AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO : મુંબઈના આઝાદ મેદાનની બહાર ‘પાણીપૂરી’ વેચનાર બન્યો હીરો, 21 વર્ષની ઉંમરમાં ફટકારી ફાસ્ટેસ્ટ ફિફટી

બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 47 બોલમાં 98 રન બનાવ્યા હતા. જેમાં તેણે 13 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી. તેણે 5 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.જ્યારે સંજૂ સેમસને 29 બોલમાં 48 રન બનાવ્યા હતા.

VIDEO : મુંબઈના આઝાદ મેદાનની બહાર 'પાણીપૂરી' વેચનાર બન્યો હીરો, 21 વર્ષની ઉંમરમાં ફટકારી ફાસ્ટેસ્ટ ફિફટી
yashasvi jaiswal story
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 11:18 PM
Share

ઈડન ગાર્ડનમાં આઈપીએલ 2023ની 56મી મેચ રમાઈ હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ બંને ટીમો માટે પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે મહત્વની હતી. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. આજની મહત્વની મેચમાં હોમ ગ્રાઉન્ડ પર કોલકત્તાના ખેલાડીઓ સારી બેટિંગ કરી શક્યા ન હતા. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર  8 વિકેટના નુકશાન સાથે 149 રન રહ્યો હતો. 150 રનનો ટાર્ગેટ રાજસ્થાનની ટીમે 14મી ઓવરમાં ચેઝ કરી લીધો હતો.

યશસ્વી જયસ્વાલે આજે આઈપીએલમાં માત્ર 13 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી. બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 47 બોલમાં 98 રન બનાવ્યા હતા. જેમાં તેણે 13 બોલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારી હતી. તેણે 5 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.જ્યારે સંજૂ સેમસને 29 બોલમાં 48 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન સંજૂએ અંતિમ સમયમાં પોતાની ફિફટી જતી કરીને જયસ્વાલને સેન્ચુરી ફટકારવાની તક આપી હતી. પણ જયસ્વાલ 2 રનથી પોતાની બીજી સેન્ચુરી ચૂક્યો હતો.

( આજની મેચ પહેલા આઈપીએલમાં ફાસ્ટેસ્ટ ફિફટી ફટકારનારા ખેલાડીઓ)

આ પણ વાંચો : IPL ઈતિહાસમાં આ ખેલાડીઓ ફટકારી છે ફાસ્ટેસ્ટ ફિફટી

યશસ્વી જયસ્વાલના જીવનનો સંઘર્ષ

  • યશસ્વી જયસ્વાલ ઉત્તર પ્રદેશના ભદોહીમાં ગરીબ પરિવારમાં જન્મયો હતો.
  • તે 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટર બનવા માટે મુંબઈ પહોંચ્યો હતો.
  • મુંબઈમાં સંઘર્ષ કરીને તે ક્રિકેટર બન્યો હતો.
  • મુંબઈના આઝાદ મેદાનમાં તે પાણીપૂરી અને ફળ વેંચીને ગુજરાન ચલાવતો હતો.
  • કલબના ટેન્ટમાં તે રોટલી બનવવાનું પણ કામ કરતો હતો.
  • પૈસા માટે તેણે ખોવાઈ ગયેલા બોલ શોધવાનું પણ કામ કર્યું છે.
  • કોચ જ્વાલા સિંહે યશસ્વી જયસ્વાલને વધારે સારો ક્રિકેટ બનાવ્યો.
  • 2020માં રાજસ્થાન રોયલ્સે તેને 2.4 કરોડમાં ખરીદ્યો હતો.

યશસ્વી જયસ્વાલ ફરી ચમક્યો

  • જયસ્વાલની ઈનિંગના પહેલા 13 બોલ – 6, 6, 4, 4, 2, 4, 1, 4, 6, 4, 4, 4, 1.
  • જયસ્વાલે આઈપીએલમાં પ્રથમ ઓવરમાં 26 રન ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
  • આઈપીએલ ઈતિહાસમાં પ્રથમ ઓવરમાં આ પહેલા 27 રન બન્યા છે જેમાં 7 એક્સ્ટ્રા રન સામેલ હતા.
  • યશસ્વી જયસ્વાલ આઈપીએલ 2023માં 500 રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

21 વર્ષના  યશસ્વી જયસ્વાલની મોટી ઉપલબ્ધિઓ

  • ફર્સ્ટ ક્લાસમાં ડબલ સેન્ચુરી.
  • લિસ્ટ એમાં ડબલ સેન્ચુરી
  • U-19 WCમાં સેન્ચુરી
  • રણજી ટ્રોફીમાં સેન્ચુરી
  • ઈરાની કપમાં સેન્ચુરી
  • દુલીપ ટ્રોફીમાં સેન્ચુરી
  • વિજય હજારેમાં સેન્ચુરી
  • આઇપીએલમાં સેન્ચુરી
  • ઈન્ડિયા એ ટીમ માટે સેન્ચુરી
  • IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી.

આઈપીએલ 2023ની 56મી મેચમાં 2 મોટા રેકોર્ડ બન્યા હતા. ચહલ 4 વિકેટ લઈને આઈપીએલ ઈતિહાસનો સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો છે. જ્યારે બીજી ઈનિંગમાં યશસ્વી જયસ્વાલે 13 બોલમાં ફિફટી ફટકારી હતી. કોલકત્તા સામેની પહેલી 3 ઓવરમાં જ યશસ્વી જયસ્વાલે પોતાના અને રાજસ્થાનનો સ્કોર 50ને પાર કરી દીધો હતો. આ પહેલા કે એલ રાહુલ અને પેટ કમિન્સે 14 બોલમાં ફિફટી ફટકારી હતી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">