Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs SRH IPL Match Result: રિંકૂ સિંહ અને નીતિશ રાણાનો સંઘર્ષ એળે, કોલકાતા સામે હૈદરાબાદની જીત

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad IPL Match Result: ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતારતા 229 રનનુ વિશાળ લક્ષ્ય મળ્યુ હતુ.

KKR vs SRH IPL Match Result: રિંકૂ સિંહ અને નીતિશ રાણાનો સંઘર્ષ એળે, કોલકાતા સામે હૈદરાબાદની જીત
KKR vs SRH IPL Match Result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2023 | 12:25 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 19મી મેચ ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે આ મેચને જીતી લીધી હતી. કોલકાતાના કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતીને હૈદરાબાદને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ હતુ. આમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 228 રનનો વિશાળ સ્કોર 4 વિકેટ ગુમાવીને કોલકાતા સામે ખડકી દીધો હતો. SRH ના હેરી બ્રૂકે IPL 2023 ની પ્રથમ સદી નોંધાવી હતી. ખરાબ શરુઆત છતાં, કોલકાતાના કેપ્ટન નીતિશ રાણા અને રિંકૂ સિંહે તોફાની રમત વડે લક્ષ્યનો જબરદસ્ત પિછો કર્યો હતો. પરંતુ અંતમાં હૈદરાબાદે 23 રનથી જીત મેળવી હતી.

હૈદરાબાદ તરફથી હેરી બ્રૂક અને કેપ્ટન એડન માર્કરમે તોફાની રમત રમતા કોલકાતાને તેના જ હોમગ્રાઉન્ડ પર વિશાળ લક્ષ્ય આપ્યુ હતુ. હોમગ્રાઉન્ડ પર કોલકાતાને પછાડવુ આ સિઝનમાં મુશ્કેલ લાગી રહ્યુ એમ મરણીયા બનીને હૈદરાબાના કેપ્ટન અને ઓપનરે તોફાન સર્જતી બેટિંગ કરી હતી. બ્રુક્સે 55 બોલનો સામનો કરીને અણનમ સદી નોંધાવી હતી.

નીતિશ-રિંકૂની અડધી સદી એળે

શરુઆત કોલકાતાની ખરાબ રહી હતી. શૂન્ય રને જ ઈનીંગની પ્રથમ ઓવરમાં ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝના રુપમાં ગુમાવી હતી. ગુરબાઝ પ્રથમ ઓવરમાં ત્રીજા બોલ પર શૂન્ય રને જ વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. જોકે જગદીશને સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો, પરંતુ 20 રનના ટીમના સ્કોર પર જ કોલકાતાએ 2 વિકેટ ગુમાવી દીધી હતી. વેંકટેશ અય્યર અને સુનિલ નરેન બેક ટુ બેક વિકેટ ગુમાવતા હૈદરાબાદની છાવણીમાં મેચમાં પલડુ હવે ભારે થયાનુ ખુશી વર્તાઈ ગઈ હતી. વેંકટશે 11 બોલનો સામનો કરીને 10 રન નોંધાવ્યા હતા. અય્યરે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે આગળના બોલ પર સુનિલ નરેન ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. બંનેએ માર્કો યાનસેનના બોલ પર વિકેટ ગુમાવી દીધી હતી. આંન્દ્ર રસેલ 3 રન નોંધાવીને પરત ફર્યો હતો.

IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in pot : ઘરે પીસ લીલીનો છોડ ઉગાડવો છે ખૂબ જ સરળ, જાણો
Most Beautiful Girls : ભારતમાં અહીં છે સૌથી સુંદર છોકરીઓ
સેકન્ડ હેન્ડ કપડાં પહેરે છે આ સુપરસ્ટારનો દીકરો, જુઓ ફોટો
ઉનાળામાં દરરોજ સવારે ગુલકંદ ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

એક સમયે ઝડપથી ત્રણ મહત્વની વિકેટ ટોપ ઓર્ડરની ગુમાવી દેતા કોલકાતા પર મુશ્કેલીઓ ઉતર્યાનુ લાગી રહ્યુ હતુ. પરંતુ કેપ્ટન નીતિશ રાણાએ મેદાનમાં આવતા જ આ ભ્રમ ભાંગી નાંખ્યો હતો. રાણાએ આક્રમક અંદાજથી બેટિંગની શરુઆત કરી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા જમાવતી આતશી બેટિંગ કરતા મેચમાં રોમાંચ વર્તાયો હતો. નીતિશ રાણા 41 બોલનો સામનો કરીને 75 રન નોંધાવી પરત ફર્યો હતો તેણે 6 છગ્ગા ફટકાર્યા હતા. રિંકૂ સિંહે પણ અણનમ 58 રન 31 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.

આ પણ વાંચોઃ IPL 2023: MS Dhoni સાથે અભિનેત્રીની સાસુએ ફોટો પડાવ્યો અને કરી દીધી KISS, માહિની મોટી ફેન!

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">