Suryakumar vs Rashid Khan: રાશિદની અડધી સદી સૂર્યાની સદી કરતા વધારે જબરદસ્ત? ‘પ્લેયર ઓફ ધ મેચ’ ને લઈ ચર્ચા છેડાઈ
MI vs GT, IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડેમાં ગુજરાત ટાઈટન્સ સામે 27 રનથી જીત મેળવી હતી. સૂર્યકુમાર યાદવે આ મેચમાં શાનદાર અણનમ સદી નોંધાવી હતી. જ્યારે રાશિદ થાને 79 રનની ઈનીંગ રમી હતી.
IPL 2023 ની પ્લેઓફ રેસ જબરદસ્ત બની છે. મુંબઈ ઈન્ડિયન્સની ગુજરાત સામેની જીત સાથે રેસ હવે વધારે રોમાંચક બની છે. ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ્સ ટેબલમાં મુંબઈ સામે હાર બાદ પણ નંબર 1 ના સ્થાન પર છે, જ્યારે મુંબઈ ત્રીજા સ્થાને ફરી આવી પહોંચ્યુ છે. વાનખેડેમાં ગુજરાતની બેટિંગ ઈનીંગની શરુઆતે જ મુંબઈની જીતની સ્ક્રિપ્ટ નક્કી થઈ ગઈ હતી. પરંતુ રાશિદ ખાને આમાં અપેક્ષાઓથી અલગ જ કરી દેખાડ્યુ હતુ. એકલા હાથે ગુજરાતની ટીમની શરમજનક હારના વાદળોને વિખેરી નાંખ્યા હતા. જેને લઈ હવે સોશિયલ મીડિયામાં પ્લેયર ઓફ ધ મેચને લઈ સવાલો થવા લાગ્યા છે.
મુંબઈની જીત બાદ પ્લેયર ઓફ ધ મેચ તરીકે સૂર્યકુમાર યાદવને પસંદ કરવામાં આવ્યો હતો. સૂર્યાએ જબરદસ્ત ઈંનીંગ રમીને મુંબઈને શરુઆતની મુશ્કેલીઓમાંથી ટાર્ગેટ મુજબ ઈંનીંગના અંત સુધી ટીમને લઈ ગયો હતો. તેણે આ દરમિયાન અણનમ સદી નોંધાવી હતી. સૂર્યાની સદીના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા પડે એમ છે, પરંતુ કેટલાક પૂર્વ ક્રિકેટરોએ હવે રાશિદનો પક્ષ લેવાનુ શરુ કર્યુ છે.
રાશિદને લઈ ચર્ચા છેડાઈ
પ્લેયર ઓફ ધ મેચને લઈ ચર્ચાઓનુ જોર ખૂબ ચાલી રહ્યુ છે. સોશિયલ મીડિયા પર રાશિદ ખાનને લઈ ચર્ચા થઈ રહી છે. સૂર્યાની અણનમ સદી કરતા વધારે રાશિદની અડધી સદીની ઈનીંગને ગુજરાતની હાર બાદ પણ મહત્વની બતાવી રહ્યા છે. હવે આમ કરવા પાછળનુ કારણ ચર્ચામાં પોતે બની રહેવા માટે આમ થઈ રહ્યુ છે કે, પછી ખરેખરમાં જ રાશિદની પ્રશંસા છે એ સમજવુ મુશ્કેલ છે.
સૂર્યાએ 49 બોલમાં 103 રનની અણનમ ઈનીંગ રમીને મુંબઈને 218 રનના સ્કોર પર પ્રથમ બેટિંગ કરતા પહોંચાડ્યુ હતુ. જ્યારે મુંબઈના ચાર બેટરોને રાશિદ ખાને પોતાનો શિકાર આ દરમિયાન બનાવ્યો હતો. જ્યારે ગુજરાતે રન ચેઝ કરવા બેટિંગ માટે ઉતરતા 55 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ગુજરાત સમેટાઈ જાય એવી સ્થિતીમાં હતુ અને શરમજનક હારનો ખતરો તોળાયો હતો. જોકે રાશિદે એકલા હાથે ટીમને શરમજનક હારથી બચાવ્યુ હતુ. રાશિદે 10 છગ્ગા વડે 79 રનની અણનમ ઈનીંગ રમી હતી. જોકે અંતમાં એક તરફી રીતે મુંબઈએ 27 રનથી જીત મેળવી હતી.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર એસ. બદ્રીનાથે ટ્વીટ કર્યું કે, “મારા માટે આજે પ્લેયર ઓફ ધ મેચ રાશિદ ખાન છે. તેણે કેટલું અદ્ભુત પ્રદર્શન કર્યુ છે.
Rashid Khan is my man of the match for tonight! What an incredible all round performance #MIvGT @rashidkhan_19 👏
— S.Badrinath (@s_badrinath) May 12, 2023
કોમેન્ટેટર સુનીલ તનેજાએ પણ ટ્વીટ કર્યું કે, “જો સૂર્યકુમાર યાદવ બેજોડ હતો તો રાશિદ ખાન અવિશ્વસનીય હતો. મારા મતે બંનેએ સંયુક્ત રીતે પ્લેયર ઓફ ધ મેચ આપવો જોઈતો હતો.
The Man of the Match award should have been a combined one. SKY was amazing but Rashid was exceptional.
— Sunil Taneja 🇮🇳 (@iSunilTaneja) May 12, 2023
એક ક્રિકેટ ચાહકે તો સૂર્યકુમાર યાદવની માફી પણ માંગી અને રાશિદ ખાનને પ્લેયર ઓફ ધ મેચ કહ્યો. આ પ્રશંસકને અન્ય એક પ્રશંસકનો પણ ટેકો મળ્યો, જેણે જોયું કે રાશિદ ખાનને તેની લડાયક ભાવના માટે પ્લેયર ઓફ ધ મેચ મળવો જોઈએ.
Sorry Suryakumar Yadav 🙏🏿 but Rashid Khan should get man of the match, first took 4fer on road like pitch & then made brill6 fifty from difficult situation👏
Whattta circketer @rashidkhan_19
— ` Frustrated CSKian (@kurkureter) May 12, 2023
IPL 2023માં આવા ઘણા ઉદાહરણો જોવા મળ્યા છે, જ્યાં હારનાર ટીમના ખેલાડીને પ્લેયર ઓફ ધ મેચ પણ મળ્યો છે. અને, આ મેચમાં પણ આ જ ટ્રેન્ડને અનુસરવું જોઈતુ હતુ. એવો મત પણ રજૂ થવા લાગ્યો હતો.
IPL this year had started to give POTM to players from the losing side, and they should have done it today also.
SKY played an outstanding knock, but look at what Rashid has done. 4/30 on this pitch is gold dust, and then he hit the most sixes in the game. https://t.co/XMelYEHpCX
— Gurkirat Singh Gill (@gurkiratsgill) May 12, 2023
કેવી સ્થિતીમાં બેટિંગ
રાશિદ ખાને જોકે એવી સ્થિતીમાં બેટિંગ કરી હતી કે, તેને રન ચેઝનુ દબાણ નહોતુ. તેણે માર્જીન ઓછુ કરવા માટેના શોટ જમાવવાના હતા. જ્યારે સૂર્યાએ ટીમ વિકેટ ગુમાવતા જવા દરમિયાન વિશાળ ટાર્ગેટ રચવો જરુરી હોવાનુ નજરમાં રાખીને બેટિંગ કરવાની હતી. સૂર્યા પર મેચમાં જીત માટે યોગ્ય પડકારનુ દબાણ નહીં, ટીમના પ્લેઓફના સપનાને અકબંધ રાખવાનુ પણ દબાણ હતુ. જે તમામ ભાર તેના જ ખભા પર તે સમયે હતો. જે નિભાવવામાં તે ખરો ઉતર્યો હતો. આમ સૂર્યાએ એકલા હાથે મહત્વના સમયે મોટી ભૂમિકા ભજવી હતી. જેમાં નિષ્ફળતા આખી સિઝન મુંબઈની ખરાબ થઈ જતી.
આ પણ વાંચોઃ IPL 2023: યશસ્વી જયસ્વાલને ટીમ ઈન્ડિયામાં મળશે મોકો? જય શાહના એક ટ્વીટથી મચી ગઈ ચર્ચા
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…