અંપાયર ‘ગજબ’ કરતા કરતા ચૂક્યો! મેચમાં બેટ્સમેને ફટકારેલા બોલને કેચ કરવા એક્શનમાં આવી ગયો-Video

ધર્મસેનાએ બેટ્સમેન દ્વારા ફટકારાયેલા બોલને બે હાથ ફેલાવીને કેચ કરવા માટે થઈને પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાદમાં એ વાતનો ખ્યાલ આવ્યો હોય એમ કે પોતે ફિલ્ડર નહીં અંપાયર છે, તો તુરત જ પોતાના બંને હાથ પાછા ખેંચી લીધા હતા.

અંપાયર 'ગજબ' કરતા કરતા ચૂક્યો! મેચમાં બેટ્સમેને ફટકારેલા બોલને કેચ કરવા એક્શનમાં આવી ગયો-Video
Kumar Dharmasena અપંયારીંગ દરમિયાન ફિલ્ડીંગ કરવા લાગ્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 11:14 AM

શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા (Sri Lanka vs Australia) વચ્ચે કોલંબોમાં રવિવારે વન ડે સિરીઝની ત્રીજી મેચ રમાઈ હતી. 5 મેચની સિરીઝમાં શ્રીલંકાએ 2-1 થી સરસાઈ મેળવી લીધી છે. રવિવારે રમાયેલી વન ડે મેચમાં એક હાસ્યાસ્પદ દૃશ્ય સર્જાયુ હતુ. કારણ કે મેચમાં જેના માથે અંપાયરીંગ કરવાની જવાબદારી હતી એ જ ફિલ્ડીંગ એક્શનમાં આવી ગયેલી સ્થિતીમાં જોવા મળ્યા હતા. આ અંપાયર ક્રિકેટનો જાણીતો ચહેરો કુમાર ધર્મસેના (Kumar Dharmasena) હતો. તે હાલમાં અંપાયરની ભૂમિકામાં જોવા મળે છે, જે એક સમયે શ્રીલંકન ટીમ (Sri Lanka Cricket Team) નો મહત્વનો ખેલાડી હતો. ધર્મસેનાએ બેટ્સમેન દ્વારા ફટકારાયેલા બોલને બે હાથ ફેલાવીને કેચ કરવા માટે થઈને પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાદમાં એ વાતનો ખ્યાલ આવ્યો હોય એમ કે પોતે ફિલ્ડર નહીં અંપાયર છે, તો તુરત જ પોતાના બંને હાથ પાછા ખેંચી લીધા હતા.

એલેક્સ કેરી ક્રિઝ પર હતો અને તેણે એક શોટ સ્કેવર લેગની દીશામાં ફટકાર્યો હતો. એલેક્સના શોટથી નિકળેલો બોલ થોડોક હવામાંમ હતો અને તે સિધો જ લેગ અંપાયરની દીશામાં જઈ રહ્યો હતો. અંપાયર તરીકે આ સ્થાન પર કુમાર ધર્મસેના હતા અને તેઓએ પોતાના તરફ આવી રહેલા બોલને કેચ કરવા માટે પ્રયાસ કરવા લાગ્યા હતા. એટલે કે પોતાના બંને હાથ કેચ માટે એક્શનમાં લાવી દીધા હતા. પરંતુ બોલ તેમના હાથ સુધી પહોંચે એ પહેલા જ તેઓને સ્થિતી સમજાઈ ગઈ હતી કે પોતે, ફિલ્ડર નહીં પરંતુ અંપાયર છે. બસ બોલને કેચ કરવાનુ માંડી વાળ્યુ હતુ અને તેઓ પોતાના પગ પણ પાછા કરી લીધા હતા.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ મજા લીધી

જોકે તેમની આ એક્શન હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી છે. ક્રિકેટ ફેન્સ હવે અંપાયર કુમાર ધર્મસેનાને ટ્રોલ કરવા લાગ્યા છે. તો વળી ફેન્સની સાથે સાથે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ સોશિયલ મીડિયા પર આ મજેદાર એક્શનને લઈ મજા લેવાનુ ચુક્યુ નહોતુ. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ક્ષણની તસ્વીર ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, કેચ, અંપાયર કુમાર ઘર્મસેનાને લાગે છે કે તે એક્શનમાં આવવા ઈચ્છે છે… આભાર કે તેઓએ આમ ના કર્યુ!

તો અન્ય એક ફેન્સે તો કુમાર ધર્મસેનાનો આ ક્ષણનો વિડીયો પણ શેર કર્યો હતો અને મજા લીધી હતી. કુમાર ધર્મસેનાએ કેચ કરવા માટે કરેલા પ્રયાસને ફેન્સ ખૂબ મજા લઈ રહ્યા છે અને તેમની તસ્વીર અને વિડીયો શેર કરી રહ્યા છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આવી રહી હતી મેચ

ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 50 ઓવરના અંતે 291 રન બનાવ્યા હતા. પ્રથમ બેટીંગ કરવા દરમિયાન ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચ અને ટ્રેવિસ હેડ એ અડધી સદી નોંધાવી હતી. બંનેની મદદ થી આ વિશાળ સ્કોર શ્રીલંકા સામે ખડી શકાયો હતો. જવાબમાં શ્રીલંકાએ પણ આ વિશાળ સ્કોરને પાર કરી લઈને જીત મેળવી હતી. શ્રીલંકાએ 49 મી ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.

પથુમ નિશંકાએ 137 રનની વિશાળ ઈનીંગ રમી હતી. તેની સાથે મેન્ડિસે પણ 87 રનની ઈનીંગ રમી હતી. જોકે મેન્ડિસ રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. આ બંનેની રમતે શ્રીલંકાની જીત નિશ્ચિત કરી લીધી હતી. આ પહેલા શ્રીલંકાના જેફરી વંડર્સે એ ઓસ્ટ્રેલિયાની 3 વિકેટ ઝડપી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">