AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુલદીપ યાદવની હેટ્રિક, 3 બોલમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ધ્રૂજ્યા, જુઓ Video

India A vs New Zealand A: કુલદીપ યાદવે ન્યુઝીલેન્ડ A સામેની બીજી વનડેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 47મી ઓવરમાં તેની બોલિંગ જોઈને કિવી બેટ્સમેનો ધ્રૂજવા લાગ્યા હતા.

કુલદીપ યાદવની હેટ્રિક, 3 બોલમાં ન્યુઝીલેન્ડના બેટ્સમેનો ધ્રૂજ્યા, જુઓ Video
Kuldeep Yadav took a hattrick against New Zealand A
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2022 | 7:52 PM
Share

કુલદીપ યાદવે (Kuldeep Yadav) રવિવારે ન્યુઝીલેન્ડ A સામે કમાલ કર્યો હતો. તેણે હેટ્રિક લીધી હતી. ચેન્નાઈમાં ન્યુઝીલેન્ડ A વિરૂદ્ધ રમાઈ રહેલી બીજી બિનસત્તાવાર ODI મેચમાં કીવી ટીમ કુલદીપના જોર સામે ફ્લોપ થઇ ગઇ હતી અને આખી ટીમ 47 ઓવરમાં 219 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કુલદીપનો સામનો માત્ર 2 કિવી બેટ્સમેન જ કરી શક્યા. આ મેચમાં ભારતીય બોલરે શાનદાર પ્રદર્શન કરી 51 રનમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.

47 મી ઓવરમાં કુલદીપનો તરખાટ

કુલદીપના તોફાન સામે ન્યુઝીલેન્ડની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી. તેણે 45 મી ઓવરના 5 માં બોલ પર સીન સોલિયાને 28 રન પર મોકલીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું. ખાતું ખોલ્યા બાદ કેપ્ટન સંજુ સેમસને તેને ડેથ ઓવરમાં બોલિંગ કરવાની જવાબદારી સોંપી હતી. 47મી ઓવરમાં કુલદીપ ફરીથી બોલિંગ કરવા આવ્યો અને પછી તેણે એવી બોલિંગ કરી કે કિવી બેટ્સમેનો પણ ધ્રૂજવા લાગ્યા.

આખા સ્ટેડિયમે ઉભા થઈને કુલદીપનો ઉત્સાહ વધાર્યો હતો. કુલદીપે ઓવરના ચોથા બોલ પર લોગાન વાન બીકને 4 રન પર પેવેલિયન મોકલ્યો હતો. આગલા બોલ પર જો વોકરને અને પછી ઓવરના છેલ્લા બોલ પર જેકબ ડફીને આઉટ કરીને ન્યૂઝીલેન્ડની ટીમને સમેટી લીધી હતો. વોકર અને ડફી પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ન્યુઝીલેન્ડ માટે સર્વાધિક 72 રન, જો કાર્ટરે બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોની થઇ હાલત ખરાબ

કુલદીપ ઉપરાંત રાહુલ ચહર અને ઋષિ ધવનને 2-2 સફળતા મળી હતી. બીજી તરફ ઉમરાન મલિક અને રાજ બાવાને એક-એક સફળતા મળી હતી. ન્યુઝીલેન્ડની બેટિંગની વાત કરીએ તો 5 બેટ્સમેનનો સ્કોર બે આંકડા સુધી પણ પહોંચી શક્યો નથી. તે જ સમયે, 4 બેટ્સમેન 30 રનથી ઉપર વધી શક્યા ન હતા.

રચિન રવીન્દ્ર અને જો કાર્ટર ન્યૂઝીલેન્ડને 200 રનથી આગળ લઈ ગયા હતા. રવિન્દ્રએ 65 બોલમાં 61 રન બનાવ્યા હતા, જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. તો બીજી બાજુ, કાર્ટરે 80 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 72 રનની ઇનિંગ રમી હતી. કુલદીપની વાત કરીએ તો તે ગયા મહિને ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી અને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20માં જોવા મળ્યો હતો.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">