MI vs UPW : યુપીના વોરિયર્સ સામે માત્ર 128 રનનો ટાર્ગેટ, મુંબઈની ટીમ પ્રથમ વાર ઓલઆઉટ થઈ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 5:21 PM

યુપી વોરિયર્સની ટીમ ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં પહેલીવાર મુંબઈની ટીમનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10 વિકેટના નુકશાન સાથે 127 રન હતો.

MI vs UPW :  યુપીના વોરિયર્સ સામે માત્ર 128 રનનો ટાર્ગેટ, મુંબઈની ટીમ પ્રથમ વાર ઓલઆઉટ થઈ
Mumbai Indians VS UP warriors

વુમન્સ પ્રીમિયર લીગમાં આજે શનિવારના રોજ  ડબલ હેડરની પ્રથમ મેચ યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. વુમન્સ પ્રીમિયર લીગની આ 15મી મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. યુપી વોરિયર્સની ટીમ ટોસ જીતીને બોલિંગ કરવા ઉતરી હતી. વુમન્સ પ્રીમિયર લીગમાં પહેલીવાર મુંબઈની ટીમનું નબળું પ્રદર્શન જોવા મળ્યું હતું. 20 ઓવર બાદ મુંબઈનો સ્કોર 10 વિકેટના નુકશાન સાથે 127 રન હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે આ ટુર્નામેન્ટમાં પ્રથમ વાર આવું ખરાબ પ્રદર્શન કર્યું છે.યુપી વોરિયર્સને જીતવા માટે 128 રનનો ટાર્ગેટ મળ્યો છે.

મુંબઈનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં મુંબઈ તરફથી હેલી મેથ્યુઝે 35 રન, યાસ્તિકા ભાટિયાએ 7 રન, નેટ સાયવર-બ્રન્ટે 5 રન, હરમનપ્રીત કૌરે 25 રન, એમેલિયા કેરે 3 રન, ઈસી વોંગએ 32 રન, હુમૈરા કાઝીએ 4 રન, ધારા ગુજ્જરે 3 રન, અમનજોત કૌરે 5 રન, જીંતિમાની કલિતાએ 3 રન અને સાયકા ઈશાક 0 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં 4 સિક્સર અને 9 ચોગ્ગા જોવા મળ્યા હતા.

યુપી વોરિયર્સનું પ્રદર્શન

યુપી તરફથી સોફિયાએ 4 ઓવરમાં 15 રન આપી સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. આ સાથે તે 12 વિકેટ સાથે વુમન્સ પ્રીમિયર લીગમાં ટોપ વિકેટ લેનાર બોલર બની ગઈ છે. જ્યારે દિપ્તી શર્માએ 4 ઓવરમાં 35 રન આપી 2 વિકેટ અને રાજેશ્વરી ગાયકવાડે 16 રન આપી 2 વિકેટ લીધી હતી. અંજલીએ 2 ઓવરમાં 10 રન આપી 1 વિકેટ લીધી હતી.

આવી છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

યુપી વોરિયર્સ પ્લેઇંગ ઇલેવન —-એલિસા હીલી(કેપ્ટન), દેવિકા વૈદ્ય, કિરણ નવગીરે, તાહલિયા મેકગ્રા, ગ્રેસ હેરિસ, દીપ્તિ શર્મા, પાર્શવી ચોપરા, સિમરન શેખ, સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી, રાજેશ્વરી ગાયકવાડ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન—–હેલી મેથ્યુઝ, યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, ઈસી વોંગ, હુમૈરા કાઝી, ધારા ગુજ્જર, અમનજોત કૌર, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

4 માર્ચથી 26 માર્ચ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે. 17 અને 19 માર્ચે લીગ રાઉન્ડમાં કોઈ મેચ રમાશે નથી. લીગ રાઉન્ડ 21 માર્ચે સમાપ્ત થશે, એલિમિનેટર ત્રણ દિવસ પછી ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે છે અને એક દિવસના વિરામ પછી ફાઇનલ મેચ રમાશે.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

5 ટીમના 87 ખેલાડીઓ

માસ્કોટ શક્તિ

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati