MI vs DC Final Match : ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય, બોલર વોન્ગ-મેથ્યુઝે લીધી 3-3 વિકેટ

Mumbai indians vs Delhi capitals Final Match : બ્રેબોન સ્ટેડિયમમાં હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. હવે દિલ્હીની ટીમે આપેલા ટાર્ગેટને ચેઝ કરવા માટે મુંબઈ ઈન્ડિયન્સના બેટર મેદાનમાં ઉતરશે.

MI vs DC Final Match :  ચેમ્પિયન બનવા માટે મુંબઈ ઈન્ડિયન્સ સામે 132 રનનું લક્ષ્ય, બોલર વોન્ગ-મેથ્યુઝે લીધી 3-3 વિકેટ
MI vs DC Final Match Live Score
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 9:18 PM

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફાઈનલ મેચ આજે બ્રેબોન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હીની કેપ્ટન બર્થ ડે ગર્લ મેગ લેનિંગે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ટોસ હારી હતી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમની બેટિંગ લાઈનઅપ અચાનાક ધરાશાઈ થઈ ગઈ હતી. કેપ્ટન મેગ લેનિંગ પણ 35 રનની લડાયક ઈનિંગ રમીને આઉટ થઈ હતી. મુંબઈ ઈનિયન્સના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકશાન સાથે 131 રન બનાવી શકી હતી. મુંબઈ ઈન્ડિયન્સને ચેમ્પિયન બનવા માટે 132 રનનો ટાર્ગેટ ચેઝ કરવો પડશે.

વુમન્સ પ્રીમિયર લીગની આ રોમાંચક મેચ જોવા માટે હજારોની સંખ્યામાં ફેન્સ બ્રેબોન સ્ટેડિયમમાં હાજર છે. ક્રિકેટ જગતના અનેક ખેલાડીઓ આ મેચ જોવા બ્રેબોન સ્ટેડિયમ પહોંચ્યા છે. સચિન, યુસુફ પઠાન, રોહિત શર્મા, ઇશાન શર્મા અને બીસીસીઆઈ સચિવ જય શાહ આ મેચ જોવા પહોંચ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન

ફાઈનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી વોન્ગે 4 ઓવરમાં 42 રન આપી 3 વિકેટ લીધી હતી. હેલી મેથ્યૂઝે 4 ઓવરમાં 5 રન આપી 3 વિકેટ લીધી હતી. જેમાં તેણે 2 ઓવર મેડન નાંખી હતી.એમિલા કેરે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી.

પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન મેગ લેનિંગે 35 રન, શેફાલી વર્માએ 11 રન, જેમિમાહ રોડ્રિગ્સે 9 રન, મેરિઝાન કેપએ 18 રન, એલિસ કેપ્સીએ 0 રન, જેસ જોનાસને 2 રન, અરુંધતી રેડ્ડીએ 0 રન, તાનિયા ભાટિયાએ 0 રન, રાધા યાદવે 27 રન, શિખા પાંડેએ 27 રન અને મિનુ મણિએ 1 રન બનાવ્યો હતો.પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સે 4 સિક્સર ફટકારી હતી, જ્યારે 15 ચોગ્ગા ફટકાર્યા હતા.

ફાઈનલ મેચ જોવા પહોંચ્યા સચિન, રોહિત અને ઈશાન

વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલ મેચ જોવા માટે ભારતીય પુરુષ ક્રિકેટરો પણ પહોંચ્યા હતા. સચિન, રોહિત અને ઈશાન શર્મા જેવા ખેલાડીઓ મેદાનના બિગ સ્ક્રીન પર દેખાતા ફેન્સ ઝૂમી ઉઠયા હતા. મેદાનમાં સચિન..સચિન..ના નારા પણ લાગ્યા હતા.

પ્રથમ ઈનિંગની રોમાંચક ક્ષણો

બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ ઈલવેન : મેગ લેનિંગ (કેપ્ટન), શફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, મેરિઝાન કેપ, એલિસ કેપ્સી, જેસ જોનાસન, અરુંધતી રેડ્ડી, તાનિયા ભાટિયા (વિકેટકીપર), રાધા યાદવ, શિખા પાંડે, મિનુ મણિ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલવેન: યાસ્તિકા ભાટિયા (વિકેટ કીપર), હેલી મેથ્યુઝ, નેટ સાઈવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર (કેપ્ટન),  કેર, પૂજા વસ્ત્રાકર, ઈસ્સી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાયકા ઈશાક

આવુ હતું વુમેન્સ પ્રીમિયર લીગનું શેડયુલ

20 મેચ બાદ પોઈન્ટ ટેબલની સ્થિતિ

20 ગ્રુપ સ્ટેજની મેચ બાદ 12 પોઈન્ટ અને સારી રન રેટ સાથે દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં ટોપ કર્યું હતુ. જ્યારે મુંબઈ ટીમ 8 મેચમાં 6 જીત સાથે બીજા ક્રમે હતુ. અને યુપી વોરિયર્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે હતું.

પ્રથમ પ્રીમિયર લીગની સૌથી મોંઘી ખેલાડીઓ

5 ટીમના 87 ખેલાડીઓ

માસ્કોટ શક્તિ

વુમેન્સ પ્રીમિયર લીગના માસ્કોટનું નામ શક્તિ છે. મહિલાઓને ધ્યાનમાં રાખીને આ માસ્કોટ તૈયાર કરવામાં આવ્યું છે. આ લીગની તમામ મેચ મહારાષ્ટ્રના સ્ટેડિયમમાં રમાશે. લીગની તમામ મેચમાં મહિલાઓને ફ્રિમાં એન્ટ્રી આપવામાં આવશે.

WPL 2023નું એન્થમ સોન્ગ

BCCIએ મહિલા પ્રીમિયર લીગની ઉદઘાટન સિઝન માટે એક આકર્ષક થીમ સોંગ રિલીઝ કર્યું છે. ‘યે તો બસ શુરુઆત હૈ’ શીર્ષક ધરાવતું આ ગીત ભારતીય મહિલા ક્રિકેટરોની હિંમત વધારવા માટે છે. જેમણે રમતના શિખર સુધી પહોંચવા માટે અસંખ્ય અવરોધોને પાર કર્યા છે.

થીમ સોંગ લીગનો ઉદ્દશેય અને ખેલાડીઓની ભાવનાને કેપ્ચર કરે છે. ગીતના બોલ ખેલાડીઓએ જે પડકારોનો સામનો કર્યો છે અને જે નિશ્ચય સાથે તેઓએ તેનો સામનો કર્યો છે તેની વાત કરે છે. આ ગીત ખેલાડીઓને તેમની યાત્રા ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">