PAK vs AUS: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર બગડ્યો શોએબ અખ્તર, કહ્યું ઓસ્ટ્રેલિયાને થકાવવાનું નહીં પણ હરાવવાનું હતું
PAKvAUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. જેમાં શ્રેણીની પ્રથમ બે મેચ ડ્રો રહી હતી.
મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) અને બાબર આઝમ (Babar Azam) ની શાનદાર ઇનિંગ્સના આધારે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા સામેની કરાચી ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહી હતી. ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પણ ડ્રો રહી હતી. બાબરની 196 રનની ઇનિંગના કારણે પાકિસ્તાન બીજી ઇનિંગમાં 400 રનનો સ્કોર પાર કરી શક્યું હતું. પાકિસ્તાની ચાહકો સોશિયલ મીડિયા પર ટીમના જોરદાર વખાણ કરી રહ્યા છે. તો બીજી તરફ ટીમનો સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તર (Shoaib Akhtar) પણ પોતાની ટીમના પ્રદર્શનથી ખુશ છે પરંતુ તેણે મેચની પિચને લઈને PCB પર સવાલો ઉઠાવ્યા છે.
બીજી ટેસ્ટ મેચમાં બંને ટીમોએ જોરદાર સ્કોર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 556 રન બનાવ્યા હતા. તે જ સમયે, પાકિસ્તાને બીજી ઇનિંગમાં 443 રન બનાવ્યા હતા. શોએબનું માનવું છે કે પીસીબીએ એવી પિચ બનાવી જેના પર ઘણા રન બનાવ્યા પરંતુ પરિણામ આવ્યું નહીં. અખ્તરના મતે ટીમ ડ્રો કરતાં હારતી તો સારું હતું. ઓછામાં ઓછું તેઓ આમાંથી કંઈક શીખ્યા હોત.
પિચને લઇને અખ્તરે પાકિસ્તાન બોર્ડની આલોચના કરી
શોએબ અખ્તરે પોતાની યુટ્યુબ ચેનલ પર ટીમની હાર બાદ વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીકાનો સામનો કરવો પડશે. રાવલપિંડી એક્સપ્રેસના નામથી પ્રખ્યાત આ બોલરે કહ્યું, ‘તમે એટલી થાકેલી વિકેટ બનાવી છે કે તેને જોઈને કોઈપણ નિંદર આવી શકે છે. આ એક ઐતિહાસિક સીરિઝ છે. તો આટલી થાકેલી પીચ બનાવીને તમે શું સાબિત કરવા માંગતા હતા? તમારી પાસે શાહીન આફ્રિદી જેવા ફાસ્ટ બોલર છે, તો પછી તમારા વિચારો શું છે. તે મારા સમયે પણ થતું હતું.’
End of an amazing Test Match. What a fighting performance by Pakistan. This is what creates fans of the game.
Full video: https://t.co/Q2QSPqOD5t pic.twitter.com/a73YLMt26f
— Shoaib Akhtar (@shoaib100mph) March 16, 2022
તેણે વધુમાં કહ્યું, ‘ત્રીજી ટેસ્ટ માટે એવી પીચ બનાવવાની જરૂર છે જે પરિણામ આપે, ભલે આપણે હારીએ. જો તમે હારી જાઓ તો શું થશે? આપણે કંઈક શીખીશું, ઓછામાં ઓછું કંઈક યોગ્ય તો કરીશું. તમે 500 રન બનાવી રહ્યા છો. જેવી પીચ ભારતના પ્રવાસ દરમિયાન બનાવવામાં આવતી હતી. તે લોકો આવતા હતા અને 500-500 રન લેતા હતા. સેહવાગ એકલો 300 રન બનાવતો હતો. હું બેટ્સમેન પાસેથી તેમના માટે શ્રેય લેવા નથી માંગતો પરંતુ તમે બોલરો માટે પણ કઇક કરો.”
બાબર આઝમની ઇનિંગના વખાણ કર્યા
તેણે 196 રનની ઇનિંગ રમનાર બાબર આઝમની પ્રશંસા કરી હતી. શોએબે કહ્યું, ‘બાબરે શાનદાર રમત બતાવી. એ પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન છે. તેને જોઈને બાળકો ક્રિકેટ રમવા લાગશે. મને દુઃખ છે કે તે બેવડી સદી ફટકારી શક્યો નથી. જો કે તે કંઈક એવું કરી રહ્યો છે કે જેથી આવનારા સમયમાં દેશને ઘણા નવા ખેલાડીઓ મળશે.”
આ પણ વાંચો : Pak vs Aus: મોહમ્મદ રિઝવાને સદી ફટકારીને મેળવી સિદ્ધી, હવે એડમ ગિલક્રિસ્ટ સાથે જોડાયેલું નામ
આ પણ વાંચો : PAK vs AUS : બાબર આઝમે ચોથી ઇનિંગમાં ફટકારી સદી, 2 વર્ષ બાદ ફટકારી ટેસ્ટ સદી