દુલીપ ટ્રોફીમાં પસંદગી ન થવાથી યુવા ખેલાડી થયો નિરાશ, વેંકટેશ પ્રસાદે કહ્યું- શું મજાક ચાલી રહી છે?

દુલીપ ટ્રોફી માટે ટીમોની જાહેરાત બાદ ગત રણજી ટ્રોફી સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર જલજ સક્સેના નિરાશ થયો હતો અને ટ્વિટ કરી પોતાની લાગણી વ્યક્ત કરી હતી, જે બાદ પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે પણ ટીમ સિલેક્શન પર કટાક્ષ કર્યો હતો.

દુલીપ ટ્રોફીમાં પસંદગી ન થવાથી યુવા ખેલાડી થયો નિરાશ, વેંકટેશ પ્રસાદે કહ્યું- શું મજાક ચાલી રહી છે?
Jalaj Saxena
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 10:16 PM

ભારતની સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી માટે ટીમોની જાહેરાત કરવામાં આવી છે. જે બાદ કેરળ તરફથી રણજી રમતો ઓલરાઉન્ડર જલજ સક્સેના એકદમ નિરાશ થઈ ગયો હતો. તેનું કારણ એ છે કે જલજને દક્ષિણ ઝોનની ટીમમાં સ્થાન મળ્યું નથી. જલજ ઘરેલુ ક્રિકેટમાં સતત સારો દેખાવ કરી રહ્યો છે અને તેથી દક્ષિણ ઝોનના પસંદગીકારો દ્વારા તેને અવગણવામાં આવતા આશ્ચર્ય થયું છે. તેણે ટ્વિટર પર આ વિશે વાત કરી હતી અને હવે ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર વેંકટેશ પ્રસાદ પણ તેના સમર્થનમાં સામે આવ્યા છે.

જલજ સક્સેનાએ ટ્વિટર પર કરી પોસ્ટ

BCCI ડોમેસ્ટિક ક્રિકેટના પસંદગીકારોએ જલજના સ્થાને ટીમ ઈન્ડિયા તરફથી રમતા ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ક્ષિણ ઝોનની ટીમમાં સામેલ કર્યો છે.જલજ સક્સેનાએ છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં બોલ વડે પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું અને સૌથી વધુ વિકેટો લીધી હતી. આ ખેલાડી પહેલા મધ્યપ્રદેશ તરફથી રમતો હતો અને પછી કેરળ તરફથી રમવા લાગ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રણજી સિઝનમાં 50 વિકેટ ઝડપી હતી

તેની ઝાટકણી કાઢતા, જલજે ટ્વીટ કર્યું કે રણજી ટ્રોફીના એલિટ ગ્રુપમાં સૌથી વધુ વિકેટ લેનાર વ્યક્તિને દુલીપ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો નથી, શું ક્રિકેટના ઇતિહાસમાં આવું ક્યારેય બન્યું છે કે નહીં. તેણે કહ્યું કે તે કોઈને દોષ આપવા માગતો નથી, માત્ર જાણવા માંગતો હતો.જલજે ગત રણજી ટ્રોફી સિઝનમાં સાત મેચમાં 50 વિકેટ ઝડપી હતી.આટલા સારા પરદર્શન બાદ પણ દુલીપ ટ્રોફી માટેની ટીમમાં સિલેક્શન ન થતા ચોક્કસથી આ યુવા ખેલાડી નિરાશ થયો છે અને ટ્વિટર પર પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કર્યું હતું.

આ પણ વાંચોઃ Ashes 2023 : મોઈન અલીને તેની કમબેક ટેસ્ટમાં ICCએ ફટકાર્યો દંડ, આંગળી પર સ્પ્રે કરવાની મળી સજા

વેંકટેશ પ્રસાદે આપી પ્રતિક્રિયા

જલજ સક્સેના દ્વારા કરવામાં આવેલ ટ્વિટને ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને પૂર્વ બોલિંગ કોચ વેંકટેશ પ્રસાદે રિટ્વીટ કર્યું હતું . તેણે આગળ લખ્યું કે રણજી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને દક્ષિણ ઝોનની ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટમાં શું મજાક થઈ રહી છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">