India vs New Zealand: ન્યુઝીલેન્ડનો ભારત સામે આસાન વિજય, ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની

ટીમ ઇન્ડિયા (Team India) પર ન્યુઝીલેન્ડનો રેકોર્ડ વિશ્વકપ સહિત આઇસીસી ટૂર્નામેન્ટમાં મજબૂત રહ્યો છે. એ જ પ્રમાણેનુ પ્રદર્શન આજે જોવા મળ્યુ હતુ. ભારત માટે ટી20 વિશ્વકપ 20212 માં સ્થિતી મુશ્કેલ બની રહી છે.

India vs New Zealand: ન્યુઝીલેન્ડનો ભારત સામે આસાન વિજય, ભારતીય ટીમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા ધૂંધળી બની
India vs New Zealand
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 10:29 PM

ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે દુબઇમાં ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) ની લીગ મેચ રમાઇ હતી. જેને ન્યુઝીલેન્ડે 8 વિકેટે જીતી લીધી હતી. ટોસ હારીને ટીમ ઇન્ડિયા (Team India) બેટીંગ કરવા માટે મેદાને ઉતરી હતી. પરંતુ ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનો ફરી એકવાર ફ્લોપ શો જારી રહ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 110 રન કર્યા હતા. જવાબમાં ન્યુઝીલેન્ડે 15 મી ઓવરમાં જીત મેળવી હતી. આમ ભારતની બીજી હાર થઇ હતી.

ભારતીય ટીમની ઓપનીંગ જોડીમાં ફેરબદલ કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા (Rohit Sharma) ના સ્થાને ઇશાન કિશન (Ishan Kishan) ને ઓપનીંગ માટે મોકલવામાં આવ્યો હતો. જે નિર્ણય નિષ્ફળ રહ્યો હતો. વિરાટ કોહલી, રિષભ પંત અને કેએલ રાહુલ પણ નિષ્ફળ રહ્યા હતા. ઇશાન કિશન વડે ઓપનીંગ કરવાનો દાવ ઉલ્ટો પડ્યો હતો. પરીણામે ભારતીય ટીમ પડકાર જનક સ્કોર ખડકી શક્યુ નહોતુ.

ન્યુઝીલેન્ડ બેટીંગ ઇનીંગ

ભારતીય ટીમને પહેલા નિયંત્રણમાં રાખ્યુ અને આસાન પડકાર નો પીછો કિવી ટીમે શરુ કર્યો હતો. ન્યુઝીલેન્ડની ઓપનીંગ જોડી માર્ટીન ગુપ્ટીલ અને ડ્રેયલ મિશેલે 24 રનની ભાગીદારી રમત રમી હતી. ત્યાર બાદ કેપ્ટન વિલિયમસન અને મિશેલે જીતનુ મિશન આગળ વધાર્યુ હતુ. ગુપ્ટીલ 17 બોલમાં 20 રન કર્યા હતા. મિશેલે 35 બોલમાં 49 રન નોંધાવ્યા હતા. જ્યારે વિલિયમસને અણનમ 33 રન નોંધાવ્યા હતા. ડ્ને કોન્વે 2 રન સાથે અણનમ રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

ટીમ ઇન્ડિયા બોલીંગ

ભારતીય બેટ્સમેનોએ કોઇ જ દમ ના દેખાડ્યો એમ ભારતીય બોલરો પણ દમ વિનાની રમત રમ્યા હતા. વિકેટ મેળવવી મુશ્કેલ બની ગઇ હતી. આ જ પિચ પર દુબઇમાં એક મહિના પહેલા દમ દેખાડનારા ખેલાડીઓ નિષ્ફળ જઇ રહ્યા હતા. જસપ્રિત બુમરાહે ઓપનીંગ જોડીને તોડી હતી. પરંતુ ત્યાર બાદ વિકેટ માટે બોલરો તરસતા રહ્યા હતા. તેણે 2 વિકેટ ઝડપી હતી. શામી, જાડેજા અને ઠાકુરની શરુઆતની ઓવરમાં કિવી બેટ્સમેનોએ ખૂબ રન બનાવ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ આજે બોલીંગ કરી હતી.

ટીમ ઇન્ડિયા બેટીંગ ઇનીંગ

ભારતીય ટીમ ફરી એકવાર મુશ્કેલીમાં જોવા મળી હતી. ભારતીય ટીમને મેદાને ઉતરતા પહેલા જ સૂર્યકુમાર યાદવની પીઠની સમસ્યાએ મુશ્કેલી સર્જી હતી. તો વળી ટીમમાં ઇશાન કિશનને સમાવ્યો હતો. તેને વિશ્વકપ માં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. જેમાં તે તેની પ્રથમ મેચમાં જ નિષ્ફળ રહ્યો હતો. તેને સિધો જ ઓપનર તરીકે મોકલવામાં આવ્યો હતો. તેણે રોહિત શર્માના સ્થાને રમતા માત્ર 4 જ રન બનાવ્યા હતા. આ માટે તેણે 8 બોલનો સામનો કર્યો હતો.

રાહુલ અને ઇશાનની જોડી માત્ર 11 રનનુ જ યોગદાન આપી શકી હતી. પહેલા ઇશાન અને બાદમાં 35 રનના સ્કોર પર રાહુલની વિકેટ ગુમાવી હતી. તેણે 16 બોલમાં 18 રન કર્યા હતા. રોહિત શર્મા ત્રીજા ક્રમે રમવા માટે મેદાને આવ્યો હતો. જેણે 14 બોલમાં 14 રન કર્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી એ 17 બોલમાં 9 રન ટીમના સ્કોરમાં જોડ્યા હતા. રિષભ પંતે 19 બોલમાં 12 રન નોંધાવ્યા હતા.

હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ રમતને આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. જે બંનેએ ભારતીય ટીમ વતી સૌથી વધુ રન બનાવ્યા હતા. જોકે હાર્દિક 23 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 24 બોલમાં તેણે 1 ચોગ્ગાની મદદ થી આ રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 26 રન 19 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. શાર્દૂલ ઠાકુર શૂન્ય પર વિકેટ ગુમાવી હતી. મોહમ્મદ શામી શૂન્ય પર અણનમ રહ્યો હતો.

ન્યુઝીલેન્ડ બોલીંગ ઇનીંગ

ઇશ સોઢી કિવી ટીમનો મહત્વનો બોલર સાબિત થયો હતો. બર્થ ડે બોય સોઢીએ 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા હતા અને 2 મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ટિમ સાઉથીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ મેળવી હતી. એડમ મિલ્ને એ 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ મેળવી હતી.

આ પણ વાંચોઃ T20 World Cup 2021: રોહિત શર્માને આઉટ થતો જોઇને જ પત્નિ રિતીકાના જાણે શ્વાસ થંભી ગયા! સદનસિબે તે વખતે રોહિત ભાગ્યશાળી રહ્યો હતો, જુઓ

આ પણ વાંચોઃ  T20 World Cup 2021: વિરાટ કોહલી ટોસ જીતવા માટે પણ છે કમનસીબ ! ન્યુઝીલેન્ડ સામે પણ માંડ આટલી વાર ટોસ નસીબ થયો છે

Latest News Updates

ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">