LSG vs CSK, IPL 2023, Highlights : લખનૌમાં વરસાદને કારણે મેચ રદ્દ, 19.2 ઓવર પછી રમત રમાઈ નહીં, બંને ટીમો 1-1 પોઈન્ટ
Lucknow Super Giants vs Chennai Super Kings IPL 2023 Highlights in Gujarati:IPL 2023 ની 45મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે.

IPL 2023 ની 45મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે. બંને આ સિઝનમાં બીજી વખત સામસામે આવી હતી. IPL 2023 ની 45મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે વરસાદને કારણે રદ કરવામાં આવી છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 19.2 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવ્યા, ત્યારબાદ વરસાદ શરૂ થયો. બંને ટીમોએ લાંબા સમય સુધી રાહ જોઈ, પરંતુ વરસાદ બંધ ન થયો, જેના પછી મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
લખનૌમાં વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી છે. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યો હતો. વરસાદના કારણે મેચ બપોરે 3.30ને બદલે 3.45 કલાકે શરૂ થઈ હતી. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. આયુષ બદોનીએ અડધી સદી ફટકારી હતી, પરંતુ વરસાદને કારણે લખનૌની ઈનિંગ પૂરી થઈ શકી નહોતી. આ પછી સતત વરસાદ પડ્યો અને અંતે અમ્પાયરોએ મેચ રદ્દ કરવી પડી.
આ પણ વાંચો : Highest Strike Rate in IPL 2023: માહીનો માર સૌથી ઘાતક, સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી બનાવી રહ્યો છે રન
આ મેચ રદ્દ થયા બાદ બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા છે. હવે બંને ટીમના 10 મેચ બાદ 11 પોઈન્ટ છે. સારા નેટ રન રેટના આધારે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા અને ચેન્નાઈની ટીમ ત્રીજા સ્થાને છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો
LIVE NEWS & UPDATES
-
LSG vs CSK, Live Score: લખનૌ અને ચેન્નાઈની મેચ રદ્દ, વરસાદે રમત બગાડી
લખનૌમાં વરસાદને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાઈ રહેલી લખનૌ સુપર જાયન્ટ્સની મેચ રદ્દ કરવામાં આવી છે. મેચ રોકાઈ ત્યાં સુધીમાં લખનૌએ 19.2 ઓવરમાં 7 વિકેટે 125 રન બનાવી લીધા હતા.
-
PBKS vs MI Live Score: મુંબઈએ જીત્યો ટોસ
-
-
LSG vs CSK, Live Score: ચેન્નાઈ બેટિંગ કરવા ઉતરશે
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો દાવ 19.2 ઓવરથી આગળ નહીં વધે. વરસાદના કારણે મેચ રોકાઈ ત્યારે સ્કોર 7 વિકેટે 125 રન હતો. જ્યારે મેચ 15 ઓવરની હશે ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને 106 રનનો ટાર્ગેટ આપવામાં આવશે. જો 10 ઓવરની મેચ કરવામાં આવે તો લક્ષ્યાંક 76 રનનો રહેશે.
-
LSG vs CSK, Live Score: મેચ ટૂંક સમયમાં શરૂ થશે
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમનો દાવ 19.2 ઓવરમાં 7 વિકેટે 125 રન હતો ત્યારે વરસાદને કારણે મેચ રોકવી પડી હતી. હાલમાં મેદાન પરથી કવર કાઢવામાં આવી રહ્યા છે
-
LSG vs CSK, Live Score: ડકવર્થ-લુઈસ નિયમ લાવવામાં આવી શકે છે
જો વરસાદના કારણે વધુ સમય વેડફાય તો લખનૌની ઇનિંગ્સ આ સ્કોર પર સમાપ્ત થઈ શકે છે અને ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ ચેન્નાઈ સામે લક્ષ્યાંક રાખવામાં આવી શકે છે.
-
-
LSG vs CSK, Live Score: વરસાદને કારણે મેચ રોકવામાં આવી
વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ થયો હતો અને તેના કારણે મેચ ફરી રોકી દેવામાં આવી છે. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 19.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. આયુષ બદોની અડધી સદી સાથે રમી રહ્યો છે.
-
LSG vs CSK, Live Score: લખનઉની સાતમી વિકેટ પડી
લખનઉની સાતમી વિકેટ 125 રનના સ્કોર પર પડી છે. કૃષ્ણપ્પા ગૌતમ ત્રણ બોલમાં એક રન બનાવીને આઉટ થયો છે. મથિશા પથિરાનાએ તેને અજિંક્ય રહાણેના હાથે કેચ કરાવ્યો હતો.
-
LSG vs CSK, Live Score: આયુષ બદોનીની અડધી સદી
આયુષ બદોનીએ 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. તેણે આ મેચમાં શાનદાર ઇનિંગ રમી છે. તેણે અત્યાર સુધી ચાર સિક્સર અને બે ફોર ફટકારી છે. તેની શાનદાર ઇનિંગ્સના કારણે લખનૌની ટીમે લડત આપવા જેવો સ્કોર બનાવ્યો છે. લખનૌની મુશ્કેલ પિચમાં 120થી વધુના લક્ષ્યનો પીછો કરવો સરળ નહીં હોય. લખનૌનો સ્કોર 19 ઓવર બાદ છ વિકેટે 125 રન છે.
-
LSG vs CSK, Live Score: લખનઉની છઠ્ઠી વિકેટ પડી
લખનૌ સુપર જાયન્ટ્સની છઠ્ઠી વિકેટ 103 રનના સ્કોર પર પડી હતી. નિકોલસ પૂરન 31 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. તે મથિશા પથિરાનાની બોલિંગ પર મોઈન અલીના હાથે કેચ આઉટ થયો હતો. હવે કૃષ્ણપ્પા ગૌતમ આયુષ બદોની સાથે ક્રીઝ પર છે. લખનૌનો સ્કોર 18 ઓવર બાદ છ વિકેટે 105 રન છે.
-
LSG vs CSK, Live Score: 15 ઓવર પછી સ્કોર 73/5
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની બેટિંગે ફરી એકવાર નિરાશ કર્યો છે. 15 ઓવર રમ્યા બાદ ટીમનો સ્કોર માત્ર 73 રન છે. અત્યારે
-
LSG vs CSK, Live Score: લખનૌનો સ્કોર 50 રનને પાર
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર પાંચ વિકેટના નુકસાને 50 રનને પાર કરી ગયો છે. નિકોલસ પૂરન અને આયુષ બદોની ક્રિઝ પર છે.
-
LSG vs CSK, Live Score: લખનૌની ટીમનો સ્કોર 52/5
12 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટસનો સ્કોર 52/5 છે. નિકોલસ પૂરન 16 બોલમાં 9 રન અને આયુષ બદોની 7 બોલમાં 4 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે
-
LSG vs CSK, Live Score: લખનઉની પાંચમી વિકેટ પડી
લખનૌ સુપર જાયન્ટ્સની પાંચમી વિકેટ 44 રનના સ્કોર પર પડી હતી. મોઈન અલીએ પોતાના જ બોલ પર કરણ શર્માનો સરળ કેચ લીધો હતો. કરણે 16 બોલમાં નવ રન બનાવ્યા હતા. હવે આયુષ બદોની નિકોલસ પૂરન સાથે ક્રીઝ પર છે. 10 ઓવર પછી લખનૌનો સ્કોર પાંચ વિકેટે 44 રન છે. ચેન્નાઈની તમામ પાંચ વિકેટ સ્પિન બોલરોએ લીધી છે. તિક્ષા અને મોઈન અલીએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે જાડેજાને એક વિકેટ મળી હતી.
-
LSG vs CSK, Live Score: લખનૌની ટીમ મુશ્કેલીમાં
હવે લખનૌની ટીમ મુશ્કેલીમાં છે. કરણ શર્મા સાથે નિકોલસ પૂરન ક્રિઝ પર છે. લખનૌની ટીમનો સ્કોર 44/5
-
LSG vs CSK, Live Score: ચેન્નાઈના સ્પિન બોલરો સામે લખનઉના બેટ્સમેનો નિષ્ફળ
લખનૌની ચોથી વિકેટ 34 રનના સ્કોર પર પડી હતી. ચેન્નાઈના સ્પિન બોલરો સામે લખનઉના બેટ્સમેનો નિષ્ફળ જઈ રહ્યા છે. લખનૌની ચારેય વિકેટ સ્પિન બોલરોએ લીધી છે. મોઈન અલી અને રવીન્દ્ર જાડેજાને એક-એક વિકેટ મળી હતી જ્યારે મહિશ થિક્સાને બે વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજાએ માર્ક સ્ટોઈનિસને આઉટ કરીને લખનૌને ચોથો ઝટકો આપ્યો છે.
-
LSG vs CSK, Live Score: 8 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 38/4
8 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 38/4 છે. પુરન 4 બોલમાં 2 અને કરણ 11 બોલમાં 6 રન બનાવી ક્રિઝ પર રમી રહ્યા છે.
-
LSG vs CSK, Live Score: લખનૌ સુપર જાયન્ટ્સને ચોથો ઝટકો
માર્કસ સ્ટોઇનિસ 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો
-
LSG vs CSK, Live Score: માર્કસ સ્ટોઇનિસે ચોગ્ગા સાથે ખાતું ખોલ્યું
રવિન્દ્ર જાડેજાએ માર્કસ સ્ટોઈનિસને ક્લીન બોલ્ડ કરીને લખનૌની ટીમને મોટો ઝટકો આપ્યો હતો. ટીમ માટે મુશ્કેલીમાં રન બનાવનાર બેટ્સમેને 6 રન બનાવીને પરત ફરવું પડ્યું હતું.
-
LSG vs CSK, Live Score: કૃણાલ પંડ્યા ગોલ્ડન ડક
મહિષ તિક્ષ્ણાએ લખનૌની ટીમને સતત બે બોલ પર બે ઝટકા આપ્યા છે. પહેલા મનન વોહરા અને પછી કેપ્ટન કૃણાલ પંડ્યાની વિકેટ લીધી હતી
-
LSG vs CSK, Live Score: લખનૌ સુપર જાયન્ટ્સને બીજો ઝટકો
લખનૌની બીજી વિકેટ 27 રનના સ્કોર પર પડી હતી. કાયલ મેયર્સ બાદ મનન વોહરા પણ આઉટ કર્યો. તેણે 11 બોલમાં 10 રન બનાવ્યા હતા. મહેશ તિક્ષાએ તેને ક્લીન બોલ્ડ કરાવ્યો.
-
LSG vs CSK, Live Score: 5 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 25/1
લખનૌ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ 18 રનના સ્કોર પર પડી હતી. કાયલ મેયર્સ 17 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો છે. મોઈન અલીએ તેને ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ કરાવ્યો હતો. હવે કરણ શર્મા મનન વોહરા સાથે ક્રિઝ પર છે. 5 ઓવર પછી લખનૌનો સ્કોર એક વિકેટે 25 રન છે.
-
LSG vs CSK, Live Score: મનન વોહરાએ ચોગ્ગો ફટકાર્યો
-
LSG vs CSK, Live Score: કરણ શર્મા અને મનન વોહરા ક્રિઝ પર
-
LSG vs CSK, Live Score: કાઇલ મેયર્સ આઉટ
લખનૌ સુપર જાયન્ટ્સની પહેલી વિકેટ 18 રનના સ્કોર પર પડી હતી. કાયલ મેયર્સ 17 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો છે. મોઈન અલીએ તેને ઋતુરાજ ગાયકવાડના હાથે કેચ કરાવ્યો હતો.
-
LSG vs CSK, Live Score: 3 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 16/0
-
LSG vs CSK, Live Score: લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 6/0
લખનૌ માટે કાયલ મેયર્સ 9 બોલમાં 4 રન અને મનન વોહરા 3 બોલમાં 2 રન બનાવી રમી રહ્યા છે, 2 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 6/0
-
LSG vs CSK, Live Score: મનન વોહરાએ ચોગ્ગો ફટકાર્યો
લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. લખનૌ માટે કાયલ મેયર્સ અને મનન વોહરાએ ઇનિંગ્સની શરૂઆત કરી હતી. દીપક ચહરે ચેન્નાઈ માટે પ્રથમ ઓવર કરી હતી. પ્રથમ ઓવર બાદ લખનૌનો સ્કોર 5/0
-
LSG vs CSK, Live Score: મેચ શરુ
લખનૌ સુપર જાયન્ટ્સના ખેલાડી મનન વોહરા અને કાઇલ મેયર્સ ક્રિઝ પર છે. દિપક ચહર પ્રથમ બોલિંગ નાંખી રહ્યો છે
-
LSG vs CSK, Live Score: બંન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન
ચેન્નાઈ સુપર કિંગ્સઃ ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, મહેન્દ્ર સિંહ ધોની , દીપક ચહર, તુષાર દેશપાંડે, મથિશા પથિરાના, મહિશ થિક્સાના
લખનૌ સુપર જાયન્ટ્સ :કાઇલ મેયર્સ, મનન વોહરા, કર્ણ શર્મા, આયુષ બદોની, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન કૃણાલ પંડ્યા કૃષ્ણપ્પા ગૌતમ, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન.
-
LSG vs CSK, Live Score: ચેન્નાઈએ ટૉસ જીત્યો
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. દીપક ચહર આજની મેચમાં વાપસી કરી રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલ સમગ્ર સિઝન માટે બહાર થઈ ગયા છે. કૃણાલ પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે.
-
LSG vs CSK, Live Score: લખનૌમાં વરસાદ બંધ, 4.45 વાગ્યે શરૂ થશે રમત
લખનૌમાં વરસાદ બંધ થઈ ગયો છે અને કવર જમીન પરથી ઉતરી ગયા છે. અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય લીધો છે કે ટોસ બપોરે 3.30 વાગ્યે થશે અને મેચ 3.45 વાગ્યે શરૂ થશે.
-
LSG vs CSK, Live Score: કેએલ રાહુલની ઈજાને લઈ મોટુ અપડેટ
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે બુધવારે અટર બિહારી વાજપેયી સ્ટેડિયમમાં ટક્કર થવાની છે. સિઝનની 45 મી મેચ ગુજ્જુ ખેલાડી કૃણાલ પંડ્યા ટીમનુ સુકાન સંભાળશે. આ પણ વાંચો : KL Rahul Injury: કેએલ રાહુલની ઈજાને લઈ મોટુ અપડેટ, ચેન્નાઈ સામે લખનૌનુ સુકાન સંભાળશે કૃણાલ પંડ્યા
-
LSG vs CSK, Live Score: ચેન્નાઈનું પલડું ભારે
આ બંને ટીમો IPL 2023ની છઠ્ઠી મેચમાં ટક્કરાય હતી, જેમાં ચેન્નાઈએ લખનૌને 12 રને હરાવ્યું હતું. પોઈન્ટ ટેબલમાં લખનૌ ભલે ચેન્નાઈ સુપરથી ઉપર હોય પરંતુ ચેન્નાઈ તેને ઘરઆંગણે પણ હરાવવાની શક્તિ ધરાવે છે.
-
LSG vs CSK, Live Score: રાહુલ આજની મેચ નહિ રમે
લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન લોકેશ રાહુલ ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયો છે. રાહુલની જગ્યાએ કૃણાલ પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી છે.
-
LSG vs CSK, Live Score: લખનૌમાં ઘેરાયા વાદળો
લખનૌમાં ઘેરાયા વાદળો છે. વરસાદની સંભાવના છે. વરસાદ બંને ટીમોની રમત બગાડી શકે છે,લખનૌના મેદાની વિસ્તારોમાં હળવા વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. આ કારણે મેચ શરૂ થવામાં વિલંબ થઈ શકે છે.
-
LSG vs CSK, Live Score: લખનૌ અને ચેન્નઈ વચ્ચે ટક્કર
IPL 2023ની 45મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બંને આ સિઝનમાં બીજી વખત આમને-સામને થશે
Published On - May 03,2023 3:00 PM