મેથ્યુ હેડનની માગ, ઓસ્ટ્રેલિયા માટે મેચ ન રમનાર ખેલાડીઓનો પગાર કાપવામાં આવે

|

Feb 25, 2022 | 11:02 PM

પેટ કમિન્સસ, ઓપનર ડેવિડ વોર્નર, ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને માર્ચમાં પાકિસ્તાન સામે રમાનાર સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે.

મેથ્યુ હેડનની માગ, ઓસ્ટ્રેલિયા માટે મેચ ન રમનાર ખેલાડીઓનો પગાર કાપવામાં આવે
Matthew Hayden (File Photo)

Follow us on

ઓસ્ટ્રેલિયાના પુર્વ ક્રિકેટર મેથ્યુ હેડન (Matthew Hayden) એ શુક્રવારે ઓસ્ટ્રેલિયા માટે મેચ ન રમનાર ખેલાડીઓનો પગાર કાપી લેવાની માગ કરી છે. મેથ્યુ હેડનું નિવેદન ટેસ્ટ સુકાની પેટ કમિન્સસ, ઓપનર ડેવિડ વોર્નર (David Warner), ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડને માર્ચમાં પાકિસ્તાન સામે રમાનાર સીરિઝ માટે આરામ આપ્યા બાદ સામે આવ્યું હતું.

મેથ્યુ હેડને ‘ધ ઓસ્ટ્રેલિયન’ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેણે કહ્યું કે, “જ્યારે ખેલાડીઓ પોતાના દેશ માટે રમતા નથી અથવા પોતાની દેશ માટે પસંદ નથી થતાં ત્યારે તેમના પ્રદર્શન પર ચિંતાનો વિષય બની જાય છે. તમે બધા ખરેખર પોતાના દેશ માટે રમવા માટે ઉત્સુક હોવ છો અને જો તમને દેશ માટે રમવા નથી મળતું, તો વાસ્તવમાં હું પ્રશ્ન કરુ છું કે તમારૂ પ્રદર્શન કેમ સારૂ નથી.”

મેથ્યુ હેડને કહ્યું, “તમારા દ્વારા કરવામાં આવેલ વસ્તુ જેમ કે ટીમના મુલ્યો, સિદ્ધાંતો, પોતાના સભ્યો માટે કઇ પણ સારૂ ન કરવાનો પ્રયાસ મુશ્કેલી ઉભી કરી શકે છે. મને લાગે છે કે હાલમાં જ ખેલાડીઓ દ્વારા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ જે રીતે થઇ રહ્યું છે તેમાં ઘણી સમસ્યાઓ ઉભી થતી જોવા મળી રહી છે.”

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

આરામ કરનાર ખેલાડીઓમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર અને જોસ હેઝલવુડ છે. આ ખેલાડીઓ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) માં અનુક્રમે કોલકાતા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ માટે રમવાના છે. પણ આ ત્રણેય 6 એપ્રિલ સુધી ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઇ શકે. મેથ્યુ હેડન કે જેણે ગત વર્ષે સંયુક્ત અરબ અમીરાતમાં ટી20 વર્લ્ડ કપ સમયે પાકિસ્તાનના બેટિંગ સલાહકાર તરીકે કામ કર્યું હતું, તેમને લાગે છે કે સફેદ બોલની મેચ માટે આ સારૂ ન કહેવાય.

તેણે વધુમાં કહ્યું કે, “જ્યારે તમે ઓસ્ટ્રેલિયા માટે રમવા ઇચ્છો છો તો તમારે તકનો ફાયદો ઉઠાવવો જોઇએ. આપણે બધા જાણીએ છીએ કે આઈપીએલ કેટલી મહત્વપુર્ણ છે. મને ખ્યાલ છે કે ખેલાડીઓ અને પ્રશાંસકોને આધુનિક કાર્યક્રમ પ્રમાણે કામ કરવાનું ઘણું મુશ્કેલ થઇ શકે છે. પણ મને હજુ પણ એવું લાગે છે કે ઓસ્ટ્રેલિયા તરફથી દેશ માટે રમવાની તકને ગુમાવવી ન જોઇએ.”

આ પણ વાંચો : Formula 1 પણ એક્શન મોડમાં, F1 એ રદ કરી દીધી આ વર્ષની રશિયાની સોચી ગ્રાન્ડ પ્રિ

આ પણ વાંચો : IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ

Next Article