AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup Qualifier : નેધરલેન્ડે ઓમાનને હરાવી વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની આશા જીવંત રાખી

વિક્રમજીત સિંહની સદી અને વેસ્લી બારેસીના 97 રનની મદદથી વિશાળ સ્કોર નોંધાવ્યા બાદ વરસાદના વિધ્ન વચ્ચે ઓમાનને 74 રને હરાવી નેધરલેન્ડે મહત્વપૂર્ણ મેચમાં જીત મેળવી હતી.

ODI World Cup Qualifier : નેધરલેન્ડે ઓમાનને હરાવી વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની આશા જીવંત રાખી
Netherlands
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 11:56 PM
Share

નેધરલેન્ડે 2023 વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની તેમની આશા જીવંત રાખી છે. એકતરફી મેચમાં નેધરલેન્ડે ઓમાન સામે 74 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે સ્કોર બોર્ડ પર 362 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઓમાનની ટીમ ટાર્ગેટથી 74 રન પાછળ રહી ગઈ હતી. વિક્રમજીત સિંહે પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

નેધરલેન્ડની વર્લ્ડ કપમાં ક્વોલિફાય થવાની રેસમાં

વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલ ઓમાન અને નેધરલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપ માટે ક્વોલિફાય સુપર સિક્સ મેચમાં નેધરલેન્ડની ટીમે યાદગાર જીત મેળવી વર્લ્ડ કપ 2023માં ક્વોલિફાય થવાની આશાને હજુ પણ જીવંત રાખી છે. ICC વર્લ્ડ કપ ક્વોલિફાયરની મહત્વની મેચમાં નેધરલેન્ડે ઓમાનને DLS નિયમ અનુસાર 74 રને પરાજય આપ્યો હતો.

નેધરલેન્ડનો જોરદાર વિજય

હરારેના મેદાનમાં ઓમાનના કેપ્ટને ટોસ જીતીને નેધરલેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નેધરલેન્ડે ધમાકેદાર શરૂઆત કરી હતી અને વિક્રમજીત સિંહ અને મેક્સ ઓ’ડાઉડે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી. ડોડ 35 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી વિક્રમજીતે વેસ્લી બારેસી સાથે મળીને બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી પણ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ ગુરુ પૂર્ણિમા : ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે ગુરુને કર્યા યાદ, કરી ખાસ પોસ્ટ

વિક્રમજીતે ફટકારી સદી

પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 7 વિકેટ ગુમાવીને 362 રન બનાવ્યા હતા. વિક્રમજીતે શાનદાર બેટિંગ કરી પોતાની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. વિક્રમે 109 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા અને ટીમને મોત સ્કોર તરફ લઈ ગયો હતો, જ્યારે બારેસી તેની સદી ત્રણ રન માટે ચૂકી ગયો હતો અને 97 રન બનાવીને આઉટ થયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">