AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃણાલ પંડ્યાએ કેપ્ટનશિપ ડેબ્યૂમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ, આવું કરનાર માત્ર ત્રીજો ખેલાડી

નિયમિત કેપ્ટન કેએલ રાહુલની ગેરહાજરીમાં લખનૌ સુપર જાયન્ટ્સની કપ્તાનીનો મોકો મળતા પહેલી જ મેચમાં ગુજ્જુ ખેલાડીએ અજીબ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. ચેન્નાઈ સામે બેટિંગ કરવા આવેલ કૃણાલ પંડયા શૂન્ય રન બનાવી પોવેલિય ભેગો થયો હતો.

કૃણાલ પંડ્યાએ કેપ્ટનશિપ ડેબ્યૂમાં બનાવ્યો શરમજનક રેકોર્ડ, આવું કરનાર માત્ર ત્રીજો ખેલાડી
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 7:34 PM
Share

કેએલ રાહુલ છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તે આગામી મેચમાંથી બહાર થયો હતો. રાહુલની ઈજા ગંભીર હતી અને તેથી તે આ સિઝનમાંથી પણ લગભગ બહાર થઈ ગયો છે. તેની ગેરહાજરીમાં કૃણાલ પંડ્યાએ બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટીમનું સુકાન સંભાળી. IPLમાં કેપ્ટન તરીકે આ કૃણાલની પ્રથમ મેચ છે.

કૃણાલે નિરાશ કર્યા

કૃણાલ આ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો પરંતુ તે પહેલા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના સ્પિનર ​​મહિષ તિક્ષાનાએ તેને આઉટ કર્યો હતો. બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો અને કૃણાલ તેને રમ્યો, બોલ તેના બેટની કિનારી પર લાગ્યો અને સ્લિપમાં રહાણેના હાથે કેચ આઉટ થયો. કૃણાલ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો.

કૃણાલ પંડયા IPLનો ત્રીજો કેપ્ટન છે જે તેની કેપ્ટન્સી ડેબ્યૂમાં ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. તેના પહેલા IPLની પ્રથમ સિઝનમાં ડેક્કન ચેઝર્સનો કેપ્ટન VVS લક્ષ્મણ કોલકાતા સામે પ્રથમ બોલ પર ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો. જે બાદ આ જ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન એડન માર્કરામ લખનૌ સામે શૂન્ય પર આઉટ થયો હતો અને આવું કરનાર બીજો કેપ્ટન બન્યો હતો.

આ સિઝનમાં કૃણાલનું બેટ વધારે ચાલ્યું નથી. કૃણાલે અત્યાર સુધી રમાયેલી 10 મેચમાં માત્ર 122 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 17.43 અને સ્ટ્રાઈક રેટ 118.45 જ રહી છે. આ સિઝનમાં તે ફિફ્ટી પણ ફટકારી નથી શક્યો. SRH સામે 34 રન તેનો આ સિઝનનો હાઈએસ્ટ સ્કોર છે.

કૃણાલે નવ મેચ રમી છે અને માત્ર છ વિકેટ તેના નામે છે

કૃણાલ એક સારો ઓલરાઉન્ડર છે, પરંતુ આ સિઝનમાં તે બેટિંગની સાથે બોલિંગમાં પણ સારું પ્રદર્શન કરી નથી શક્યો. તે વિકેટ લેવા સંઘર્ષ કરી રહ્યો છે. ચેન્નાઈ સામેની મેચ પહેલા કૃણાલે નવ મેચ રમી છે અને માત્ર છ વિકેટ તેના નામે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 18 રન આપીને ત્રણ વિકેટ તેનું આ સિઝનનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન રહ્યું છે.

એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે કેપ્ટન બન્યા પછી તે એક જવાબદાર ઇનિંગ્સ રમશે, પરંતુ આ મેચમાં પણ તેનું બેટ ચાલ્યું નહીં અને તે ગોલ્ડન ડકનો શિકાર બન્યો.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">