Kapil Dev 175 : 40 વર્ષ પહેલા આજના દિવસે કપિલ દેવે 175 રનની યાદગાર ઈનિંગ રમી ભારતના વર્લ્ડ કપ અભિયાનમાં પ્રાણ ફૂંક્યો હતો

આજના દિવસે વર્ષ 1983માં ભારતીય કપ્તાન કપિલ દેવે ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી યાદગાર ઈનિંગ રમી હતી, આ કરિશ્માઈ ઈનિંગ બાદ ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ જીતવાનો આત્મવિશ્વાસ વધ્યો અને અંતે ભારતીય ટીમે ચેમ્પિયન બની ઈતિહાસ રચ્યો.

Kapil Dev 175 : 40 વર્ષ પહેલા આજના દિવસે કપિલ દેવે 175 રનની યાદગાર ઈનિંગ રમી ભારતના વર્લ્ડ કપ અભિયાનમાં પ્રાણ ફૂંક્યો હતો
Kapil Dev's 175
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 8:24 PM

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં 18 જૂનનો દિવસ ખાસ છે, કારણ કે આજના દિવસે 40 વર્ષ પહેલા ભારતીય ટીમના વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન કપિલ દેવે ટીમ ઈન્ડિયાના ઈતિહાસની સૌથી યાદગાર ઈનિંગ રમી હતી. 18 જૂન 1983ના દિવસે કપિલ દેવે ઇંગ્લેન્ડના ટનબ્રિઝ વેલ્સ મેદાન પર વન ડે વિશ્વકપની 20મી મેચમાં ઝિમ્બાબ્વે સામે 175 રનની યાદગાર ઈનિંગ રમી ભારતને જીત અપાવી હતી અને ટીમ ઈન્ડિયામાં વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનો નવો આત્મવિશ્વાસ ઉમેર્યો હતો.

18 જૂનનો દિવસ કપિલે દેવના નામે

ઝિમ્બાબ્વે સામે લીગ રાઉન્ડની પાંચમી મેચમાં ભારતની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. ભારતની શરૂઆતની પાંચ વિકેટ માત્ર 17 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી અને ટીમનું સન્માનજનક સ્કોર પર પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું હતું, ત્યારે મેદાનમાં ટીમ ઈન્ડિયાના કપ્તાન કપિલ દેવ મેદાનમાં આવ્યા અને તે બાદ જે થયું તે એક ઈતિહાસ છે.

175 રનની ધમાકેદાર ઈનિંગ

કપિલદેવ એ કરી બતાવ્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું અને વર્લ્ડ કપમાં અગાઉ ક્યારેય પણ આવ્યું બન્યું નહોતું. કપિલ દેવે પૂંછડિયા બેટ્સમેનો સાથે મળીને ભારતીય ટીમનો સ્કોર 17/5 થી 266 રન સુધી પહોંચાડી દીધો હતો. કપિલે 175 રનની અણનમ ઇનિંગ રમી હતી. જેમાં તેણે 138 બોલનો સામનો કર્યો અને 16 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. કપિલે વિકેટકીપર સૈયદ કિરમાણી (24) સાથે નવમી વિકેટની ભાગીદારીમાં 126 રન જોડ્યા હતા. ત્યારબાદ ભારતે ઝિમ્બાબ્વેને 235 રનમાં ઓલઆઉટ કરીને 31 રનથી મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચોઃ Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ મેદાનમાં ક્યારે પરત ફરશે? સ્ટાર બોલરને લઈ આવ્યા મોટા સમાચાર

ટીમ ઈન્ડિયાના સકંટ મોચક ‘કપિલ દેવ’

બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં તે સમયના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર કપિલ દેવે અત્યંત કપરા સમયમાં સકંટ મોચક બની ધમાકેદાર પર્ફોમન્સ કરીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી અને અંતમાં અન્ડર ડોગ ભારતીય ટીમને પોતાની કપ્તાનીમાં સૌપ્રથમ વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું. કપિલ દેવની આગેવાની વાળી ભારતીય ટીમે વર્લ્ડકપ જીતીને ક્રિકેટની દુનિયામાં ભારતનું નામ રોશન કર્યુ હતું.

મેચનું પ્રસારણ થઈ શક્યું નહોતું

કપિલ દેવની આ ઐતિહાસિક ઈનિંગ લાઈવ જોનાર લોકોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. મેદાનમાં હાજર લોકો સિવાય અન્ય લોકો આ મેચનું પ્રસારણ નિહાળી ન શક્યા. પ્રસારણકર્તા BBCના કર્મચારીઓની હડતાળના કારણે આ મેચનું પ્રસારણ થઈ શક્યું નહોતું. 24 ડિસેમ્બર 2021ના દિવસે રીલીઝ થયેલ 83 મૂવીમાં ફેન્સને કપિલ દેવની આ શાનદાર ઈનિંગની ફિલ્મી ઝલક જોવા મળી હતી, જેમાં કપિલ દેવનો કિરદાર રણવીર સિંહે નિભાવ્યો હતો અને ફિલ્મનું ડિરેક્શન કબીર ખાને કર્યું હતું.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">