મેદાન પર લડાઈ બાદ કોહલી અને Naveen-ul-Haq ઈન્સ્ટાગ્રામ પર ટકરાયા ! નવીન ઉલ હકનો વિરાટ કોહલીને જડબાતોડ જવાબ
વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બંનેએ એકબીજા પ્રત્યે ઘણો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિરાટ અને નવીનના મતભેદો હવે ઈન્સ્ટાગ્રામ પર આવી ગયા છે.
વિરાટ કોહલી સોમવારે મેદાન પર ઘણો આક્રમક દેખાતો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આ સુપરસ્ટાર લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં અને મેચ બાદ ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યો હતો. મેચ દરમિયાન તેની ટક્કર અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર નવીન ઉલ હક સાથે થઈ હતી. મેચ બાદ પણ નવીને કોહલી સાથે હાથ ન મિલાવતા બંને વચ્ચે ઝઘડો જોવા મળ્યો હતો. આ પછી લખનૌ સુપર જાયન્ટ્સના મેન્ટર ગૌતમ ગંભીર સાથે ઝઘડો થયો હતો.
આ મેચ બાદથી ગંભીર અને વિરાટ વચ્ચેની લડાઈ ચર્ચાનો વિષય બની ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ત્રણેય પર દંડ પણ લગાવ્યો છે. વિરાટ અને ગંભીરને તેમની મેચ ફીના 100 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો, જ્યારે નવીન-ઉલ-હકને તેમની મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. આ લડાઈ બાદ વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી છે.
RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મેચ પછી તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ કરી. હવે નવીન-ઉલ-હકે સોશિયલ મીડિયા દ્વારા વિરાટ કોહલીને જડબાતોડ જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક કટાક્ષભર્યો સંદેશ લખ્યો હતો, જે કોહલીને નિશાન બનાવી રહ્યો હોવાનું માનવામાં આવે છે.
વિરાટ કોહલીએ પછી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું આપણે જે સાંભળીએ છે તે સાંચું નથી હોતું
આ પછી અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલરે પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી છે,તેણે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું – ‘તમે જે હકદાર છો તે મેળવો છો’. આ રીતે થવું જોઈએ અને આ રીતે થાય છે.
આ પણ વાંચો : Virat Kohli Vs Gautam Gambhir : ગૌતમ ગંભીર સાથેની લડાઈ બાદ Virat Kohliએ શેર કરી પોસ્ટ, જાણો શું કહ્યું
મેચ બાદ વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્ચે લડાઈ થઈ હતી. હાથ મિલાવતી વખતે પણ બંને ખેલાડીઓ એકબીજા સાથે આક્રમક રીતે બોલ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે નવીનને રોકીને મામલો શાંત પાડ્યો હતો.
મેચ પછી શું થયું?
સૌ પ્રથમ તો બંને ટીમો વચ્ચે હેન્ડશેક દરમિયાન કાયલ મેયર્સ અને કોહલી વચ્ચે થોડી ચર્ચા થઈ હતી. ગૌતમ ગંભીરે મેયર્સને હટાવ્યો અને પછી તેણે કોહલી સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. અહીં અમિત મિશ્રાએ દરમિયાનગીરી કરવી પડી અને પછી ઘણા ખેલાડીઓ દરમિયાનગીરી કરવા આવ્યા. અંતે, કોહલી અને કેએલ રાહુલ લાંબી વાતચીત કરતા જોવા મળ્યા હતા, જે હવે શાંત થઈ ગયા હોય તેવું લાગતું હતું.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…