IPL 2024: વિરાટ કોહલી અને RCBને વારંવાર હરાવવું છે પસંદ, ગૌતમ ગંભીરના વાયરલ વીડિયોએ મેચના ઉત્સાહમાં લગાવી ‘આગ’

IPL 2024માં RCBની સામે KKRની મેચ છે. પરંતુ તેની પહેલા ગૌતમ ગંભીરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ગંભીર એવું કહેતો જોવા મળે છે કે તેને RCBને વારંવાર હરાવવાનું પસંદ છે.

IPL 2024: વિરાટ કોહલી અને RCBને વારંવાર હરાવવું છે પસંદ, ગૌતમ ગંભીરના વાયરલ વીડિયોએ મેચના ઉત્સાહમાં લગાવી 'આગ'
Virat Kohli - Gautam Gambhir
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 6:13 PM

IPL 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હવે થોડા સમય પછી કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો કરતી જોવા મળશે. ભલે આ મેચ RCB vs KKR છે. પરંતુ, આમાં તમામની નજર વિરાટ વિરુદ્ધ ગંભીર પર રહેશે. IPLના ઈતિહાસમાં વિરાટ અને ગંભીર વચ્ચેની લડાઈનો પણ પોતાનો ઈતિહાસ છે. અને આ જ કારણ છે કે જ્યારે IPL 2024માં બંને ટીમો પહેલીવાર ટકરાવા જઈ રહી છે ત્યારે વિરાટ અને ગંભીરની ચર્ચા પણ જોર પકડી રહી છે. પરંતુ વાઈરલ થયેલા ગૌતમ ગંભીરના એક વીડિયોએ આ મેચના ઉત્સાહમાં વધુ આગ લગાવી છે.

KKRના મેન્ટોર ગૌતમ ગંભીરનો આ વીડિયો જુનો છે પરંતુ તે જે કંઈ પણ કહી રહ્યો છે તેના પરથી તેની વિરાટ કોહલી અને RCB સાથેની દુશ્મનાવટને સમજી શકાય છે. ગંભીરે આ વીડિયોમાં RCBની રમતનું પોસ્ટમોર્ટમ કર્યું છે. સરળ ભાષામાં તેણે વીડિયોમાં RCBને સ્ટાર ખેલાડીઓની ફોજ ગણાવી છે. પરંતુ તેમ છતાં તે માને છે કે મોટા નામના ખેલાડીઓથી સજ્જ આ ટીમ કેકેઆર સામે ખરાબ રમી છે.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

વિરાટ અને RCBને વારંવાર હરાવવું છે પસંદ – ગંભીર

ગૌતમ ગંભીરે વધુ એક વાત કહી. તેને કહ્યું તે તે મેદાન પર ઉતરીને વિરાટ કોહલી અને RCBને હરાવવાનું પસંદ કરશે. તેને હંમેશા આવું કરવું પસંદ છે. વાયરલ વીડિયોના આ સ્ટેટમેન્ટથી મેચનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચી ગયો છે.

વિરાટ Vs ગંભીર પર દિનેશ કાર્તિકની પણ નજર!

આ વિશે જ્યારે KKRથી IPL 2024માં થવા જઆ રહેલી ટક્કર પહેલા RCB ખેલાડી દિનેશ કાર્તિકને પૂછવામાં આવ્યું કે, તે આ મેચમાં શું જુએ છે, તો તેણે સૌથી પહેલા વિરાટ વિરુદ્ધ ગંભીર કહ્યું.

આ કારણે પણ રસપ્રદ બની રહી છે મેચ

RCB vs KKR મેચ માત્ર વિરાટ અને ગંભીરના કારણે જ નહીં પરંતુ કેટલીક અન્ય બાબતોમાં પણ ખાસ બનવાની છે. તેમાંથી પહેલું એ છે કે RCBને હરાવવાની પોતાની ઈચ્છા પૂરી કરવા માટે ગૌતમ ગંભીરને IPL 2024માં ઘરઆંગણે સતત જીતવાના વલણને તોડવું પડશે કારણ કે બંને ટીમો વચ્ચેની મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. જો આપણે ચિન્નાસ્વામી પર RCB વિરુદ્ધ KKRના રેકોર્ડ પર નજર કરીએ તો તે પણ એવું જ કરતા જોવા મળે છે. ચિન્નાસ્વામી ખાતે RCB સામે રમાયેલી છેલ્લી પાંચ મેચમાં KKRએ જીત મેળવી છે.

આ પણ વાંચો: IPL 2024: કોણ છે આ મિસ્ટ્રી ગર્લ? રોહિત-બુમરાહ અને પંડ્યા સિવાય અન્ય ખેલાડીઓ સાથેનો ફોટો થયો વાયરલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
g clip-path="url(#clip0_868_265)">