IPL 2024: મહારાજ-હેટમાયરના દમ પર રાજસ્થાનનો વિજય, પંજાબની ઘરઆંગણે સતત બીજી હાર

રાજસ્થાન રોયલ્સે સિઝનમાં તેમની પાંચમી જીત નોંધાવી છે અને પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. જ્યારે બીજી તરફ પંજાબ કિંગ્સે 6 મેચમાં ચોથી હારનો સામનો કરવો પડ્યો છે અને ટીમ હજુ પણ આઠમાં સ્થાને છે. રાજસ્થાન રોયલ્સે જોરદાર પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સને રોમાંચક મેચમાં 3 વિકેટે હરાવ્યું હતું.

IPL 2024: મહારાજ-હેટમાયરના દમ પર રાજસ્થાનનો વિજય, પંજાબની ઘરઆંગણે સતત બીજી હાર
Rajasthan Royals
Follow Us:
| Updated on: Apr 13, 2024 | 11:56 PM

IPL 2024માં રાજસ્થાન રોયલ્સે તેમનું જોરદાર પ્રદર્શન ચાલુ રાખતા પંજાબ કિંગ્સને એક રોમાંચક મેચમાં 3 વિકેટે હરાવ્યું. વિનિંગ પોઝીશનમાં હોવા છતાં છેલ્લી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે હારેલી રાજસ્થાનને ફરી એકવાર આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ વખતે ટીમ છેલ્લી ઓવરમાં જીત મેળવવામાં સફળ રહી હતી. શિમરોન હેટમાયર (27 રન, 10 બોલ) એ છેલ્લી ઓવરમાં 2 છગ્ગા ફટકારીને રાજસ્થાનને સિઝનમાં તેની પાંચમી જીત અપાવી હતી, જ્યારે પંજાબને ઘરઆંગણે બીજી હારનો સામનો કરવો પડ્યો હતો અને સિઝનમાં એકંદરે ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.

રાજસ્થાનના બોલરો સામે પંજાબનો મિડલ ઓર્ડર ફ્લોપ

પંજાબ, જે તેના નવા હોમ-ગ્રાઉન્ડ મુલ્લાનપુર ખાતે અગાઉની મેચ હાર્યા બાદ પુનરાગમનની આશા સાથે આવ્યું હતું, તે આ વખતે તેના કેપ્ટન શિખર ધવન વિના રમી રહ્યું હતું. ધવન ઈજાના કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો હતો અને તેની જગ્યાએ અથર્વ તાઈડે (15) ઓપનિંગ માટે આવ્યો હતો પરંતુ તે પણ કંઈ કરી શક્યો નહોતો. જોની બેયરસ્ટો (15) સતત છઠ્ઠી મેચમાં નિષ્ફળ રહ્યો હતો. રાજસ્થાનના સ્પિનરો યુઝવેન્દ્ર ચહલ (1/31) અને કેશવ મહારાજ (2/23)ની જોડીએ પંજાબના મિડલ ઓર્ડરને સંપૂર્ણપણે કાબૂમાં રાખ્યો હતો અને ટીમની 5 વિકેટ માત્ર 70 રનમાં જ ઘટાડી દીધી હતી.

આશુતોષની જબરદસ્ત બેટિંગ

જીતેશ શર્મા (29), જે આ સિઝનમાં કોઈ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો, તેણે થોડો સમય બહાદુરીપૂર્વક લડત આપી હતી પરંતુ તે પણ પૂરતું ન હતું, જ્યારે ટીમમાં પરત ફરેલા લિયામ લિવિંગ્સ્ટન (21)ની ટૂંકી પરંતુ શાર્પ ઈનિંગનો અંત આવ્યો હતો. આવી સ્થિતિમાં પંજાબને નાના સ્કોર પર ઓલ આઉટ થવાનો ખતરો હતો, પરંતુ ઈમ્પેક્ટ સબસ્ટિટ્યૂટ આશુતોષ શર્માએ છેલ્લી 2 ઓવરમાં મેચનું ચિત્ર બદલી નાખ્યું. આશુતોષે માત્ર 16 બોલમાં 31 રન બનાવ્યા અને ટીમને 147 રનના સન્માનજક સ્કોર સુધી પહોંચાડી દીધી.

ઉનાળામાં 1 મિનિટથી ઓછા સમયમાં બનાવો લીંબુ શરબત, જાણી લો સરળ રીત
સો બ્યુટીફુલ.. દીપિકા પદુકોણે ફ્લોન્ટ કર્યો ક્યૂટ બેબી બમ્પ, જુઓ તસવીરો
જલદી વજન ઘટાડવા ઘઉંને બદલે ખાવ આ 5 અનાજમાંથી બનેલી રોટલી
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
અચાનક આગ લાગવાની ઘટના બને તો શું કરશો? જાણો આગથી બચવાની ટિપ્સ
અંબાણીથી લઈને ગોદરેજ સુધી દેશના અમીર લોકો પીવે છે આ બ્રાન્ડનું દૂધ

રબાડાએ લગામ લગાવી

પંજાબની જેમ રાજસ્થાન પણ તેના સ્ટાર ઓપનર જોસ બટલર વિના ઉતાર્યું અને આવી સ્થિતિમાં તેણે નવોદિત તનુષ કોટિયનને ઓપનિંગની જવાબદારી સોંપી. તનુષે યશસ્વી જયસ્વાલ સાથે મળીને અડધી સદીની ભાગીદારી કરીને ટીમને સારી શરૂઆત અપાવી હતી પરંતુ તનુષની ઈનિંગ ઘણી ધીમી હતી અને તે 31 બોલમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો. જ્યારે જયસ્વાલે (39) ઝડપી શરૂઆત કરી હતી પરંતુ તે પોતાની ઈનિંગને મોટા સ્કોરમાં બદલી શક્યો નહોતો. જયસ્વાલને કાગીસો રબાડા (2/18)એ આઉટ કર્યો હતો. રબાડાએ રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનની પણ વિકેટ લીધી હતી.

રબાડા-સેમ કરનની ચુસ્ત બોલિંગ

રબાડા અને સેમ કરનની ચુસ્ત બોલિંગે રાજસ્થાનને ઝડપી સ્કોર કરવાની તક આપી ન હતી. તેમ છતાં રિયાન પરાગ ક્રીઝ પર હોવાથી રાજસ્થાનની સ્થિતિ મજબૂત હતી. રિયાન ટીમને 100 રનથી આગળ લઈ ગયો હતો અને જ્યારે તેને ફાસ્ટ બેટિંગ શરૂ કરી ત્યારે અર્શદીપ સિંહે તેને આઉટ કર્યો હતો. ટૂંક સમયમાં ધ્રુવ જુરેલ પણ આઉટ થયો. રાજસ્થાને 18મી ઓવરમાં 117ના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી.

હેટમાયરે સિક્સર ફટકારી રાજસ્થાનને જીત અપાવી

જુરેલના આઉટ થયા બાદ શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલે સતત 4 બાઉન્ડ્રી ફટકારીને ટીમને મેચમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ 19મી ઓવરમાં કરને પોવેલ અને પછી કેશવ મહારાજની વિકેટ લઈને મેચને છેલ્લી ઓવર સુધી લઈ ગયા. છેલ્લી ઓવરમાં શિમરોન હેટમાયરે ત્રીજા અને પાંચમા બોલ પર સિક્સર ફટકારીને ટીમને 3 વિકેટે વિજય અપાવ્યો હતો.

આ પણ વાંચો : IPL 2024: MS ધોનીના હાથમાં ફરી વર્લ્ડ કપ, વાનખેડે સ્ટેડિયમમાં 13 વર્ષ જૂની યાદો તાજી થઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
g clip-path="url(#clip0_868_265)">