IND vs NZ : ચાલુ મેચમાં સરફરાઝ ખાન માટે કેપ્ટન રોહિત શર્માએ અમ્પાયર સાથે ઝગડો કર્યો

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં કેપ્ટન રોહિત શર્મા સરફરાઝ ખાન માટે અમ્પાયર સાથે ઝગડો કર્યો હતો. તો ચાલો જાણો શું છે આ સમગ્ર મામલો.

IND vs NZ : ચાલુ મેચમાં સરફરાઝ ખાન માટે કેપ્ટન રોહિત શર્માએ અમ્પાયર સાથે ઝગડો કર્યો
Follow Us:
| Updated on: Nov 01, 2024 | 3:22 PM

ભારત વિરુદ્ધ 3 ટેસ્ટ મેચ સીરિઝની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડે ટૉસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરી પરંતુ વોશિંગ્ટન સુંદરે કીવી ટીમને શરુઆતમાં જ ઝટકો આપી દીધો હતો. ડેરિલ મિચેલ રચિન રવિન્દ્રના આઉટ થયા બાદ બેટિંગ કરવા મેદાનમાં ઉતર્યો હતો. આ દરમિયાન ભારતીય ખેલાડી સરફરાઝ ખાનની મિચેલે ફરિયાદ કરી હતી.

શું છે સમગ્ર મામલો

મિચેલે ફરિયાદ કર્યા બાદ અમ્પાયરે સરફરાઝ ખાન સાથે વાત કરવા ગયા હતા, તે દરમિયાન ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા વચ્ચે આવ્યો અને અમ્પાયર સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો.સમગ્ર વાત એવી હતી કે, જ્યારે ડેરિલ મિચેલ બેટિંગ કરવા આવ્યો તો સરફરાઝ ખાન ફીલ્ડિંગ માટે ઉભો હતો. આ દરમિયાન સરફરાઝ બોલરને બૂસ્ટ અપ કરવા માટે તેને વાંરવાર વાતચીત કરી રહ્યો હતો. ડેરિલ મિચેલ આ વાતથી દુખી થયો હતો અને તેમણે અમ્પાયર પાસે જઈ ફરિયાદ કરી હતી. કારણ કે, તે બેટિંગમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકતો ન હતો. કારણ કે,સરફરાજ સતત બોલી રહ્યો હતો.

Gujarati New Year Party : ન્યૂ યર પાર્ટીમાં તમે આ વાનગીઓનો કરી શકો છો સમાવેશ
આજનું રાશિફળ તારીખ : 01-11-2024
Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી

ન્યુઝીલેન્ડની ટીમ 2-0થી આગળ

ત્યારબાદ અમ્પાયર વચ્ચે આવે છે પરંતુ કેપ્ટન રોહિત શર્માએ આ મામલે ડેરિલ મિચેલ સાથે વાત કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.તમને જણાવી દઈએ કે, 3 મેચની ટેસ્ટ સીરિઝમાં ન્યુઝીલેન્ડની ટીમ 2-0થી આગળ છે. ન્યુઝીલેન્ડની ટીમ પહેલા જ જીત મેળવી સીરિઝમાં લીડ મેળવી લીધી છે. ત્યારે ટીમ ઈન્ડિયાનો પ્રયત્ન હશે કે, તે મુંબઈ ટેસ્ટમાં જીત સાથે સીરિઝ પૂર્ણ કરે.

મુંબઈ ટેસ્ટમાં માત્ર સરફરાઝ ખાને જ નહિ ન્યુઝીલેન્ડના બેટ્સમેનને પરેશાન કર્યા નથી , વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ પણ કીવી ખેલાડીઓને હંફાવી દીધા હતા. સુંદરે ટોમ લૈથમ અને રચિન રવિન્દ્રને બોલ્ડ કર્યો હતો. જાડેજાએ એક જ ઓવરમાં વિલ યંગને કેચ આઉટ કરાવ્યો હતો. ટોમ બ્લંડેલને પણ બોલ્ડ કર્યો હતો. ટીમ ઈન્ડિયાની પહેલી સફળતા આકાશ દીપે અપાવી હતી. તેમણે કોન્વેને પવેલિયન મોકલ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">