AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes 2023 : મોઈન અલીને તેની કમબેક ટેસ્ટમાં ICCએ ફટકાર્યો દંડ, આંગળી પર સ્પ્રે કરવાની મળી સજા

એશિઝ 2023માં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લિશ ઓલરાઉન્ડર મોઈન અલીને ICC દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતો. મોઈન અલીને તેના જન્મદિવસ પર તેની સામાન્ય ભૂલના કારણે દંડ થયો હતો.

Ashes 2023 : મોઈન અલીને તેની કમબેક ટેસ્ટમાં ICCએ ફટકાર્યો દંડ, આંગળી પર સ્પ્રે કરવાની મળી સજા
Moeen Ali in Ashes 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 9:18 PM
Share

મોઇન અલી રવિવારે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને તેના જન્મદિવસ પર જ તેને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. તેને માત્ર લાખોનું નુકસાન જ નહીં પરંતુ તેના ખાતામાં એક ડીમેરિટ પોઈન્ટ પણ જોડવામાં આવ્યો હતો. ICCએ પણ તેને આ સજા તે મેચમાં આપી હતી જેમાં તે 2 વર્ષ બાદ નિવૃત્તિમાંથી પાછો આવ્યો હતો. ઇંગ્લિશ ઓલરાઉન્ડર મોઈન એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં નિવૃત્તિમાંથી પરત ફર્યો હતો.

ICCએ મોઈન અલીને દંડ ફટકાર્યો

આ મેચમાં તે ICCની આચાર સંહિતાના ઉલ્લંઘનનો દોષી સાબિત થયો હતો. તેને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તેની એક ટેસ્ટ મેચની ફી 15 લાખ રૂપિયાની નજીક છે અને 25 ટકા દંડ એટલે કે તેને 3.75 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. ICCના નિવેદન અનુસાર, મોઈનને કલમ 2.20નો ભંગ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. હકીકતમાં, પ્રથમ ટેસ્ટના બીજા દિવસની સમાપ્તિની 5 ઓવર પહેલા, મોઇન તેના હાથ પર સ્પ્રે કરતો જોવા મળ્યો હતો.

મોઇનને શા માટે સ્પ્રે કરવાની જરૂર પડી

મોઈન લાંબા સમયથી લાલ બોલથી બોલિંગ કરી શક્યો ન હતો. આવી સ્થિતિમાં, જ્યારે તે લાંબા સમય પછી લાલ બોલથી બોલિંગ કરી, ત્યારે તેની આંગળીઓ સૂજી ગઈ હતી કારણ કે લાલ બોલની સીમ ઉંચી હોય છે. જેના કારણે તેને પોતાની આંગળીઓ પર સ્પ્રે કરવાની જરૂર પડી, પરંતુ તેણે આવું કરતા પહેલા અમ્પાયર સાથે વાત કરી ન હતી.

આ પણ વાંચોઃ Kapil Dev 175 : 40 વર્ષ પહેલા આજના દિવસે કપિલ દેવે 175 રનની યાદગાર ઈનિંગ રમી ભારતના વર્લ્ડ કપ અભિયાનમાં પ્રાણ ફૂંક્યો હતો

લીચની જગ્યાએ મોઈનનો કર્યો સમાવેશ

36 વર્ષીય મોઈન અલીએ આ પહેલા સપ્ટેમ્બર 2021માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી. આ પછી તેણે નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ સ્પિનર ​​જેક લીચની ઈજાને કારણે મોઈન એશિઝ માટે નિવૃત્તિમાંથી પાછો ફર્યો હતો. તેણે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે 2 વિકેટ ઝડપી હતી.

જાડેજાને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો

આ વર્ષે માર્ચમાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પણ આ જ કારણસર મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં તેણે આંગળી પર ક્રીમનો ઉપયોગ કર્યો હતો. તેણે મેદાન પરના અમ્પાયરને પણ આ અંગે જાણ કરી ન હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
રાજકોટ મનપાની બેદરકારીએ લીધો મહિલાનો જીવ - જુઓ Video
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
'અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે'-CM ભૂપેન્દ્ર પટેલ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતમાં શોર્ટકટ લેવાના પ્રયાસમાં લક્ઝરી બસ રેલવે ગરનાળામાં ફસાઈ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
સુરતના મોટા વરાછામાં બાલ્કનીમાં ફસાયેલી મહિલાનું રેસ્ક્યૂ
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જસદણમાં બુકાનીધારી યુવતીઓ ઝડપાઈ, જુઓ Video
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
જુનાગઢના રબારીકા ગામમાં આધેડ પર હુમલો કરનાર સિંહણ પાંજરે પુરાઈ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
રેત ખનન માફિયાને ખુલ્લુ સમર્થન આપતો ધારાસભ્યનો કથિત Video વાયરલ
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન,જુઓ Video
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
દિલજીતના કોન્સર્ટમાં દિલ્હીની ગેંગ કાર લઈને મોબાઈલ ચોરી કરવા આવી
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
સરખેજમાં ડ્રગ માફિયાના ઘર પર ચાલ્યું દાદાનું બુલ્ડોઝર!
g clip-path="url(#clip0_868_265)">