IPL 2022: માર્ક વુડના સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ઓસ્ટ્રેલિયાના આ બોલરને ટીમ સાથે જોડ્યો

|

Mar 23, 2022 | 10:03 PM

ઈંગ્લેન્ડ ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન માર્ક વુડને કોણીની ઈજાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તે હવે આઈપીએલ 2022ની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.

IPL 2022: માર્ક વુડના સ્થાને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે ઓસ્ટ્રેલિયાના આ બોલરને ટીમ સાથે જોડ્યો
Lucknow Super Giants (PC: IPL)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સીઝન શરૂ થાય તે પહેલા જ તમામ ટીમોમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. જેના કારણે ખેલાડી ઉપલબ્ધ નથી અથવા સિઝનની શરૂઆત પહેલા તેને ગંભીર ઈજા થઈ છે. આમાં એક નામ ઈંગ્લેન્ડ ટીમના ફાસ્ટ બોલર માર્ક વૂડનું પણ સામેલ છે. IPL 2022ના મેગા ઓક્શન દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે ઈંગ્લેન્ડના માર્ક વુડને ખરીદ્યો હતો પણ ઈંગ્લેન્ડ ટીમના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન માર્ક વુડને કોણીની ઈજાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તે હવે આઈપીએલ 2022ની આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે લખનૌ ટીમે તેના સ્થાને ખેલાડીની શોધ શરૂ કરવી પડી હતી.

ત્યારબાદ હવે લખનૌ ટીમે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર એન્ડ્ર્યુ ટાય (Andrew Tye)ને પોતાની ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે. જેને ટીમે 1 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે એન્ડ્રુ ટાયને પણ આઈપીએલમાં રમવાનો અનુભવ છે અને તેણે અત્યાર સુધી આ લીગમાં કુલ 27 મેચ રમીને 40 વિકેટ ઝડપી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

 

ટી20 ક્રિકેટમાં એન્ડ્રુ ટાયને રમવાનો અનુભવ

એન્ડ્રુ ટાયએ ઓસ્ટ્રેલિયા માટે 32 ટી20 મેચમાં 47 વિકેટ લીધી છે તો એન્ડ્રુ ટાયને T20 લીગમાં રમવાનો ઘણો અનુભવ મળ્યો છે. જેને ધ્યાનમાં રાખીને લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે તેને પોતાની સાથે સામેલ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં T20 ફોર્મેટમાં તેના પ્રદર્શનની વાત કરીએ તો 182 T20 મેચમાં 251 વિકેટનો રેકોર્ડ એન્ડ્રુ ટાયના નામે છે. જેમાં તેણે એક મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પાંચવાર મેળવી છે.

આ સિવાય આઈપીએલમાં હેટ્રિક લેવાની સિદ્ધિ પણ એન્ડ્રુ ટાયના નામે નોંધાયેલી છે. બીજી તરફ લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ વિશે વાત કરીએ તો તેમની પાસે પહેલાથી જ અવેશ ખાન, અંકિત રાજપૂત અને જેસન હોલ્ડર જેવા ઝડપી બોલિંગ વિકલ્પો તરીકે છે. જે બાદ ટીમને આશા છે કે એન્ડ્રુ ટાયના આવવાથી ટીમ વધુ મજબૂત થશે.

આ પણ વાંચો : IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમનું વિશ્લેષણઃ બોલિંગ વિભાગ મજબુત પણ બેટિંગ વિભાગમાં દમ નથી જોવા મળી રહ્યો

આ પણ વાંચો : IPL 2022: રોહિત શર્માના બેટીંગ ક્રમ વિશે પૂછી લેતા જ ચોંકી ઉઠ્યો, હિટમેને કહ્યુ આ શુ છે ?

 

Published On - 9:59 pm, Wed, 23 March 22

Next Article