AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: એશિયા કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડીની બાદબાકી

પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ-ઉલ-હકે એશિયા કપ અને અફઘાનિસ્તાન સામેની 3 ODI મેચની શ્રેણી માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરી હતી. ટીમની કપ્તાની સ્ટાર બેટ્સમેન બાબર આઝમ કરશે.

Asia Cup 2023: એશિયા કપ 2023 માટે પાકિસ્તાન ટીમની જાહેરાત, સ્ટાર ખેલાડીની બાદબાકી
Pakistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 8:40 AM
Share

એશિયા કપ (Asia Cup 2023) માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બાબર આઝમ (Babar Azam)ના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ મેદાનમાં ઉતરશે. શાદાબ ખાનને વાઈસ કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને એશિયા કપ અને અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં એક મોટું નામ નથી. પાકિસ્તાને પોતાના સ્ટાર ખેલાડી શાન મસૂદને પડતો મુક્યો છે. પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ-ઉલ-હકે બુધવારે ટીમની જાહેરાત કરી હતી.

પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયા સામે ટકરાશે

પાકિસ્તાનની 18 સભ્યોની ટીમ 22થી 26 ઓગસ્ટ દરમિયાન શ્રીલંકામાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. આ પછી, સઈદ શકીલને આ ટીમમાંથી બહાર કરવામાં આવશે અને 17 સભ્યોની ટીમ એશિયા કપમાં રમશે. પાકિસ્તાનની ટીમ 30 ઓગસ્ટે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં નેપાળ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી શ્રીલંકા 2 સપ્ટેમ્બરે ભારત સામે મેદાનમાં ઉતરશે.

ફહીમ અશરફનું 2 વર્ષ બાદ ODI ટીમમાં કમબેક

પાકિસ્તાનની 18 સભ્યોની ટીમમાં ફહીમ અશરફનું નામ ખૂબ જ ચોંકાવનારું હતું, જે લગભગ 2 વર્ષ બાદ ODI ટીમમાં પરત ફર્યા છે. ઝડપી બોલર બોલિંગ ઓલરાઉન્ડર તરીકે તેનું આગમન ટીમને ફાયદો કરાવી શકે છે. ફહીમે પાકિસ્તાન માટે છેલ્લી વનડે 2021માં ઈંગ્લેન્ડ સામે રમી હતી.

શાન મસૂદ ટીમથી બહાર

જે ખેલાડીએ પાકિસ્તાન ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેને એશિયા કપની ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે 5 વનડે શ્રેણીમાં 4 મેચ રમી હતી. તે ચારેય મેચમાં ફ્લોપ રહ્યો હતો. તેણે 0,1, 44, 7 રન બનાવ્યા. તેણે એશિયા કપમાંથી બહાર થઈને એક શ્રેણીમાં ખરાબ પ્રદર્શનની ખોટ ચુકવવી પડી હતી.

આ પણ વાંચોઃ પૃથ્વી શોની ઈંગ્લેન્ડમાં ફટકાબાજી, 129 બોલમાં ફટકારી બેવડી સદી, જુઓ Video

પાકિસ્તાનની ટીમઃ

બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ હક, સલમાન અલી, ઇફ્તિખાર અહેમદ, તૈબ તાહિર, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસ્માન મીર, ફહીમ અશરફ, મોહમ્મદ વસીમ , નસીમ શાહ, શાહિદ આફ્રિદી, હરિસ રઉફ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
g clip-path="url(#clip0_868_265)">