નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યાથી છૂટાછેડાની અફવાઓ પર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?

નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઘણા દિવસોથી ઉડી રહી છે. પરંતુ બંનેએ હજી સુધી આ અફવાઓનો કોઈ જવાબ આપ્યો ન હતો. હવે જ્યારે નતાશા સ્ટેનકોવિક પાપારાઝીની સામે આવી, ત્યારે તેને છૂટાછેડાને લઈને ચાલી રહેલી અફવાઓ વિશે સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જે અંગે તેને પહેલીવાર રીએક્ટ કર્યું હતું. ચાલો જાણીએ તેણે શું કહ્યું.

નતાશા સ્ટેનકોવિકે હાર્દિક પંડ્યાથી છૂટાછેડાની અફવાઓ પર આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Natasha Stankovic & Hardik Pandya
Follow Us:
| Updated on: May 25, 2024 | 9:24 PM

છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વિશે એવા અહેવાલો આવી રહ્યા છે કે તેમની વચ્ચે બધુ બરાબર નથી. સોશિયલ મીડિયા યુઝર્સે જોયું કે નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર તેના નામમાંથી પંડ્યા હટાવી દીધા છે. હકીકતમાં તેણે પોતાના નામની જગ્યાએ કશું લખ્યું નથી. તે ફક્ત તેનું યુઝર નેમ છે. નામની જગ્યાએ Digital Creator લખેલું છે.

નતાશા-હાર્દિકના છૂટાછેડાની અફવા

આ સિવાય કેટલાક Reddit યુઝર્સે દાવો કર્યો હતો કે નતાશાએ હાર્દિક સાથે શેર કરેલી તમામ તાજેતરની તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે, સિવાય કે પુત્ર અગસ્ત્ય સાથેની તસવીર. જો કે, આ દાવો સંપૂર્ણપણે ખોટો લાગે છે કારણ કે હાર્દિક સાથેની નતાશાની ઘણી તસવીરો અને વીડિયો હજુ પણ ઈન્સ્ટાગ્રામ પર ઉપલબ્ધ છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

છૂટાછેડા પર નતાશાને પ્રશ્ન

સોશિયલ મીડિયા પર તેમના સંબંધોને લઈને ચાલી રહેલી તમામ ચર્ચા વચ્ચે આજે એટલે કે શનિવારે નતાશા સ્ટેનકોવિક પાપારાઝીના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દરમિયાન તે એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક પાપારાઝીઓએ તેને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી છૂટાછેડાની અફવાઓ અંગે સવાલ કર્યા હતા. પરંતુ નતાશા સ્ટેનકોવિકે પાપારાઝીના પ્રશ્નો પર પ્રતિક્રિયા આપી ન હતી.

નતાશાએ શું આપ્યો જવાબ?

વાયરલ ભાયાણીના ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વિડિયોમાં એક પાપારાઝીનો અવાજ સંભળાય છે, “નતાશા, તમારા છૂટાછેડાની અફવાઓ ઉડી રહી છે, શું તમે આ વિશે કંઈક કહેવા ઈચ્છો છો?” આ પ્રશ્ન પર નતાશા સ્માઈલ આપે છે અને કહે છે, “તમારો ખૂબ ખૂબ આભાર.” આ પછી, તે કારમાં બેસે છે અને ફરી એકવાર આભાર કહીને ત્યાંથી નીકળી જાય છે.

કૃણાલની ​​પોસ્ટ પર નતાશાની કોમેન્ટ

તમામ અફવાઓ વચ્ચે ગઈકાલે હાર્દિકના ભાઈ અને ક્રિકેટર કૃણાલ પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે તેના પુત્ર અને હાર્દિક અને નતાશાના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળે છે. કૃણાલની ​​આ પોસ્ટ પર નતાશા હાર્ટ સાથે સ્માઈલી ફેસ ઈમોજી શેર કરવામાં આવી છે. એટલે કે તે પોસ્ટ પર ખુશી વ્યક્ત કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી નતાશા કે હાર્દિકે છૂટાછેડાની અફવાઓ પર સીધું કંઈ કહ્યું નથી. હા, એ વાત સાચી છે કે આજે સવાલ સાંભળ્યા પછી પણ નતાશા કંઈ બોલી નહિ અને તેની અવગણના કરીને ચાલતી રહી.

આ પણ વાંચો : IPL 2024 : ફાઈનલ પહેલા જ પેટ કમિન્સે હાર સ્વીકારી? SRHના ચાહકો કેપ્ટનની વાત સાંભળીને દુઃખી થશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">