ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ (75th Independence Day) ની ઉજવણી થઇ રહી છે. આ ખાસ અવસર સમયે મહેન્દ્ર સિંહ ધોની દેશમાં નથી, તે બે દિવસ પહેલા જ IPL 2021 માટે UAE પહોંચી ચુક્યો છે. પરંતુ ઇન્ડીયન આર્મી (Indian Army) ના માટે તેનો પ્રેમ અને ભરોસા થી સૌ કૌઇ જાણે છે. ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) ને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલના પદ મળેલુ છે. 75 માં સ્વતંત્રતા દિવસ પર ભારતીય સેનાના એક કર્નલ વેંબું શંકરે ધોનીના ખૂબ વખાણ કર્યા છે. કર્નલ શંકરે ઇન્ડીયન આર્મી અને દેશના માટે ધોનીના સ્નેહ ભાવને સલામ કરી છે.
ચેન્નાઇ સુપર કિંગ્સે પોતાના અધિકારીક વેબસાઇટ પર કર્નલ વેંબુ શંકરનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં ધોનીની સાથે થયેલી એક ઘટનાને પણ યાદ કરી હતી. વિડીયોમાં કર્નલ શંકર એ કહેતા જોવા મળી રહ્યા છે કે, ધોની અને ઇન્ડીયન આર્મી એક જ સિક્કાની બે બાજુ બરાબર છે. તેને અલગ નથી કરી શકાતા.
‘I am on National Duty, Everything else can wait!’ – MS Dhoni
📹: Colonel Vembu Shankar on @msdhoni and his respect for Armed forces – https://t.co/VlJa9qj8gO#WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/BaFQJ3aueA
— Chennai Super Kings – Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) August 15, 2021
ભારતીય સેનાના કર્નલે કહ્યું કે, એમએસ ધોનીની માર્ચીંગ સ્કિલ ઉત્તમ છે. તે 20 વર્ષ સુધી સેનામાં ફરજ બજાવતા હોવા છતાં પણ, તે તેમના કરતા વધુ સારી રીતે કૂચ કરે છે. કર્નલ શંકરે વધુમાં કહ્યું કે ધોની અને ભારતીય સેના વચ્ચે ખૂબ જ પ્રેમ છે. જ્યારે પણ મને તક મળી, એ પ્રેમ જોવા મળતો આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સની વર્તમાન જર્સીમાં પણ સેનાના ડ્રેસની ઝલક જોવા મળે છે.
View this post on Instagram
ધોની હાલમાં દુબઈની એક હોટલમાં CSK ની પલટન સાથે ક્વોરેન્ટાઈન છે. ક્વોરન્ટાઇન સમય સમાપ્ત થયા બાદ, તે પોતાના ખેલાડીઓ સાથે IPL 2021 ની તૈયારી શરૂ કરશે. IPL 2021 ની આગળની 31 મેચો 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ CSK અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી છે.
આ પણ વાંચોઃ IND vs ENG: સિરાજ ના શટ-અપ પર સવાલ ઉઠાવનારા DK ને આપ્યો આવો જવાબ, સાથે જ ‘ચૂપ્પી’ નુ બતાવ્યુ રાઝ
આ પણ વાંચોઃ Tokyo Olympics : જો આ રમતવીરોનું ધ્યાન રમત પર હોત તો ભારતે ટોક્યોમાં 10 મેડલ જીત્યા હોત