RR vs KKR Match Result : ઈડન ગાર્ડનમાં ‘યશસ્વી-ચહલે’ મચાવી ધમાલ, નાઈટ રાઈડર્સ સામે 9 વિકેટથી મેળવ્યો વિજય

Kolkata Knight Riders vs Rajasthan Royals : આઈપીએલ 2023ની 56મી મેચમાં 2 મોટા રેકોર્ડ બન્યા હતા. ચહલ 4 વિકેટ લઈને આઈપીએલ ઈતિહાસનો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે. જ્યારે બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 13 બોલમાં ફિફટી ફટકારી હતી.

RR vs KKR Match Result : ઈડન ગાર્ડનમાં 'યશસ્વી-ચહલે' મચાવી ધમાલ, નાઈટ રાઈડર્સ સામે 9 વિકેટથી મેળવ્યો વિજય
IPL 2023 KKR VS RR
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 10:54 PM

ઈડન ગાર્ડનમાં આઈપીએલ 2023ની 56મી મેચ રમાઈ હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મહત્વની હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. આજની મહત્વની મેચમાં હોમ ગ્રાઉન્ડ પર કોલકત્તાના ખેલાડીઓ સારી બેટિંગ કરી શક્યા ન હતા. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર  8 વિકેટના નુકશાન સાથે 149 રન રહ્યો હતો. 150 રનનો ટાર્ગેટ રાજસ્થાનની ટીમે 14મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

આઈપીએલ 2023ની 56મી મેચમાં 2 મોટા રેકોર્ડ બન્યા હતા. ચહલ 4 વિકેટ લઈને આઈપીએલ ઈતિહાસનો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે. જ્યારે બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 13 બોલમાં ફિફટી ફટકારી હતી. કોલકત્તા સામેની પહેલી 3 ઓવરમાં જ યશસ્વી જયસ્વાલે પોતાના અને રાજસ્થાનનો સ્કોર 50ને પાર કરી દીધો હતો. આ પહેલા કે એલ રાહુલ અને પેટ કમિન્સે 14 બોલમાં ફિફટી ફટકારી હતી.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં રાજસ્થાન રોયલ્સ તરફથી ચહલે 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે 3 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અસિફ અને સંદીપ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. રાજસ્થાનના બોલર્સના શાનદાર પ્રદર્શનને કારણે કોલકત્તા માત્ર 150 રનનો ટાર્ગેટ આપી શકી હતી.

બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 47 બોલમાં 98 રન બનાવ્યા હતા. જેમાં તેણે 13 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી. તેણે 5 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલર 0 રન પર રન આઉટ થયો હતો. જ્યારે સંજૂ સેમસને 29 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન સંજૂએ અંતિમ સમયમાં પોતાની ફિફટી જતી કરીને જયસ્વાલને સેન્ચુરી ફટકારવાની તક આપી હતી. પણ જયસ્વાલ 2 રનથી પોતાની બીજી સેન્ચુરી ચૂક્યો હતો.

યશસ્વી જયસ્વાલ ફરી ચમક્યો

  • જયસ્વાલની ઈનિંગના પહેલા 13 બોલ – 6, 6, 4, 4, 2, 4, 1, 4, 6, 4, 4, 4, 1.
  • જયસ્વાલે આઈપીએલમાં પ્રથમ ઓવરમાં 26 રન ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
  • આઈપીએલ ઈતિહાસમાં પ્રથમ ઓવરમાં આ પહેલા 27 રન બન્યા છે જેમાં 7 એક્સ્ટ્રા રન સામેલ હતા.
  • યશસ્વી જયસ્વાલ આઈપીએલ 2023માં 500 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

ચહલ બન્યો આઈપીએલનો નંબર 1 બોલર

  • વર્ષ 2013-2023
  • મેચ – 143*
  • ઈનિંગ – 142*
  • ઓવર – 520
  • વિકેટ – 187
  • 6 વાર એક મેચમાં  4 વિકેટ
  • 1 વાર એક મેચમાં 5 વિકેટ

આજની મેચમાં 4 વિકેટ ઝડપીને યુઝવેન્દ્ર ચહલે ઈતિહાસ રચ્યો છે. તે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર બની ગયો છે. આ મેચ પહેલા ડ્વેન બ્રાવો અને યુઝવેન્દ્ર ચહલ 183 વિકેટ સાથે આ લિસ્ટમાં પહેલા નંબરે હતા. આજેે 4 વિકેટ લઈને 187 વિકેટ સાથે યુઝવેન્દ્ર ચહલ સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે.

આજની મેચની મોટી વાતો

  • સંજૂ સેમસન આજે 150 આઈપીએલ મેચ રમ્યો.
  • યુઝવેન્દ્ર ચહલ આજે આઈપીએલ ઈતિહાસનો નંબર 1 વિકેટ લેનાર બોલર બન્યો.
  • મંલિગા એ ઈડન ગાર્ડનમાં બેલ વગાડીને મેચની શરુઆત કરાવી હતી.
  • દિલ્હી કેપિટલ્સની જેમ કોલકત્તા નાઈટ રાઈડર્સની આ સિઝનમાં પાવર પ્લેમાં સૌથી વધારે 25 વિકેટ પડી છે.
  • બીજી ઈનિંગમાં નીતીશ રાણા એ પ્રથમ ઓવર નાંખી હતી. જેમાં 26 રન રાજસ્થાનને મળ્યા હતા.

રાજસ્થાન રોયલ્સે જીત્યો હતો ટોસ

કોલકાતા નાઈટ રાઈડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ (W), જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (C), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

ઈમ્પેક્ટ પ્લેયર : સુયશ શર્મા, વૈભવ અરોરા, એન જગદીસન, ઉમેશ યાદવ, લોકી ફર્ગ્યુસન

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (w/c), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, કેએમ આસિફ, યુઝવેન્દ્ર ચહલ

ઈમ્પેક્ટ પ્લેયર : ડોનાવોન ફરેરા, દેવદત્ત પડિકલ, રિયાન પરાગ, મુરુગન અશ્વિન, નવદીપ સૈની

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">