ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝ ગુજરાતી સહિત 10 ભાષામાં પ્રસારણ કરશે Jio
વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ( India and Australia) સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમશે. આ મેચો મોહાલી, ઈન્દોર અને રાજકોચમાં રમાશે. આ સિરીઝને જીઓ ચાહકો ફ્રીમાં જોઈ શકશે. ક્રિકેટ ચાહકો ઘરે બેઠા ફ્રીમાં આનંદ ઉઠાવી શકશે.
BCCIએ 2023-24 સીઝન માટે ભારતીય ક્રિકેટ ટીમનું શેડ્યૂલ જાહેર પણ કરી દીધું છે. ઑક્ટોબર-નવેમ્બરથી ઘરઆંગણે શરૂ થઈ રહેલા 2023 ODI વર્લ્ડ કપ પહેલા, રોહિત બ્રિગેડ ઑસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝ રમશે. વર્લ્ડકપની તૈયારીના સંદર્ભમાં ટીમ ઈન્ડિયા માટે આ સિરીઝ ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.તમને જણાવી દઈએ કે ODI વર્લ્ડ કપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ રમાશે.
સિરીઝની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં, બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં અને ત્રીજી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાશે.
આ પણ વાંચો : Asia Cup : પહેલા પાકિસ્તાનને હરાવ્યું, હવે ટીમ ઈન્ડિયા Pak ટીમની જીત માટે પ્રાર્થના કરશે, જાણો કેમ ?
11 ભાષાઓમાં ફ્રીમાં જોઈ શકશે
BCCI આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક મેચો માટે વિશિષ્ટ મીડિયા અધિકારો ખરીદ્યા છે. જીઓએ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ મેચની ODI સિરીઝ માટે તેની યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ JioCinema પર 11 ભાષાઓમાં ફ્રીમાં રજૂ કરવામાં આવશે.
ટીવી પર, સિરીઝનું લાઈવ પ્રસારણ કલર્સ તમિલ (તમિલ), કલર્સ બાંગ્લા સિનેમા (બંગાળી), કલર્સ કન્નડ સિનેમા (કન્નડ), કલર્સ (હિન્દી), સ્પોર્ટ્સ 18 – 1 એસડી, સ્પોર્ટ્સ18 – 1 એચડી ( હિન્દી) પર પ્રસારણ કરવામાં આવશે.
આવી રહેશે નિષ્ણાંતની પેનલ
આ સિરીઝ બંને પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ,વિવિધ ભાષાઓમાં આ સિરીઝ માટે નિષ્ણાત પેનલમાં સુરેશ રૈના, કેદાર જાધવ, આકાશ ચોપરા, નિખિલ ચોપરા, અમિત મિશ્રા, અનિરુદ્ધ શ્રીકાંત, અભિનવ મુકુંદ, હનુમા વિહારી, વેંકટપતિ રાજુ, સરનદીપ સિંહ, રિતિન્દર સિંહ સોઢી, રાહુલ શર્મા, વીઆરવી સિંહ કિરણ મોરે, શેલ્ડન જેક્સન, ભાર્ગવ ભટ્ટ, જતીન પરાંજપે, શ્રીવત્સ ગોસ્વામી, વીએ જગદીશ વગેરે રહેશે.
લાઇવ જોવાના અનુભવને વધારવા માટે, આ સિરીઝને JioCinema પર 4Kમાં સ્ટ્રીમ કરવામાં આવશે અને ચાહકોને લોકપ્રિ સ્પર્ધા જીતો ધન ધન ધન ઓફર કરવામાં આવશે. 2023 ટાટા આઈપીએલ દરમિયાન પ્રથમ વખત રજૂ કરવામાં આવેલ, જીતો ધન ધના ધન ખૂબ જ સફળ રહ્યું કારણ કે હજારો લોકોએ આકર્ષક ઈનામો જીત્યા, આ સ્પર્ધાએ ભારતના ઘણા વિસ્તારોમાં કાર જીતવાથી લોકોનું નસીબ કેવી રીતે બદલાયું તેની પ્રેરણાદાયી સ્ટોરીઓ પણ બહાર આવી.