AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: જસપ્રીત બુમરાહે પત્ની સામે કર્યો ખુલાસો, કહ્યું IPLમાં તેનો ફેવરિટ શિકાર કોણ છે

જસપ્રીત બુમરાહે 2013માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પહેલી જ ઓવરમાં IPL કારકિર્દીની પહેલી વિકેટ લીધી હતી. આ તેની પહેલી વિકેટ હતી એટલે ખાસ હતી એ સ્વાભાવિક છે, પરંતુ આ વિકેટ તેની અત્યાર સુધીના કરિયરની પણ સૌથી બેસ્ટ વિકેટ હતી એવો તેણે તેની પત્ની સમક્ષ એક શો માં ખુલાસો કર્યો છે.

IPL 2024: જસપ્રીત બુમરાહે પત્ની સામે કર્યો ખુલાસો, કહ્યું IPLમાં તેનો ફેવરિટ શિકાર કોણ છે
Jasprit Bumrah & Virat Kohli
| Updated on: Apr 22, 2024 | 8:57 PM
Share

IPL 2024માં જસપ્રીત બુમરાહ શાનદાર ફોર્મમાં છે. એક તરફ જ્યાં અન્ય બોલરોને જોરદાર માર પડી રહ્યો છે તો બીજી તરફ તેણે પોતાની બોલિંગથી બેટ્સમેનોને પરેશાન કર્યા છે. આ સિઝનમાં તેણે માત્ર 5.96ની ઈકોનોમીમાં 7 મેચમાં 13 વિકેટ લીધી છે અને હાલ પર્પલ કેપ હોલ્ડર છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમવા માટે બુમરાહની આગામી મેચ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે રમવાની છે. આ મેચ પહેલા તેણે તેની IPL કરિયરની ફેવરિટ વિકેટ વિશે જણાવ્યું હતું. તેણે જિયો સિનેમા પર તેની પત્ની સંજના ગણેશનની સામે આ વાતનો ખુલાસો કર્યો છે.

IPL કારકિર્દીની પ્રથમ વિકેટ

જિયો સિનેમાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જસપ્રીત બુમરાહ તેની પત્ની અને ટીવી પ્રેઝન્ટર સંજના ગણેશન સાથે IPL વિશે વાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન, તેણે ખુલાસો કર્યો કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી તેની IPL કારકિર્દીની પ્રથમ વિકેટ હતી. બુમરાહે ‘કિંગ કોહલી’ની વિકેટને અત્યાર સુધીની સૌથી ખાસ વિકેટ ગણાવી હતી. બુમરાહે આ વિકેટ પાછળ એક રસપ્રદ વાર્તા પણ કહી.

વિરાટ કોહલીની વિકેટ સૌથી ખાસ

તેની પત્ની સંજનાએ બુમરાહને IPLમાં તેની સૌથી પરફેક્ટ ડિલિવરી વિશે પૂછ્યું. આનો જવાબ આપતા તેણે જણાવ્યું કે કેવી રીતે કોહલી IPLમાં તેનો પહેલો શિકાર બન્યો. તેણે કહ્યું કે ક્રિકેટમાં કોઈ પરફેક્ટ ડિલિવરી નથી હોતી, દરેક ડિલિવરી વિકેટ લેનાર હોય છે. ડેબ્યુ મેચના પહેલા ત્રણ બોલ પર મને 3 બાઉન્ડ્રી પડી હતી. આ પછી ‘ગોડ ઓફ ક્રિકેટ’ સચિન તેંડુલકરના એક શબ્દે તેને ફરીથી જીવંત કરી દીધો અને પછીના જ બોલ પર તેણે કોહલીને આઉટ કર્યો. બુમરાહે આ ક્ષણ અને આ વિકેટને તેની IPL કરિયરની સૌથી ખાસ ગણાવી છે. તેણે કહ્યું કે આ વિકેટ ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

પ્રથમ 3 સિઝનમાં ફ્લોપ રહ્યો

જસપ્રીત બુમરાહે 2013માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. જો કે, તે સિઝનમાં તેને માત્ર 2 મેચ રમવાની તક મળી, જેમાં તે માત્ર 3 વિકેટ જ લેવામાં સફળ રહ્યો. પરંતુ તે પોતાની અનોખી એક્શન અને ગતિના કારણે ચર્ચામાં આવ્યો હતો. બુમરાહને તેના ડેબ્યુ પછી આગામી 3 સિઝન માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, તેનામાં પ્રતિભા હોવા છતાં તેને સફળતા મળી ન હતી. 2015 સુધી તે માત્ર 17 મેચ રમી શક્યો હતો, જેમાં તે માત્ર 11 વિકેટ જ લઈ શક્યો હતો. પછી 2016 ની સિઝન આવી, અહીં તેણે ગતિ પકડી અને ક્યારેય પાછું વળીને જોયું નહીં. આ પછી, તે જ વર્ષે તેણે T20 અને ODIમાં ભારત માટે ડેબ્યૂ કર્યું અને બે વર્ષમાં તેને ટેસ્ટ કેપ પણ મળી. બુમરાહે IPLમાં અત્યાર સુધી 127 મેચ રમી છે, જેમાં તેણે 7.58ની ઈકોનોમી સાથે 158 બેટ્સમેનોને આઉટ કર્યા છે.

આ પણ વાંચો : દિનેશ કાર્તિકને પસંદ કરવાથી મોટું નુકસાન થશે ? T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટી ચેતવણી!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">