IND vs PAK: રોહિત શર્માનો શોટ જોઈ બાબર આઝમનો ચહેરો રડવા જેવો થઈ ગયો, જુઓ Video
એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં બાબર આઝમનો ચહેરો પહેલી જ ઓવરમાં રડવા જેવો થઈ ગયો હતો. મેચની પહેલી જ ઓવરમાં પાકિસ્તાની કેપ્ટનનું દિલ તૂટી ગયું હતું. જેનું કારણ રોહિત શર્માનો એ શોટ હતો જે જોઈ તે સ્તબ્ધ થઈ ગયો હતો, કારણકે તે શોટ પર તેના સાથી ખેલાડીએ રોહિતને જલ્દી આઉટ કરવાનો મોકો ગુમાવ્યો હતો. જે બાર બાબર આઝમનું રીએક્શન જોવા લાયક હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની હરીફાઈમાં કોઈ ડ્રામા ન થાય તે શક્ય નથી. એશિયા કપ 2023 (Asia Cup 2023) માં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. મેચની પહેલી જ ઓવરમાં બીજા બોલ પર કંઈક એવું થયું કે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ (Babar Azam) ખૂબ જ નિરાશ થઈ ગયો અને તેનો ચહેરો રડવા જેવો થઈ ગયો. હવે તમે વિચારતા હશો કે એવું તો શું થયું કે બાબરની આવી હાલત કેમ થઈ ગઈ. તો હકીકતમાં મેચની પ્રથમ ઓવરના બીજા જ બોલ પર તેના સાથી ખેલાડી ફખર ઝમાને ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)નો કેચ છોડ્યો હતો.જે પાકિસ્તાન ટીમ માટે મોટો બ્રેક થ્રુ સાબિત થયો હોત.પરંતુ તે શક્ય ના બન્યું.
રોહિતે સ્ક્વેર લેગ બાઉન્ડ્રી ફટકારી
શાહીન આફ્રિદીએ બીજો બોલ રોહિત શર્માના પગ તરફ ફેંક્યો. રોહિતે ફ્લિક શોટ રમ્યો અને બોલ સ્ક્વેર લેગ પર ઉભેલા ફખર ઝમાનની નજીકથી પસાર થયો. બોલ હવામાં હતો અને ઝમાન પાસે કેચ લેવાની સારી તક હતી પરંતુ આ ખેલાડી નિષ્ફળ રહ્યો હતો. ફખર ઝમાને ડાઇવ કર્યો અને બોલ તેના હાથને સ્પર્શી ગયો અને સ્ક્વેર લેગ બાઉન્ડ્રીને પાર કરી ગયો.
Fakhar Zaman dropped Rohit on 0.#PAKvIND #INDvPAK #pakvsind2023 #Pallekele #Rain #ShaheenShahAfridi pic.twitter.com/nOFhgEzwmW
— M Umair Mughal (@umairmughal0308) September 2, 2023
બાબર ફખર ઝમાનને જોતો જ રહ્યો
બાબર આઝમ આ ઘટના બાદ પાકિસ્તાની સાથી ખેલાડી ફખર ઝમાનને જોતો જ રહ્યો. શાહીન શાહ આફ્રિદી પણ તેના સાથી ખેલાડીના ફિલ્ડિંગના પ્રયાસથી ખુશ નહોતો. જો શાહીન આફ્રિદીના આ બોલ પર કેચ લેવાયો હોત તો રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઈ ગયો હોત.
શુભમન ગિલને પણ જીવતદાન મળ્યું
તમને જણાવી દઈએ કે માત્ર રોહિત શર્મા જ નહીં, પાકિસ્તાને શુભમન ગિલને પણ જીવતદાન આપ્યું હતું. નસીમ શાહના બોલ પર શુભમન ગિલનો કેચ ડ્રોપ થયો હતો. બીજી ઓવરના ચોથા બોલ પર નસીમનો બોલ શુભમનના બેટની અંદરની કિનારી લઈને વિકેટકીપર રિઝવાન પાસે ગયો પરંતુ તે તેને પકડી શક્યો નહીં. રિઝવાન ડાઇવ કરે છે પરંતુ બોલ તેના ગ્લોવ્ઝ સાથે અથડાયો છે પણ કેચ થતો નથી.
Fakhar Zaman Tmhe Kia Bolon Mai Ab
Rohit Sharma Catch Dropped On 0 By Fakhar Zaman #PAKvIND #INDvsPAK #AsiaCup23 pic.twitter.com/CQSmFHomXJ
— Shokii Tweets (@ShokiiTweets) September 2, 2023
આ પણ વાંચો : IND vs PAK: મેચ પહેલા બાબર આઝમે રોહિત શર્માની પત્ની વિશે શું પૂછ્યું? જુઓ Video
ભારતે ટોસ જીત્યો હતો
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામેની મેચમાં ટોસ જીતી લીધો હતો મને કેપ્ટન રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મોટા સમાચાર એ હતા કે રોહિતે શમીને ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપ્યું નથી. તેના સ્થાને મહોમ્મદ સિરાજને તક આપવામાં આવી હતી. શમીની પાસે અનુભવ હતો પરંતુ રોહિતે સિરાજના ફોર્મનું સમર્થન કર્યું હતું અને તેને પ્લેઇંગ 11માં તક આપી હતી.