AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો! પત્નિ પર નજરના ‘તીર’ ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ

આમ તો કોઈ નજરમાં વસી જાય એટલે પ્રેમના તીર તાકવાની શરુ થતી હોય છે, બંને હૈયાઓ પર પ્રેમના તીર ઘાયલ કરતા નિશાન છોડતા હોય છે. તો નજરો પણ એકમેક પર તીર છોડવાની ચૂકતી નથી. પરંતુ અહીંતો આધેડને સાચૂકલુ અણીદાર તીર જ છૂટી જતા મુશ્કેલી સર્જાઈ ગઈ છે.

પ્રેમના વહેમે 'ઘાયલ' કર્યો! પત્નિ પર નજરના 'તીર' ચલાવ્યાની શંકા રાખી પતિએ આધેડની છાતી પર અણીદાર તીર ચલાવી દીધુ
આડા સંબંધના વહેમે તીર ચલાવ્યુ
| Updated on: May 06, 2023 | 6:43 PM
Share

જ્યારે એક બીજાને પસંદ પડવાની શરુઆત થાય અને એક મેકની નજર મળે એટલે પ્રેમના તીર વછૂટવા શરુ થતા હોય છે. બંને હૈયાઓ એક બીજાના પ્રેમના તીરથી ઘાયલ થતા હોય છે અને કહાની ઈશ્કની શરુ થતી હોય છે. પરંતુ અહીં તો આવા વહેમમાં સાચૂકલા જ અણીદાર તીર છૂટવાની ઘટના સામે આવી છે. ઘટના સાબરકાંઠા જિલ્લાની છે. જિલ્લાના પોશીના તાલુકામાં એક આધેડ પર એક શખ્સે તીર-કામઠું લઈ આવીને તીર છોડી દીધુ હતુ. તેને વહેમ હતો કે આધેડ તેની પત્નિ સાથે પ્રેમના સંબંધ રાખી રહ્યો છે.

આધેડને બાવડા અને છાતીના ભાગે તીર વાગતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની જરુરીયાત ઉભી થઈ હતી. જ્યાં તેની સર્જરી કરીને આધેડના શરીરમાંથી તીરની આગળની અણીદાર ફાંસને બહાર નિકાળવામાં આવી હતી. જે અણીદાર ફાંસને સ્થાનિક લોકો ફળો તરીકે ઓળખતા હોય છે, જેની સીધી બહાર પાછી નિકાળી શકાતી નથી હોતી.

ગંભીર જણાતા અમદાવાદ ખસેડ્યો

આધેડ રમેશભાઈ પરમારની હાલત જીવન મરણ વચ્ચેની બની ગઈ હતી. પરંતુ અમદાવાદ સિવિલના તબીબોએ સર્જરી કરીને યુવકને જીવલેણ ઈજામાંથી રાહત અપાવી છે. આધેડ પુરુષ રમેશભાઈ જોકે હાલતો તબિબોની દેખરેખ હેઠળ છે, પરંતુ તેમના માથેથી હવે ખતરો ઓછો થઈ ચુક્યો છે. આ પહેલા 108 મારફતે ઘટના બન્યા બાદ તુરત પોશીના સ્થિત સ્થાનિક સરકારી હોસ્પિટલમાં રમેશભાઈને લઈ જવામાં આવ્યા હતા. જોકે ઈજા ગંભીર જણાતા તીર વાગેલી હાલતમાં જ આધેડને હિંમતનગર મેડિકલ કોલેજ સ્થિત સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પણ મામલો વધારે ગંભીર જણાતા તુરત અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ  70 વર્ષના દાદા-દાદીના યોજાયા લગ્ન, પીઠી ચોળી, જાન જોડાઈ અને ફેરા ફર્યા, 50 પૌત્રો-પૌત્રીઓ મન મૂકીને DJ ના તાલે નાચ્યા

પ્રેમના વહેમે ‘ઘાયલ’ કર્યો!

વાત એમ હતી કે, આંબા મહુડા ગામના રમેશભાઈ પરમાર પોતાની ઘર્મની બહેન માનેલ મહિલાના ઘરે લાખિયા ગામે ગયા હતા. જેમને તેમની ખેતીના કામમાં મદદ કરી હતી અને ત્યાંજ જમ્યો હતો. સાંજના સમયે સાડા પાંચેક વાગ્યાના દરમિયાન લાખિયા ગામના રમેશ ડાભી પોતાના હાથમાં તીર કામઠુ લઈ આવીને ગાળો આપવાની શરુ કરી હતી. જેને લઈ ગાળો નહીં બોલવાની ના પાડી હતી. રમેશ ડાભીએ પોતાની પત્નિ સાથે કેમ આડા સંબંધો રાખે છે એમ કહીને આજે પતાવી દેવાનો હોવાનુ કહીને તીર કામઠુ તાક્યુ હતુ.

આ દરમિયાન રમેશ ડાભીએ આડા સંબંધના વહેમે તીર છોડતા રમેશ પરમારના જમણા હાથના બાવળાની આરપાર થઈને છાતીમાં વાગ્યુ હતુ. છાતીમાં પાંસળીઓમાં તીર ઘૂસી જતા આ માટે તાત્કાલીક આજુ બાજુથી લોકો દોડી આવીને સારવાર માટે 108 બોલાવી પોશીના ખસેડ્યો હતો. ફરીથી આ ગામ તરફ આવ્યો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને રમેશ ડાભી આજે બચી ગયો હોવાનુ કહી જતો રહ્યો હતો. પોશીના પોલીસે ઘટના અંગે આરોપી રમેશ ડાભી વિરુદ્ધ ફરીયાદ નોંધીને ધરપકડ કરવા માટે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ  IPL માં ઉપયોગમાં લેવાતા ‘વ્હાઈટ બોલ’ ની કિંમત કેટલી હશે? કેવા અને કેટલા વજનના બોલનો થાય છે ઉપયોગ, જાણો

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">