Asia Cup Scenario : શ્રીલંકાને હરાવ્યા પછી પણ પાકિસ્તાન ફાઇનલની રેસમાંથી બહાર થશે, જાણો કઈ રીતે
Asia Cup 2025 : એશિયા કપ 2025માં હવે ખુબ જ રોમાંચક મેચ જોવા મળી રહી છે. 28 સપ્ટેમ્બરના રોજ રમાનારી ફાઈનલ મેચ પહેલા હવે માત્ર 3 મેચ બાકી રહી છે, આ દરમિયાન શ્રીલંકા સામે જીત મેળવ્યા બાદ પાકિસ્તાન ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. આ માટે બાંગ્લાદેશે સારું પ્રદર્શન કરવું પડશે.

એશિયા કપ 2025ની લીગ મેચમાં શ્રીલંકાની ટીમે શાનદાર પ્રદર્શન કરી પોતાની તમામ મેચ જીતી હતી પરંતુ સુપર-4માં આવતાની સાથે તેને ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો વારો આવ્યો છે. હવે શ્રીલંકાને ફાઈનલમાં પહોંચવા માટે અન્ય ટીમના રિઝલ્ટ પર નિર્ભર રહેવું પડશે. આ દરમિયાન શ્રીલંકા સામે જીત મેળવ્યા બાદ પણ પાકિસ્તાનની ટીમ ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. આ માટે સુપર-4ની ચોથી ટીમ બાંગ્લાદેશને મોટા ઉલટફેર કરવાનો રહેશે.
ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર
એશિયા કપ 2025 પોતાના છેલ્લા પડાવ પર છે. સુપર-4માં હવે માત્ર 3 મેચ બાકી છે. આ દરમિયાન ફાઈનલની રેસ હજુ પણ ખુલી શકે છે. ભારત અને બાંગ્લાદેશે સુપર-4માં પોતાના અભિયાનની શરુઆત કરવાની સાથે જીત મેળવી છે. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાને શ્રીલંકાને 5 વિકેટથી હરાવી ફાઈનલની રેસમાં આગળ જવાની આશા જગાવી છે. આ પરિણામે ટૂર્નામેન્ટના ખિતાબી મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની આશા રાખી છે. જ્યારે શ્રીલંકા સતત 2 મેચ હારી આ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ શકે છે.
શું છે પોઈન્ટ ટેબલનો હાલ?
શ્રીલંકા સામે જીત સાથે પાકિસ્તાન સુપર ફોર પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે, બે પોઈન્ટ સાથે ભારત અને બાંગ્લાદેશની બરાબરી કરી છે, પરંતુ નેટ રન રેટની દ્રષ્ટિએ બાંગ્લાદેશથી આગળ છે. ટીમ ઈન્ડિયા +0.689 સાથે આગળ છે, પાકિસ્તાન +0.226 સાથે બીજા સ્થાને છે, અને બાંગ્લાદેશ +0.121 સાથે ત્રીજા સ્થાને સરકી ગયું છે. શ્રીલંકા, તેની બે મેચમાંથી એક પણ જીતવામાં નિષ્ફળ ગયું હોવાથી બહાર થવાની આરે છે.
શું છે ફાઈનલના સમીકરણો?
સુપર-4માં ચોથી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. જો ટીમ ઈન્ડિયા આ મેચમાં બાંગ્લાદેશને હરાવી દે છે. તો શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. ભારત ફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લેશે. આ સ્થિતિમાં 25 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ લગભગ સેમીફાઈનલ જેવી હશે. જે ટીમ જીતશે તે સીધી ફાઈનલમાં પહોંચશે.
બીજી બાજુ જો બાંગ્લાદેશ ભારતને હરાવી દે છે. તો સુપર-4ની રેસ ચાલુ રહેશે. આ દરમિયાન પાકિસ્તાન અને ભારતને ક્વોલિફિકેશન પાક્કું કરવા માટે પોતાની છેલ્લી મેચમાં જીતવાની જરુર છે. જ્યારે બાંગ્લાદેશ ચાર પોઈન્ટ સાથે ટોપ સ્થાન પર રહેશે. આ દરમિયાન શ્રીલંકાની આશા જીવતી રહેશે. શ્રીલંકાએ પોતાની છેલ્લી મેચમાં ભારત વિરુદ્ધ રમવાની છે.
