T20 World Cup 2021: વિરાટ કોહલી ટોસ જીતવા માટે પણ છે કમનસીબ ! ન્યુઝીલેન્ડ સામે પણ માંડ આટલી વાર ટોસ નસીબ થયો છે
વિરાટ કોહલી (Virat Kohli) એ પાકિસ્તાન સામેની મેચમાં પણ ટોસ ગુમાવ્યો હતો, જે મેચ પણ ભારતીય ટીમે ગુમાવવી પડી હતી. યુએઇમાં ટોસ એ મહત્વનુ પરીબળ સાબિત થઇ રહ્યુ છે.

ટી20 વિશ્વકપ (T20 World Cup 20210 માં ભારતીય ટીમ (Team India) આજે પોતાની બીજી લીગ મેચ રમી રહ્યુ છે. ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે આજે દુબઇમાં મેચ રમાઇ રહી છે. જ્યાં અગાઉ ભારતીય ટીમ ગત રવિવારે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ભારતીય ટીમ મેચ રમ્યુ હતુ. જેમાં ભારતીય ટીમની 10 વિકેટે હાર થઇ હતી. જે વખતે પણ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ ટોસ હાર્યો હતો અને આજે ફરી એકવાર ટોસ કોહલીની નસીબ થઇ શક્યો નથી. જોકે ટોસ એ કોઇ પણ ટીમના કેપ્ટનના હાથની વાત નથી અને તેનુ પરીણામ સ્વિકારી રણનિતી અપનાવવાની જ રહેતી હોય છે.
વિરાટ કોહલી પાકિસ્તાન સામેની મેચમાં પણ ટોસ હારીને કહી ચૂક્યો હતો કે, તે ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરવા માંગતો. મતલબ દુબઇના ગ્રાઉન્ડ પર ફરી વાર લીગ મેચની ટક્કરને લઇને તે સ્વાભાવિક જ ફરી વાર એજ રણનિતી લઇ આવ્યો હોઇ શકે છે. તેની રન ચેઝ કરવાની યોજના ફરી એકવાર મનમાં જ રહી ગઇ છે. તે છેલ્લી 21 મેચોમાં કેપ્ટનશીપ કરતા કિવી ટીમ સામે માંડ 5 જ વખત ટોસ જીતી શક્યો છે.
કોહલી 21 માંથી 17 વાર કિવી સામે ટોસ હાર્યો
ન્યુઝીલેન્ડ સામે ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. વાસ્તવમાં દુબઈમાં બીજી ઈનિંગ દરમિયાન ઝાકળ પડવા લાગે છે જેના કારણે બોલિંગ કરવી મુશ્કેલ થઈ જાય છે. કેપ્ટન વિલિયમસને પ્રથમ ફિલ્ડિંગ લેવાનું આ જ કારણ આપ્યું. વિરાટ કોહલીએ પણ સ્વીકાર્યું કે જો તે ટોસ જીત્યો હોત તો તેણે પહેલા બોલિંગ કરી હોત. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી સતત પાંચમી T20 મેચમાં ટોસ હારી ગયો છે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે છેલ્લા 21માંથી 17 ટોસ હાર્યો છે.
કોહલીની કસોટી
કોહલી માટે આજે ન્યુઝીલેન્ડ સામે મહત્વની અને કસોટી રુપ મેચ છે. કારણ કે તેના માટે આઇસીસી ની ટી20 ક્રિકેટ ફોર્મેટની આ તેની કેપ્ટનશીપ માટે અંતિમ છે. તે હવે ટી20 ક્રિકેટ ફોર્મટમાં કેપ્ટનના રુપમાં જોવા નહી મળી શકે. મતલબ ન્યુઝીલેન્ડ સામેની ઘરેલુ ટી20 સિરીઝમાં ભારતીય ટીમને નવો કેપ્ટન મળી શકે છે. તો વળી ટીમ ઇન્ડીયાના સેમી ફાઇનલમાં પહોંચવા માટે ન્યુઝીલેન્ડ સામે જીત મેળવવી જરુરી છે. જેની સામે ભારતીય ટીમનો રેકોર્ડ અત્યાર સુધી ખૂબ જ ખરાબ રહ્યો છે.
ટી20માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બરાબરીનો મુકાબલો રહ્યો છે. બંને ટીમોએ 8-8 મેચ જીતી છે પરંતુ T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડે ભારતને બંને મેચમાં હરાવ્યું છે. ન્યુઝીલેન્ડે 2007 અને 2016 T20 વર્લ્ડ કપમાં લીગ મેચોમાં ભારતને હરાવ્યું હતું. જોકે, 2016ના T20 વર્લ્ડ કપ બાદ ભારતે તમામ 8 મેચોમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે.