AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

8 વર્ષની ઉંમરે યુવરાજ સિંહને આઉટ કર્યો, સચિન તેંડુલકરના 2 મોટા રેકોર્ડ તોડ્યા, જાણો કોણ છે મુશીર ખાન?

રિષભ પંત બાદ હવે વધુ એક ભારતીય ખેલાડી મુશીર ખાન કાર અકસ્માતનો શિકાર બન્યો છે. આ અકસ્માતમાં તેને ગરદનમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને 2 થી 3 મહિના સુધી મેદાનની બહાર રહેવું પડી શકે છે. માત્ર 19 વર્ષની ઉંમરમાં મુશીરે સચિનના બે મોટા રેકોર્ડ તોડી નાખ્યા છે.

8 વર્ષની ઉંમરે યુવરાજ સિંહને આઉટ કર્યો, સચિન તેંડુલકરના 2 મોટા રેકોર્ડ તોડ્યા, જાણો કોણ છે મુશીર ખાન?
Musheer KhanImage Credit source: PTI
| Updated on: Sep 28, 2024 | 5:04 PM
Share

રિષભ પંતના અકસ્માતના લગભગ બે વર્ષ બાદ વધુ એક ભારતીય ક્રિકેટર મુશીર ખાન કાર અકસ્માતનો ભોગ બન્યો છે. અહેવાલો અનુસાર, મુશીર તેના પિતા નૌશાદ ખાન સાથે ઈરાની કપ મેચ માટે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો. ત્યારે તેની કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન તેની કાર લગભગ 4 થી 5 વખત પલટી ગઈ, જેના કારણે તેને ગળાના ભાગે ઈજા થઈ છે. જેના કારણે તે 2 થી 3 મહિના સુધી મેદાનની બહાર રહી શકે છે.

કોણ છે મુશીર ખાન?

19 વર્ષના મુશીર ખાનનો જન્મ યુપીના આઝમગઢ જિલ્લામાં થયો હતો. જોકે, તેમનું બાળપણ મુંબઈમાં વીત્યું હતું. મુશીર ઘરેલુ ક્રિકેટમાં મુંબઈ માટે રમે છે, જ્યારે તેનો ભાઈ સરફરાઝ ખાન ટીમ ઈન્ડિયા માટે રમે છે. માત્ર 17 વર્ષની ઉંમરે, તેણે 2022માં મુંબઈ તરફથી સ્થાનિક ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તેને અંડર-19 વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે 7 મેચમાં 60ની એવરેજથી 360 રન બનાવ્યા હતા. જેમાં 2 સદી અને એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે.

સચિનના બે રેકોર્ડ તોડયા

મુશીરે નાની ઉંમરમાં સચિનનો રેકોર્ડ તોડીને પોતાની અલગ ઓળખ બનાવી છે. 2024થી તેણે રણજી ટ્રોફી ફાઈનલમાં સદી ફટકારીને મુંબઈને ટ્રોફી જીતવામાં મદદ કરી. આ સાથે સચિનના રેકોર્ડને તોડીને તે રણજી ટ્રોફીની ફાઈનલમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન પણ બની ગયો છે. મુશીર ખાને દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં 181 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગ સાથે તેણે સચિનનો વધુ એક રેકોર્ડ તોડ્યો. સચિને દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં 159 રનની ઈનિંગ રમી હતી.

8 વર્ષનો હતો ત્યારે યુવરાજ સિંહને આઉટ કર્યો

મુશીર ખાન બાળપણથી જ પોતાની પ્રતિભાની છાપ છોડી રહ્યા છે. તેના પિતાએ આમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. જ્યારે મુશીર માત્ર 8 વર્ષનો હતો ત્યારે તેણે યુવરાજ સિંહને આઉટ કર્યો હતો. વાસ્તવમાં વર્ષ 2013માં કંગા ક્રિકેટ લીગ પહેલા મુશીર ખાન પ્રેક્ટિસ મેચ રમવા ગયો હતો. તેમાં ભારતનો દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પણ હાજર હતો.

પ્લેટફોર્મ પર રાત વિતાવી

આ પ્રેક્ટિસ મેચમાં મુશીરને યુવરાજની સામે બોલિંગ કરવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ તેણે યુવરાજને આઉટ કર્યો. આ પછી મુશીર રાતોરાત ફેમસ થઈ ગયો. આ મેચ બાદ તેના પિતા અને મુશીરે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર સૂવું પડ્યું હતું. કારણ કે મુશીર ખાને તે જ રાત્રે ઘરે પરત ફરવાનું હતું પરંતુ તેઓ ટ્રેન ચૂકી ગયા હતા. તેના પિતા પાસે હોટલમાં રહેવા માટે પૈસા ન હતા. આથી બંનેએ પ્લેટફોર્મ પર જ સૂવું પડ્યું હતું.

આ પણ વાંચો: ભારતના આ સ્ટાર ખેલાડીનો થયો અકસ્માત, કાર 4-5 વખત પલટી, ગંભીર ઈજા થઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">