World Cup વિજેતા બનાવનાર દિગ્ગજ ખેલાડી રસ્તાઓ પર લોકોને ચા વહેંચી રહ્યો છે, જોઈને સૌ કોઈ રહી ગયુ દંગ

શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર રોશન મહાનામા (Roshan Mahanama) લોકોને ચા અને બન પીરસી રહ્યા છે. તેને હાથમાં ચાની ટ્રે લઈને ફરતો જોઈને સૌ કોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા. મહાનામા 1987, 1992, 1996 અને 1999માં 4 ICC વર્લ્ડ કપનો હિસ્સો રહ્યો હતો.

World Cup વિજેતા બનાવનાર દિગ્ગજ ખેલાડી રસ્તાઓ પર લોકોને ચા વહેંચી રહ્યો છે, જોઈને સૌ કોઈ રહી ગયુ દંગ
Roshan Mahanama ની આ તસ્વીરો ખૂબ વાયરલ થઈ રહી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 10:01 AM

શ્રીલંકાની ઐતિહાસિક વર્લ્ડ કપ (World Cup) જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર ક્રિકેટર રોશન મહાનમા (Roshan Mahanama) રસ્તા પર લોકોને ચા પીવડાવતો જોવા મળ્યો હતો. શ્રીલંકા ક્રિકેટ નો  દિગ્ગજ ખેલાડીને હાથમાં ટ્રે લઈને ફરતા જોઈને સૌ કોઈ દંગ રહી ગયા. મહાનમાએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટા પણ શેર કર્યા છે, જેમાં તે પેટ્રોલ પંપ પર લાઈનમાં ઉભેલા લોકોને ચા અને બન આપતા જોવા મળે છે. હકીકતમાં, શ્રીલંકામાં હાલમાં ખોરાક, ઇંધણ અને દવાઓની અછત છે. રોડ સુધી પેટ્રોલ માટે પંપ પર લાંબી લાઈનો છે. આ આર્થિક સંકટ (SriLanka Economic Crisis) માં મદદ માટે દરેક જણ આગળ આવી રહ્યા છે. પેટ્રોલ માટે લાઈનમાં ઉભા રહેલા લોકોને મહાનામાએ ચા પણ પીવડાવી હતી.

કપરી સ્થિતીમાં લોકોને મદદ કરવા માટે અપિલ કરી

ફોટો શેર કરતા મહાનમાએ લખ્યું છે કે અમે વોર્ડ પ્લેસ, વિજેરામા માવથા ની આસપાસના પેટ્રોલ પંપ પર લાઇનમાં લોકોને ભોજન પીરસવાનું કામ કર્યું. દિવસેને દિવસે આ લાઇન લાંબી થતી જાય છે. લાઈનમાં ઉભેલા લોકોની તબિયત લથડી રહી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે તેઓ પંપ પર લાઈનમાં ઉભેલા લોકોની સંભાળ રાખે અને એકબીજાને મદદ કરે. ચારે બાજુ મહાનામાની પ્રશંસા થઈ રહી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મહાનામાએ શ્રીલંકા માટે 52 ટેસ્ટ અને 213 વનડે રમી છે. તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 4 સદી અને 11 અડધી સદી સહિત કુલ 2 હજાર 576 રન છે. એક જ ODI માં કુલ 5 હજાર 162 રન છે જેમાં 4 સદી અને 35 અડધી સદી સામેલ છે.

મહાનામા 4 વખત વિશ્વકપનો રમી ચૂક્યો છે

મહાનામા 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ટીમનો મહત્વનો હિસ્સો હતો. શ્રીલંકાએ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. તે 1987, 1992, 1996 અને 1999માં 4 ICC વર્લ્ડ કપ ટુર્નામેન્ટનો ભાગ હતો. આ અનુભવી ખેલાડીએ 1999ના વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. નિવૃત્તિ પછી, તે ICC મેચ રેફરી બન્યો. તેણે 2004માં વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ODI મેચમાં મેચ રેફરી તરીકે ડેબ્યૂ કર્યું હતું. તે 2004માં મેચ રેફરીના ચુનંદા જૂથમાં જોડાયો હતો. મહાનામા ક્રિકેટ ઈતિહાસમાં ડે નાઈટ ટેસ્ટ મેચના પ્રથમ રેફરી પણ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">