IND vs PAK: 14 તારીખે જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ, જાણો શું પરિણામ આવ્યું?
વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ 15 ઓક્ટોબરે રમાવાની હતી, પરંતુ ત્યાર બાદ શિડ્યુલમાં ફેરફાર કરીને આ હાઈવોલ્ટેજ મેચની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બંને વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે.
ભારત (India) અને પાકિસ્તાન (Pakistan)ની ટીમો હવે 14 ઓક્ટોબરે વર્લ્ડ કપ 2023માં ટકરાશે. અગાઉ બંને વચ્ચેની આ મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાવાની હતી, પરંતુ ICCએ તેની તારીખ બદલી નાખી છે. હવે વર્લ્ડ કપ (World Cup 2023)ની આ હાઈવોલ્ટેજ મેચ 24 કલાક પહેલા રમાશે. ક્રિકેટના ઈતિહાસમાં આવું પાંચમી વખત બનશે, જ્યારે 14મીએ બંને વચ્ચે ODI મેચ રમાશે.
પાંચમી વખત 14મીએ ભારત-પાકિસ્તાનની થશે ટક્કર
આ પહેલા 14મીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 મેચ રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા 2 વખત અને પાકિસ્તાન 2 વખત જીત્યું હતું. ODI ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 132 મેચ રમાઈ હતી, જેમાં ભારતે 55 મેચ જીતી હતી, જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી હતી. 4 મેચનું પરિણામ આવ્યું નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી 132 ODIમાંથી 4 મેચ 14 તારીખે રમાઈ હતી.
Nine fixtures have been rescheduled for #CWC23.
Details 👇
— ICC Cricket World Cup (@cricketworldcup) August 9, 2023
હેડ ટુ હેડ પરિણામ
ભારત અને પાકિસ્તાન વચ્ચે 14મીએ પ્રથમ મેચ વર્ષ 1997માં રમાઈ હતી. 14 સપ્ટેમ્બર 1997ના રોજ, ભારતે ટોરોન્ટોમાં પાકિસ્તાન સામે 7 વિકેટથી જીત નોંધાવી હતી. આ પછી પાકિસ્તાને 14 ડિસેમ્બર 1997ના રોજ શારજાહમાં 4 વિકેટથી જીત મેળવીને ભારતથી અગાઉની હારનો હિસાબ સરભર કર્યો હતો. શારજાહમાં જીતના એક મહિના પછી એટલે કે 14 જાન્યુઆરી, 1998ના રોજ ભારતે ઢાકામાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. શારજાહની જીતના વર્ષો બાદ 14મી જૂન 2008ના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે મીરપુરમાં ટકરાઈ હતી જેમાં પાકિસ્તાનનો 25 રનથી વિજય થયો હતો.
આ પણ વાંચોઃ Asia Cup 2023: પાકિસ્તાને વાઈસ કેપ્ટનને ટીમમાંથી હટાવી 9ની એવરેજ ધરાવતા બેટ્સમેનની કરી પસંદગી
Updated fixtures have been revealed for CWC23 👀
Details 👉 https://t.co/R1r9DaCQWC pic.twitter.com/Oj3bECcNhI
— ICC Cricket World Cup (@cricketworldcup) August 9, 2023
વિચિત્ર સંયોગ
14 જૂન 2008 બાદ હવે 14 ઓક્ટોબર 2023એ ફરી એકવાર હાઈવોલ્ટેજ મેચ રમાશે. આ તારીખે રમાયેલ મેચ સાથે એક વિચિત્ર સંયોગ બને છે. બંને દેશો વચ્ચેની 14મી તારીખની છેલ્લી ચાર મેચોમાં પ્રથમ મેચ ભારત જીત્યું હતું તો બીજી મેચ પાકિસ્તાને જીતી છે. જ્યારે ત્રીજી મેચ ભારતે જીતી હતી અને ચોથી મેચ ફરી પાકિસ્તાન જીત્યું હતું. આવા સંજોગમાં 14મી તારીખે પાંચમી વખતની ટક્કરમાં આ વખતે ટીમ ઈન્ડિયાની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.