Formula 1 પણ એક્શન મોડમાં, F1 એ રદ કરી દીધી આ વર્ષની રશિયાની સોચી ગ્રાન્ડ પ્રિ

યુક્રેન (Ukraine) પર રશિયા (Russia) ના આક્રમણ બાદ ખેલ સંગઠનો પણ તેની સામે પગલાં લઈ રહ્યાં છે અને મોટી રમત ટૂર્નામેન્ટની યજમાની છીનવી રહ્યાં છે.

Formula 1 પણ એક્શન મોડમાં, F1 એ રદ કરી દીધી આ વર્ષની રશિયાની સોચી ગ્રાન્ડ પ્રિ
Formula 1: રશિયાના પ્રખ્યાત શહેર સોચીમાં દર વર્ષે ગ્રાન્ડ પ્રિકસનું આયોજન કરવામાં આવે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 10:33 PM

યુક્રેન પર રશિયન હુમલા (Russia-Ukraine Conflict) ની સમગ્ર વિશ્વમાં સખત નિંદા અને ટીકા થઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) ગુરુવાર, 24 ફેબ્રુઆરીએ યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીને મંજૂરી આપી હતી, જેના પછી તેમનો પાડોશી દેશ તબાહીમાં ફસાઈ ગયો છે. આવી સ્થિતિમાં રશિયાને અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. રમતગમતની દુનિયામાં પણ પગલાં લેવાનું શરૂ થઈ ગયું છે. પ્રખ્યાત ફૂટબોલ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ લીગની ફાઈનલની યજમાની છીનવી લીધા બાદ હવે ફોર્મ્યુલા-વન રેસિંગ (F1) દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. F1 અને તેની સંચાલક સંસ્થા FIA એ આ વર્ષની રશિયન ગ્રાન્ડ પ્રિ (F1 Cancels Russian Grand Prix) ને રદ કરવાની જાહેરાત કરી છે. રશિયાના પ્રખ્યાત શહેર સોચીમાં દર વર્ષે ગ્રાન્ડ પ્રિકસનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે રેસ ત્યાં 25 સપ્ટેમ્બરે યોજાવાની હતી.

શુક્રવાર 25 ફેબ્રુઆરીના રોજ, F1 એ એક નિવેદન જારી કરીને કહ્યું કે તે રશિયા-યુક્રેનની વર્તમાન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને, મોટર રેસિંગની વૈશ્વિક સંસ્થા FIA સાથે મળીને નિર્ણય લીધો છે કે આ વર્ષે રશિયન ગ્રાન્ડ પ્રિકસ યોજી શકાય નહીં. પોતાના નિવેદનમાં, F1 એ કહ્યું, “ગુરુવારે સાંજે, F1, FIA અને ટીમોએ અમારી રમતની સ્થિતિ વિશે ચર્ચા કરી અને તમામ હિતધારકોના મતો સાથે મળીને નિષ્કર્ષ કાઢ્યો કે વર્તમાન સંજોગોમાં રશિયન ગ્રાન્ડ પ્રિકસનું આયોજન કરવું અશક્ય છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વેટ્ટલે રેસનો ઇનકાર કર્યો હતો

આ પહેલા ગુરુવારે ચાર વખતના ફોર્મ્યુલા વન ચેમ્પિયન અને એસ્ટન માર્ટિન ટીમના અનુભવી જર્મન રેસર સેબેસ્ટિયન વેટેલે સ્પષ્ટ કર્યું હતું કે જો રેસનું આયોજન કરવામાં આવે તો પણ તે તેમાં ભાગ લેશે નહીં. વેટ્ટલે કહ્યું હતું કે, “મારો અંગત અભિપ્રાય છે કે મારે ત્યાં (રશિયા) ન જવું જોઈએ. મને લાગે છે કે તે દેશમાં રેસ કરવી ખોટું છે.”

રશિયન કંપનીઓની સ્પોન્સરશિપ રદ

તો વળી ટીમો રશિયન કંપનીઓની સ્પોન્સરશિપ પણ રદ કરી રહી છે. ફોર્મ્યુલા 1 ની અમેરિકન ટીમ હાસ F1 એ શુક્રવારે 25 ફેબ્રુઆરીના રોજ પ્રીસીઝન ટ્રેનીંગના છેલ્લા દિવસે તેના મુખ્ય રશિયન પ્રાયોજક યુરાલકલીને દૂર કરવાનો નિર્ણય કર્યો. આ સાથે ટીમની નવી કારનો રંગ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, હાસની રશિયન ડ્રાઈવર નિકિતા માત્ઝપિન હાલ માટે ટીમ માટે રેસ ચાલુ રાખશે.

માત્ર F1 જ નહીં, પરંતુ ઈંગ્લેન્ડની પ્રખ્યાત ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડએ પણ તેના મુખ્ય પ્રાયોજક એરોફ્લોટ સાથેની ડીલ સમાપ્ત કરી દીધી છે. એરોફ્લોટ એ રશિયન એરલાઇન છે જેણે માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે £40 મિલિયનનો સોદો કર્યો હતો. એક દિવસ અગાઉ, બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને રશિયન કંપનીઓ અને અધિકારીઓ સામે પ્રતિબંધોની જાહેરાત સાથે એરોફ્લોટ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ IND vs SL: ઇજાને કારણે ઋતુરાજ ગાયકવાડ સિરીઝમાં બાકી બંને મેચ થી બહાર, ઓપનરના સ્થાન માટે આ ખેલાડીનો સમાવેશ

આ પણ વાંચોઃ Strandja Memorial Boxing: નિક્હત ઝરીન સાથે નીતુ યુક્રેનની બોક્સરને હરાવી ફાઇનલમાં પહોંચી, હવે ગોલ્ડ પર બતાવશે દમ

g clip-path="url(#clip0_868_265)">