પાકિસ્તાનની ટીમ જુલાઈમાં નેધરલેન્ડનો પ્રવાસ ખેડશે
પાકિસ્તાન ટીમને હજુ જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકામાં 2 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે.
પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket Team) ટીમ ત્રણ વન-ડે મેચ રમવા માટે જુલાઈમાં નેધરલેન્ડ (Netherlands Cricket) ના પ્રવાસે જશે. આ અંગેની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે 2 વર્ષ પહેલા વનડે શ્રેણી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. જો કે બંને ટીમોના બોર્ડ આ પ્રવાસ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં તારીખોની જાહેરાત કરવામાં આવશે. પાકિસ્તાની મીડિયા વેબસાઈટ જિયો ન્યૂઝે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પાકિસ્તાન ટીમને જુલાઈ-ઓગસ્ટમાં શ્રીલંકામાં 2 ટેસ્ટ અને 3 વન-ડે મેચોની શ્રેણી રમવાની છે. ટીમ 27 ઓગસ્ટથી શ્રીલંકા (Sri Lanka) માં યોજાનાર એશિયા કપ 2022 (Asia Cup 2022) માં ભાગ લેશે.
સૂત્રોએ એમ પણ કહ્યું છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન (Afghanistan Cricket Board) બોર્ડ બંને ટીમો વચ્ચે 3 વનડે મેચો માટે વાટાઘાટ કરી રહ્યા છે, જે પછીથી યોજાનાર છે.
નેધરલેન્ડના પ્રવાસને લઇને હજુ સત્તાવાર જાહેરાત બાકી
જોકે પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket) ના નેધરલેન્ડ પ્રવાસને લઇને મળી રહેલ સમાચાર પર બંને ક્રિકેટ બોર્ડ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. નેધરલેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની હોમ સિરીઝ રમવામાં વ્યસ્ત છે. ટેસ્ટ અને વનડે સિરીઝ પૂરી થઈ ગઈ છે અને ટી20 મેચ બાકી છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અન્ય પ્રવાસો અને શ્રેણી વિશે પછીથી પ્રતિક્રિયા આપી શકે છે.
ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામેની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મેચમાં શ્રેણી જીતી હતી. આ પછી પાકિસ્તાને ODI શ્રેણી જીતી અને મુલાકાતી ટીમને 2-1થી હરાવ્યું. હવે માત્ર T20 મેચ રમવાની બાકી છે. આ મેચને લઈને બંને ટીમોની નજર રહેશે. પાકિસ્તાનમાં અત્યાર સુધી સપાટ વિકેટો જોવા મળી છે. બોલરોને બહુ મદદ મળી ન હતી.
આ પણ વાંચો : IPL 2022: KKR ના મુખ્ય કોચ મેક્કુલમે આ ગુજરાતી ખેલાડીના કર્યા ભરપેટ વખાણ, ધોની સાથે કરી સરખામણી