IPL 2024 SRH vs GT : વરસાદના કારણે મેચ રદ્દ, સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં થયું ક્વોલિફાય

|

May 16, 2024 | 10:52 PM

IPL 2024 ની 66મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ થવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા હતા. આ સાથે હૈદરાબાદના 15 પોઈન્ટ છે અને તે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે.

IPL 2024 SRH vs GT : વરસાદના કારણે મેચ રદ્દ, સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેઓફમાં થયું ક્વોલિફાય
Sunrisers Hyderabad

Follow us on

IPL 2024 ની 66મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો અને એક પણ બોલ ફેંક્યા વિના આ મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ થતાંની સાથે જ બંને ટીમો વચ્ચે એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી. આ સાથે હૈદરાબાદની ટીમના 15 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ગુજરાતની ટીમ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. તેના માટે આ માત્ર ઔપચારિક મેચ હતી. હવે હૈદરાબાદની ટીમની લડાઈ ટોપ-2માં રહેવાની રહેશે.

હૈદરાબાદમાં વરસાદને કારણે નુકસાન થયું

IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 15 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે ટીમ પ્લેઓફ માટે પણ ક્વોલિફાય થઈ ગઈ છે. પરંતુ મેચ રદ્દ થવાના કારણે તેને નુકસાન થયું છે. હૈદરાબાદ શાનદાર ફોર્મમાં હતું અને તેણે 8 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સને ખરાબ રીતે હરાવ્યું હતું. 166ના ટાર્ગેટનો પીછો 9.4 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના કરી લીધો હતો. આ સિવાય ટીમને એક સપ્તાહનો આરામ પણ મળ્યો છે. આવી સ્થિતિમાં, તેની પાસે તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઈટન્સ સામે બદલો લેવાની અને 2 પોઈન્ટ મેળવવાની તક હતી. આ રીતે ટીમને 18 પોઈન્ટ બનાવવાની તક મળી હોત. પરંતુ મેચ રદ્દ થવાને કારણે એક પોઈન્ટ ગુમાવ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

હવે ટોપ-2 માટેની લડાઈ

સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં ત્રીજા નંબર પર છે, પરંતુ હવે તે ટોપ-2માં પહોંચવાનો પ્રયાસ કરશે. આ માટે તેની માત્ર એક મેચ બાકી છે, તે 19મી મેના રોજ આ જ મેદાન પર પંજાબ કિંગ્સ સામે રમશે. જો પેટ કમિન્સની ટીમ આ મેચ જીતે છે તો તેના 17 પોઈન્ટ થઈ જશે. પરંતુ ટોપ-2 સુધી પહોંચવા માટે આ પૂરતું નથી. આ માટે રાજસ્થાન રોયલ્સે તેની 14મી અને છેલ્લી ગ્રુપ મેચ પણ હારવી પડશે.

આ પણ વાંચો : IPL 2024 : RCBએ છેલ્લી મેચ પહેલા ધોનીને આપ્યો ‘કપ’, માહીએ માંગી ‘ચા’

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article