IPL 2024 SRH vs RR: હૈદરાબાદ 6 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચ્યું, કોલકાતા સાથે થશે ટાઈટલ જંગ

IPL 2024 ના બીજા ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું હતું. આ સાથે જ સનરાઈઝર્સ હૈદરાબાદે IPLની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 26મી મેના રોજ ટ્રોફીની અંતિમ જંગ એટલે કે ફાઈનલ યોજાશે.

IPL 2024 SRH vs RR: હૈદરાબાદ 6 વર્ષ બાદ ફાઈનલમાં પહોંચ્યું, કોલકાતા સાથે થશે ટાઈટલ જંગ
Sunrisers Hyderabad
Follow Us:
| Updated on: May 24, 2024 | 11:54 PM

IPL 2024 ની બીજી ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવ્યું. ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી નોક આઉટ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ આ લક્ષ્યાંક હાંસલ કરી શકી નહોતી. આ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વખત IPL ફાઈનલમાં જગ્યા બનાવી છે અને હવે આ ટીમની ટાઈટલ મેચ 26 મેના રોજ કોલકાતા નાઈટ રાઇડર્સ સામે થશે.

હૈદરાબાદની જીતના હીરો

સનરાઈઝર્સ હૈદરાબાદની જીતનો હીરો હતો હેનરિક ક્લાસેન, અભિષેક શર્મા અને શાહબાઝ અહેમદ. ચેન્નાઈની મુશ્કેલ પરિસ્થિતિમાં હેનરિક ક્લાસને 34 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. તેના બેટમાંથી 4 છગ્ગા આવ્યા હતા. બોલિંગમાં શાહબાઝ અહેમદે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી હતી. બેટથી તબાહી મચાવનાર અભિષેક શર્માએ 4 ઓવરમાં 24 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

રાજસ્થાનની બેટિંગ નિષ્ફળ રહી

બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ નિષ્ફળ રહી હતી. યશસ્વી જયસ્વાલે 21 બોલમાં 42 રન અને ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી. આ બંને સિવાય કોઈ બેટ્સમેન કંઈ કરી શક્યો નહોતો. સંજુ સેમસન માત્ર 10 રન બનાવી શક્યો હતો. રિયાન પરાગ 6 રન બનાવી શક્યો હતો. હેટમાયર માત્ર 4 રન અને પોવેલ માત્ર 6 રનનું યોગદાન આપી શક્યો હતો. રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં માત્ર 139 રન જ બનાવી શકી હતી.

રાજસ્થાનની હારનું મોટું કારણ

રાજસ્થાનની હારનું મુખ્ય કારણ ચેન્નાઈનું હવામાન હતું. વાસ્તવમાં, ચેન્નાઈમાં રાત્રે ઝાકળ પડે છે પરંતુ શુક્રવારની રાત્રે આવું ન થયું. ઝાકળના અભાવને કારણે ચેન્નાઈની પીચ ધીમી બની ગઈ હતી અને બેટ્સમેનો માટે સ્પિનરો સામે રન બનાવવા મુશ્કેલ બની ગયા હતા. હૈદરાબાદના બે લેફ્ટ આર્મ સ્પિનર ​​શાહબાઝ અહેમદ અને અભિષેક શર્માએ મળીને 5 વિકેટ લીધી હતી. શાહબાઝનો ઈકોનોમી રેટ 5.6 હતો, જ્યારે અભિષેકે 6 રન પ્રતિ ઓવર આપ્યા હતા. સંજુ સેમસને આને હારનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. સેમસને સ્વીકાર્યું કે મધ્ય ઓવરોમાં સ્પિનરો સામે તેની પાસે કોઈ જવાબ નહોતો.

આ પણ વાંચો : SRH VS RR: રાહુલ ત્રિપાઠીએ ચોંકાવનારી સિક્સર ફટકારી, પરંતુ પછી મોટી રમત થઈ, બહાર જવું પડ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">