્સ અને માન્ચેસ્ટર ઓરિજિનલ વચ્ચેની મેચમાં દક્ષિણ આફ્રિકાના વિકેટ કીપર બેટ્સમેન હેનરિક ક્લાસને એવી વિસ્ફોટક બેટિંગ કરી કે તેણે માત્ર 27 બોલમાં જ ધૂમ મચાવી દીધી હતી. માન્ચેસ્ટર ઓરિજિનલનો જે પણ બોલર તેની સામે આવ્યો, તેને ક્લાસેને ફટકાર્યો હતો. અને આ બોલરોમાંથી એક ઉસામા મીર હતો, જેને આ મેચના થોડા કલાકો પહેલા જ એશિયા કપ માટે પાકિસ્તાનની ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એશિયા કપ માટે પાકિસ્તાન ટીમમાં પસંદગી

27 વર્ષીય મીર પાકિસ્તાનનો સ્પિનર ​​છે. બોલિંગની સાથે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરવા માટે તે જાણીતો છે. પરંતુ ધ હન્ડ્રેડમાં, ઓવલ ઈન્વિન્સીબલ સામે, ન તો તે બોલથી કોઈ કમાલ કરી શક્યો કરી શક્યો ન તો બેટથી. જો કે, તેની છેલ્લી મેચમાં તેણે માન્ચેસ્ટર ઓરિજિનલ્સની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ, એશિયા કપ માટે પાકિસ્તાની ટીમમાં તેની પસંદગી થતાં જ તેના પ્રદર્શનનો ગ્રાફ નીચે આવી ગયો હતો.

પાકિસ્તાની બોલર ટીમને ભારે પડ્યો

પાકિસ્તાની સ્પિનરે ઓવલ ઈન્વિન્સીબલ સામે માત્ર 10 બોલ ફેંક્યા અને પ્રતિ બોલ 2.60 રનના દરે 26 રન આપ્યા હતા. 10માંથી તેના 4 બોલમાં બાઉન્ડ્રી આવી જેમાં 2 ફોર અને 2 સિક્સર સામેલ હતી. વધુમાં તેને એક પણ વિકેટ ના મળી.

હેનરિક ક્લાસેને બોલરોની કરી પિટાઈ

પાકિસ્તાની બોલરને હંફાવવામાં હેનરિક ક્લાસેનની ભૂમિકા મહત્વની હતી, જેણે તેની ટીમ ઓવલ ઈન્વિન્સીબલ માટે વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે માત્ર 27 બોલમાં 222.22ની સ્ટ્રાઈક રેટથી 6 સિક્સર વડે 60 રન બનાવ્યા હતા. આ શાનદાર ઇનિંગ્સનું પરિણામ એ આવ્યું કે ઓવલ ઇન્વિન્સીબલે 100 બોલમાં 5 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા.

બોલિંગ બાદ બેટિંગમાં પણ નિષ્ફળ રહ્યો

માન્ચેસ્ટર ઓરિજિનલ્સને મેચ જીતવા માટે 190 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો, જેની સામે આખી ટીમ માત્ર 82 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 94 રનથી મેચ હારી ગઈ હતી. રનચેઝમાં પણ ઉસામા મીર ફ્લોપ રહ્યો હતો અને માત્ર 1 રન બનાવી શક્યો હતો.

આ પણ વાંચોઃ IND vs PAK: 14 તારીખે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ, જાણો શું પરિણામ આવ્યું?

પાકિસ્તાન માટે મીરનું પ્રદર્શન

ઉસામા મીરે આ વર્ષે પાકિસ્તાન માટે વનડે ડેબ્યુ કર્યું છે. પરંતુ, માત્ર 6 ODI રમીને તેણે પાકિસ્તાની ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ 6 વનડેમાં તેણે 10 વિકેટ પોતાના નામે કરી છે. આ દરમિયાન તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 43 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. મીર હજુ સુધી પાકિસ્તાન માટે ટેસ્ટ અને T20 રમ્યો નથી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">