AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાવ્યા મારનની ટીમમાંથી 7 મોટા ખેલાડીઓ બહાર, સનરાઇઝર્સનો ચોંકાવનારો નિર્ણય

કાવ્યા મારનની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સે ટીમમાંથી 7 ખેલાડીઓને બહાર કર્યા છે. તેમાં ટેમ્બા બાવુમા અને ડેવિડ મલાન જેવા મોટા નામ સામેલ છે. સનરાઇઝર્સે 4 નવા ખેલાડીઓને પણ સાઇન કર્યા છે.

કાવ્યા મારનની ટીમમાંથી 7 મોટા ખેલાડીઓ બહાર, સનરાઇઝર્સનો ચોંકાવનારો નિર્ણય
| Updated on: Jul 31, 2024 | 11:08 PM
Share

કાવ્યા મારનની ફ્રેન્ચાઈઝીએ ગયા વર્ષે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આમ છતાં તેણે ટીમમાંથી 7 ખેલાડીઓને હટાવીને બધાને ચોંકાવી દીધા છે. વાસ્તવમાં, કાવ્યા મારનની ફ્રેન્ચાઇઝી સનરાઇઝર્સ IPL અને SA20 લીગમાં ભાગ લે છે. આઈપીએલ 2024માં, સનરાઈઝર્સ હૈદરાબાદ નામથી રમતી ટીમ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ ફાઇનલમાં પહોંચી હતી. SA20 ની બીજી સીઝન એટલે કે 2204 માં, તેની ટીમ સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે ટ્રોફી જીતી. હવે આ લીગની આગામી સિઝન માટે, ફ્રેન્ચાઇઝીએ ટેમ્બા બાવુમા સહિત 7 ખેલાડીઓને બહાર કર્યા છે.

આ ખેલાડીઓ થયા બહાર

સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપે નવી સીઝન માટે જાળવી રાખેલા અને નવા કરારબદ્ધ ખેલાડીઓની સંપૂર્ણ યાદી શેર કરી છે. સનરાઇઝર્સે 2024માં પોતાની ટીમમાં 19 ખેલાડીઓને સાઇન કર્યા હતા. તેઓએ 12 ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને 7ને છોડ્યા છે.

ફ્રેન્ચાઇઝીએ જાહેરાત કરી છે કે ડેવિડ મલાન, ટેમ્બા બાવુમા, ડેનિયલ વોરલ, એડમ રોસિંગ્ટન, અયાબુલા ગકામાને, સરેલ એર્વી અને બ્રેડન કાર્સ હવે આ ટીમનો ભાગ રહેશે નહીં. જોકે, સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપે તેના મોટાભાગના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. તેમાં 4 એવા ખેલાડી છે, જે T20 વર્લ્ડ કપ 2024માં દક્ષિણ આફ્રિકાની ટીમનો મહત્વનો ભાગ હતા. જેમને જાળવી રાખવામાં આવ્યા છે તેમાં ટીમના કેપ્ટન એડન માર્કરામ, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, માર્કો જોન્સન અને ઓટોનિયલ બાર્ટમેનના નામ સામેલ છે.

સનરાઇઝર્સે કાલેબ સેલેકા, એન્ડીલે સિમેલેન, પેટ્રિક ક્રુગર, બેર્સ સ્વાનેપોએલ, ટોમ એબેલ, સિમોન હાર્મર, લિયામ ડોસન અને જોર્ડન હાર્મનને પણ જાળવી રાખ્યા છે.

4 નવા ખેલાડીઓને સાઇન કર્યા

ફ્રેન્ચાઇઝીએ SA20ની આગામી સિઝન માટે 4 નવા ખેલાડીઓને પણ સાઇન કર્યા છે. જેમાં ડેવિડ બેડિંગહામ, જેક ક્રાઉલી, ક્રેગ ઓવરટોન અને રીલોફ વાન ડેર મર્વેના નામ સામેલ છે. બેડિંગહામે સાઉથ આફ્રિકા તરફથી ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. જ્યારે ક્રાઉલી અને ઓવરટન ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ અને વનડે રમી ચૂક્યા છે. આ ત્રણેય ખેલાડીઓ પ્રથમ વખત આ લીગનો ભાગ બનશે, જ્યારે નેધરલેન્ડનો ઓલરાઉન્ડર વેન ડેર મર્વે પ્રથમ સિઝન બાદ આ ટીમમાં વાપસી કરી રહ્યો છે.

સનરાઇઝર્સ બે વખત જીતી ચૂકી

SA20ની શરૂઆત 2023માં થઈ હતી અને બીજી સીઝન 2024માં રમાઈ હતી. આ બંને સિઝનમાં સનરાઇઝર્સે ટ્રોફી જીતી હતી. પ્રથમ સિઝન જીત્યા બાદ, 2024માં એડન માર્કરમની કેપ્ટનશીપ હેઠળ ટ્રોફીનો બચાવ કરવામાં આવ્યો હતો. ફાઇનલમાં તેણે ડરબન સુપર જાયન્ટ્સને 89 રનથી હરાવ્યું હતું.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">