Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ishan Kishan IPL 2025 : 6 છગ્ગા, 45 બોલ… SRH માટે ડેબ્યૂ મેચમાં ઈશાન કિશનની ધમાકેદાર બેટિંગ, ફટકારી ઐતિહાસિક સદી

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પાવરપ્લે એટલે કે પ્રારંભિક 6 ઓવરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 94 રન ફટકારી દીધા. મેચમાં ઈશાન કિશને 45 બોલમાં શતક ફટકાર્યું. તેણે કુલ 47 બોલમાં 106 રન બનાવ્યા, જેમાં 6 છગ્ગા અને 11 ચોગ્ગા શામેલ હતા. તેમનો સ્ટ્રાઈક રેટ પણ 225.53 રહ્યો.

Ishan Kishan IPL 2025 : 6 છગ્ગા, 45 બોલ... SRH માટે ડેબ્યૂ મેચમાં ઈશાન કિશનની ધમાકેદાર બેટિંગ, ફટકારી ઐતિહાસિક સદી
Follow Us:
| Updated on: Mar 23, 2025 | 7:30 PM

IPL 2025 Ishan Kishan: ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનમાં આગમન સાથે જ ધમાલ મચાવી દીધી. ઈશાન કિશને આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે ડેબ્યૂ કર્યું અને પોતાના પ્રથમ જ મેચમાં વિસ્ફોટક અંદાજમાં શતક ફટકાર્યું.

હકીકતમાં, IPL 2025 સીઝન દરમિયાન રવિવારે (23 માર્ચ) હૈદરાબાદ ટીમનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ (RR) સામે થયો હતો. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હૈદરાબાદે બેટિંગ દરમિયાન ધૂમધડાકા સાથે 6 વિકેટ ગુમાવીને 286 રનનો ઢગલો ખડકો.

IPL 2025થી 7000 કિમી દૂર છે ગૌતમ ગંભીર
IPL ઈતિહાસમાં આ રેકોર્ડ બનાવનાર શ્રેયસ અય્યર પ્રથમ કેપ્ટન,જુઓ ફોટો
એરલાઇન કંપનીનો માલિક છે, આ અભિનેતા જુઓ ફોટો
શું બદામ સાથે અંજીર ખાય શકાય? નિષ્ણાતો પાસેથી જાણો
Vastu Tips: ભૂલથી પણ ઘરની આ દિશામાં દીવો ન રાખો, સુખ-સમૃદ્ધિ જશે!
સ્વપ્ન સંકેત: સપનામાં ક્યારેય ભૂત-પ્રેત દેખાયા છે, તે શું સંકેત આપે છે?

પાવરપ્લેમાં SRHનો ધમાકો

પાવરપ્લે એટલે કે 6 ઓવરની અંદર હૈદરાબાદે 94 રન ફટકારી દીધા. ઈશાન કિશને માત્ર 45 બોલમાં સદી ફટકારી અને કુલ 47 બોલમાં 106 રન બનાવ્યા. આ દરમિયાન 6 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા. તેમનો સ્ટ્રાઈક રેટ 225.53 નો રહ્યો.

SRH માટે IPLમાં શતક ફટકારનાર પ્રથમ ભારતીય

આ IPL સીઝન 2025માં ઈશાન કિશનનું આ પ્રથમ શતક છે. સાથે સાથે, ઈશાન સનરાઈઝર્સ હૈદરાબાદ માટે IPLમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. IPL 2025 સીઝનનું આ પ્રથમ શતક છે.

ટ્રેવિસ હેડ અને ક્લાસેનનો પણ આક્રમક યોગદાન

ઈશાનની આ પારી સિવાય, ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન ફટકાર્યા અને હેનરિક ક્લાસેનએ 34 રન બનાવ્યા. નીતિશ કુમાર રેડ્ડીએ પણ 30 રનનો યોગદાન આપ્યો. રાજસ્થાન માટે તુષાર દેશપાંડે એ સૌથી વધુ 3 વિકેટ ઝડપી. મહિષ થિક્ષનાએ 2 અને સંદીપ શર્માએ 1 વિકેટ લીધી.

IPLમાં પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર:

  • 125/0 – હૈદરાબાદ Vs દિલ્હી, 2024
  • 107/0 – હૈદરાબાદ Vs લખનઉ, 2024
  • 105/0 – કોલકાતા Vs બૅંગલોર, 2017
  • 100/2 – ચેન્નઈ Vs પંજાબ, 2014
  • 94/1 – હૈદરાબાદ Vs રાજસ્થાન, 2025*
  • 93/1 – પંજાબ Vs કોલકાતા, 2024

રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ ઇલેવન:

યશસ્વી જાયસવાલ, શુભમ દુબે, નીતિશ રાણા, રિયાન પરાગ (કપ્તાન), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફરા આર્ચર, મહિષ થિક્ષણા, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ફઝલહક ફારૂકી.

સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવન:

ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કપ્તાન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. IPL ના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
સત્યમ ચોકડી પાસે બની 15 લાખની લૂંટ, ઘટનાના CCTV આવ્યા સામે
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
Funny Viral Video: મહિલા ચઢી છાપરે, આવી રીતે બનાવી રિલ્સ
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
બગસરાના મૂંજીયાસરમાં 40 વિદ્યાર્થીએ હાથ પર માર્યા કાપા
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">