Pak vs Aus: મોહમ્મદ રિઝવાને સદી ફટકારીને મેળવી સિદ્ધી, હવે એડમ ગિલક્રિસ્ટ સાથે જોડાયેલું નામ

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 506 રનનો પડકાર આપ્યો હતો અને સુકાની બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની સદીની મદદથી યજમાન ટીમે મેચ ડ્રો કરી હતી.

Pak vs Aus: મોહમ્મદ રિઝવાને સદી ફટકારીને મેળવી સિદ્ધી, હવે એડમ ગિલક્રિસ્ટ સાથે જોડાયેલું નામ
Mohammed Rizwan (PC: TV9)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 12:00 AM

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team)એ પોતાની શાનદાર બેટિંગના આધારે ઓસ્ટ્રેલિયા (Cricket Australia) સામે કરાચીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચ ડ્રો કરી હતી. મહેમાન ટીમે પાકિસ્તાન સામે 506 રનનો પડકાર આપ્યો હતો. પાકિસ્તાને પ્રથમ દાવમાં જે રીતે બેટિંગ કરી તે જોઈને લાગતું હતું કે ઓસ્ટ્રેલિયા આ મેચ જીતી જશે. પરંતુ સુકાની બાબર આઝમ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને (Mohammed Rizwan) સદી ફટકારીને મેચ ડ્રો કરી હતી. પાકિસ્તાને બુધવારે મેચના પાંચમા અને છેલ્લા દિવસે 7 વિકેટે 443 રન બનાવ્યા હતા. બાબર બેવડી સદી ચૂકી ગયો અને આઉટ થયો, પરંતુ રિઝવાને તેનું કામ કર્યું અને આ ક્રમમાં તે એડમ ગિલક્રિસ્ટ જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો.

રિઝવાને આ મેચમાં અણનમ 104 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં તેણે 177 બોલનો સામનો કર્યો હતો અને 11 ચોગ્ગા સાથે 1 સિક્સર ફટકારી હતી. આ મેચમાં બાબર અને રિઝવાને 115 રનની ભાગીદારી કરી હતી. બાબરના આઉટ થયા પછી રિઝવાન મેચમાં અંત સુધી ઊભો રહ્યો અને ટીમને હારમાંથી બચાવી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રિઝવાન આ ખાસ લિસ્ટમાં જોડાયો

આ સદી બાદ મોહમ્મદ રિઝવાન એક ખાસ યાદીમાં સામેલ થઈ ગયો છે. રિઝવાનની આ બીજી ટેસ્ટ સદી છે. તે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર પાકિસ્તાન તરફથી બીજો એવો વિકેટકીપર છે. તેના પહેલા આ કામ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોઈન ખાને 1995માં કર્યું હતું. આ સાથે જ તે ટેસ્ટ મેચની ચોથી ઇનિંગમાં સદી ફટકારનાર સાતમો વિકેટકીપર-બેટ્સમેન છે. તેના પહેલા આ સિદ્ધી ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર-બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટ, ભારતના યુવા વિકેટકીપર ઋષભ પંત, ઈંગ્લેન્ડના મેટ પ્રાયર અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે છે. જોકે આ ઇનિંગ દરમિયાન રિઝવાનને પણ જીવનદાન મળ્યું હતું. ઉસ્માન ખ્વાજાએ 91 રનના અંગત સ્કોર પર તેનો કેચ છોડ્યો હતો.

બેટિંગ કરવી સહેલી ન હતીઃ રિઝવાન

રિઝવાને મેચ બાદ કહ્યું કે ઓસ્ટ્રેલિયા સામે બેટિંગ કરવી સરળ ન હતી. તેણે કહ્યું, “ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે પાંચ સેશન સુધી મેચ બચાવવા માટે બેટિંગ કરવી સરળ નથી. આપણે બધા જાણીએ છીએ કે તેનું બોલિંગ આક્રમણ કેટલું શાનદાર છે. જ્યારે બાબર અને હું બેટિંગ કરતા હતા, ત્યારે અમે જીતવા માટે વિચાર કર્યો હતો, પરંતુ બોલ ઘણો જૂનો હતો. તેથી જૂના બોલથી રન બનાવવું સરળ ન હતું.

આ પણ વાંચો : ગુજરાત સરકારની નવી રમતગમત પોલિસી ભવિષ્યમાં સ્ટાર્ટઅપ્સ અને સ્પોર્ટ્સ ટેક માટે માર્ગ મોકળો કરશે, ઓલિમ્પિક-સ્તરની રમતોને પ્રોત્સાહન મળશે

આ પણ વાંચો : IPL 2022: રિષભ પંત અને અક્ષર પટેલ દિલ્હી ટીમ સાથે જોડાયા, 27 માર્ચે પહેલી મેચ

g clip-path="url(#clip0_868_265)">