AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : પોઈન્ટ ટેબલમાં અત્યારસુધી તળિયે હતી આ ટીમ, હવે પ્લેઓફમાં જવાના છે ચાન્સ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024માં 10 ટીમો વચ્ચે કાંટાની ટકકર જોવા મળશે. 22 માર્ચથી શરુ થઈ રહેલી આ ટૂર્નામેન્ટની 17મી સીઝનની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈમાં રમાશે. તો ચાલો જાણીએ ટૂર્નામેન્ટની પોઈન્ટ ટેબલ કઈ ટીમ ક્યાં સ્થાન પર છે.

IPL 2024 : પોઈન્ટ ટેબલમાં અત્યારસુધી તળિયે હતી આ ટીમ, હવે પ્લેઓફમાં જવાના છે ચાન્સ
| Updated on: May 13, 2024 | 11:37 AM
Share

આઈપીએલ 2024માં લીગ સ્ટેજમાં હવે માત્ર 8 મેચ રમવાની બાકી છે. પ્લેઓફમાં અત્યારસુધી માત્ર 1 ટીમ જ પોતાનું સ્થાન બનાવી શકી છે. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંએ આઈપીએલ 2024માં શાનદાર વાપસી કરી છે. તેમણે સતત 5 મેચમાં જીત મેળવી પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે.

જો કે પ્લેઓફ માટે ક્વોલિફાય કરવું તેના માટે સરળ નથી. બે મેચ જીતવાની સાથે-સાથે કિસ્મતનો પણ સાથ લેવો પડશે. તો ચાલો જાણીએ કઈ રીતે આરસીબીની ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરી શકે છે.

રાજસ્થાનની ટીમ 16 અંક સાથે બીજા સ્થાન પર છે. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વચ્ચે પ્લેઓફની રેસ ખૂબ મહત્વની રહેશે. બેગ્લુરુએ જીત સાથે ચેન્નાઈ અને દિલ્હીનું ટેન્શન વધારી દીધું છે.તો ચાલો જાણીએ પ્લેઓફનું આખું ગણિત

રાજસ્થાન ટોપ-2માંથી બહાર થઈ શકે છે

રાજસ્થાન રોયલ્સ 12 મેચમાં 16 અંક સાથે બીજા નંબર પર છે. રાજસ્થાનનો નેટ રનરેટ ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદથી ખરાબ છે. જો તે આગામી 2 મેચ હારી જાય છે તો સીએસકે તેની છેલ્લી મેચ અને હૈદરાબાદે પોતાની છેલ્લી 2 મેચમાંથી એકમાં તો જીત મેળવવી પડશે.

રાજસ્થાન ટોપ-2માંથી બહાર થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં લખનૌ સુપર જાયન્ટસની પાસે પ્લેઓફમાં પહોંચવાની શક્યતા હશે. કે,એલ રાહુલે મોટી જીત મેળવવી પડશે, જેનાથી રન રેટ સારો રહે.

બંન્ને મેચ જીતવી પડશે

ચેન્નાઈ સુપર કિંગ્સ 13 મેચમાં 14 અંક છે. પોતાની છેલ્લી મેચ બેંગ્લુરું સાથે રમવાની છે. ચેન્નાઈ આ જીતી ગઈ તો ક્વોલિફાય કરી લેશે. હારવાથી પણ પ્લેઓફમાં પહોંચી શકે છે. ગુજરાત ટાઈટન્સને 12 મેચમાં 10 અંક છે. પ્લેઓફમાં પહોંચવા માટે બંન્ને મેચ જીતવી પડશે.દિલ્હી કેપિટલ્સ 13 મેચમાં 12 અંક છે. તેમને લખનૌ સુપર જાયન્ટસને હરાવવું પડશે. આ સિવાય રનરેટ પણ ચેન્નાઈ અને બેગ્લુરુંથી સારી કરવો પડશે. ગુજરાત અને લખનૌથી તેનો રનરેટ સારો છે.

આ પણ વાંચો : IPLમાં વિરાટ કોહલીએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, આવું કારનામું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">